રાજ્યમાં પ્રદૂષણમુક્ત રીતે ઔદ્યોગિક ગૃહો ઉત્પાદન કરે તે માટે નેચરલ ગેસના ભાવમાં રાહત આપવા અનેક સૂચનો મળ્યાં હતા. જ્યારે સમગ્ર ભારતમાં હાલ 8,910 ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો ઉપયોગ કરે છે. આ ઉદ્યોગોને વર્તમાન નેચરલ ગેસ દરોમાં રાહત આપી તેમની ઉત્પાદન કિંમત ઘટાડી રાજ્યની જનતાને વધુ સસ્તા ભાવે જીવનની જરૂરીયાત વસ્તુઓ પહોંચાડવાનો રાજ્ય સરકરાનો ઉદ્દેશ્ય છે.
ભાવ ઘટાડાને પરિણામે રાજ્યના અન્ય ઉદ્યોગો પણ નેચરલ ગેસનો ઉપયોગ કરવા આકર્ષિત થશે. રાજ્ય સરકાર વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સકારાત્મક પગલાં ભરી રહી છે. ઉદ્યોગો દ્વારા હાલ વપરાશમાં લેવાતા અન્ય વિકલ્પો ફરનેશ, કોલસો, વીજળી, ડીઝલ બધામાં નેચરલ ગેસનું પ્રમાણ વધારે સસ્તુ, સ્વચ્છ અને અવિરત મળનારું ઈંધણ છે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં જ ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત આગામી બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૩૦૦થી વધુ CNG સ્ટેશનો સ્થાપવા માટે જાહેરાત કરવામાં આવી છે.