ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરાનાની ત્રીજી લહેરને(Corona cases in Gujarat) ધ્યાનમાં લઈને ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જે રીતે સતત કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કોર કમિટીમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 તારીખે મળેલી કોર કમિટીની બેઠકમાં 5 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.આજે ફરીથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં હવે 7 ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની (Offline school running in Gujarat)જાહેરાત રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ GMC Budget 2022: ગાંધીનગર મનપાના બજેટમાં 2.15 કરોડનો વધારો કરવામાં આવ્યો
કેસ ઘટ્યા શાળાઓ શરૂ થઈ
રાજ્યમાં છેલ્લા સાત દિવસથી કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આજે શાળામાં ખોલવાનો નિર્ણય(Gujarat Education Department) કરવામાં આવ્યો છે. ધોરણ 1 થી 9 ની શાળા છેલ્લા 25 દિવસથી બંધ હતી. ત્યારે હવે 7 ફેબ્રુઆરીથી આ શાળાઓ ફરીથી બાળકોના ચિચિયારીઓ ગુંજી ઉઠશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કમીટીમાં લેવાયેલા નિર્ણયમાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ(Education Minister Jitu Vaghani) ટ્વિટ કરીને આ તમામ પ્રકારની માહિતી આપી હતી.
વાલીઓ આપવી પડશે લેખિત સંમતિ
કેન્દ્ર સરકારની પોતાની કોરોનાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પણ ઘણી મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 9 ની પરીક્ષા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં વાલીઓને ફરજિયાત રીતે પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે લેખિતમાં પરવાનગી આપવી પડશે આમ જો કોઈપણ વાલી લેખિત પરવાનગી નહીં આપે તો તેવા બાળકોને શાળા પ્રવેશ પણ આપી શકશે નહીં. આમ પ્રથમ તબક્કામાં વાલીઓએ લેખિત સંમતિ આપશે તેવા જે બાળકોને શાળામાં પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત જે બાળકો અથવા તો વાલીઓ પોતાના બાળકને શાળાએ આવવાની પરવાનગી આપતા નથી તેઓ માટે ઓનલાઇન શિક્ષણની સિસ્ટમ રાજ્ય સરકારે યથાવત રાખી છે.