ETV Bharat / state

Gift City Liquor Policy: ગિફ્ટ સિટી લીકર પોલીસી જાહેર થાય તે અગાઉ તેના FAQ વિશે વાંચો વિગતવાર - એસઓપી

રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન સુવિધા શરુ કરવાનો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટી પરિસર સંદર્ભે લીકર પોલિસી સત્વરે જાહેર કરવામાં આવશે. જો કે આ પોલિસીના FAQ જાહેર થયા છે. Gift City Wine & Dine Liquor Policy

ગિફ્ટ સિટી લીકર પોલીસી જાહેર થાય તે અગાઉ તેના FAQ જાહેર કરાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 5:43 PM IST

સરકારના સજેશન્સ પ્રમાણે કાર્યવાહી કરાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓ આવે અને વધુ પ્રમાણમાં રોજગારી મળી રહે તે માટે આ પરિસરમાં વાઈન એન્ડ ડાઈન ફેસેલિટી શરુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આબકારી વિભાગ દ્વારા ગિફ્ટ સિટી પરિસરમાં દારુના ઉપયોગ અંગે ખાસ ગાઈડલાઈન અને એસઓપી તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ફાઈનલ એસઓપી જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. અત્યારે આ લીકર પોલિસીના FAQ જાહેર કરવામાં આવ્યા છે.

શું છે અગત્યના FAQs?: આજે ગિફ્ટ સિટીની લીકર પોલિસીની ચર્ચા ટોક ઓફ ધી સ્ટેટ બની છે. આ લીકર પોલિસી અગાઉ આબકારી વિભાગ દ્વારા FAQ જાહેર કરવામાં આવ્યા છે.

લીકર પોલીસી જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે

1. ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ, કલબ અને રેસ્ટોરન્ટે ઓફિશિયલ લાયસન્સ લેવું પડશે.

2. ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓ જ ગિફ્ટ સિટીમાં લીકરનું સેવન કરી શકશે. ગુજરાતના લીકર પરમિટ ધારકો આ પરમિટનો ગિફ્ટ સિટીમાં ઉપયોગ કરી શકશે નહીં. ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારી દ્વારા જ લીકર પરમિટ ઈશ્યૂ થશે.

3. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓફિસો આવેલ છે. જેના હંગામી મુલાકાતીઓને જે તે કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટ અથવા તો અધિકૃત અધિકારી પરમિશન આપશે તો જ તેમને લીકરની છૂટ મળી શકશે.

4. લીકર સર્વ કરતા લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાના વેચાણનો હિસાબ રાખવો પડશે. લીકરના જથ્થાને રાખવામાં આવતા વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સ આવશ્યક છે. લાયસન્સ ધારકના અધિકૃત વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

5. જો કોઈપણ લાયસન્સ ધારક લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટના નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા વર્તમાન કાયદા અંતર્ગત તેના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં લીકરનું સેવન કર્યા બાદ બહારના ડ્રાય વિસ્તારમાં પ્રવેશ કરતા કોઈ પકડાશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

6. ગિફ્ટ સિટીમાં જ્યાં વાઈન એન્ડ ડાઈન સુવિધા શરુ કરવામાં આવી છે તે વિસ્તારમાં લીકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જરુરી ખરાઈ બાદ જ પ્રવેશ કરી શકશે અને જે સ્થળનું લાયસન્સ હોય તે સ્થળે જ લીકર પીરસી શકાશે. રાજ્યના અન્ય પરમિટ ધારકોમાં લીકરનું વેચાણ કરી શકાશે નહીં.

7. ગિફ્ટ સિટીમાં લીકરનું સેવન કર્યા બાદ વ્યક્તિ વાહન ચલાવી શકશે નહીં. જો આવી વ્યક્તિ વાહન ચલાવતા ઝડપાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત માત્રને માત્ર 21 વર્ષથી વધુના વ્યક્તિને જ લીકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે.

જાન્યુઆરી,24માં સત્તાવાર જાહેરાતઃ રાજ્ય સરકાર દ્વારા આ લીકર પોલિસીની સત્તાવાર જાહેરાત જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. લીકર પરમિશન આપતા પહેલા કંપનીના કર્મચારીઓએ તેના પાલનની તાલીમ લેવી આવશ્યક છે. જો પોલિસીના નિયમનો ભંગ કરવામાં આવશે તો કર્મચારી અને કંપની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. વાઈન એન્ડ ડાઈન એરીયા નક્કી કરેલ ક્યુઆર કોડથી જ ઓપરેટ કરી શકાશે.

સરકાર દ્વારા જે સજેશન્સ કરવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે...એલ.એલ. ડીંડોડ (નિયામક, આબકારી વિભાગ, ગાંધીનગર)

  1. Gift city liquor: 'ગાંધી'નગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપતી ગુજરાત સરકાર
  2. Gandhinagar News: 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં શરુ કરશે કેમ્પસ, ભારતના 1.50 લાખ વિદ્યાર્થીઓને થશે સીધો લાભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.