ETV Bharat / state

RTE In Gujarat : આરટીઇના ત્રીજા રાઉન્ડમાં 1386 બાળકોને પ્રવેશ અપાયો - આરટીઇ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ

આરટીઇ એક્ટ 2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1386 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. આરટીઇ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 30 જૂન, 2023 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે.

RTE In Gujarat : આરટીઇના ત્રીજા રાઉન્ડમાં 1386 બાળકોને પ્રવેશ અપાયો

author img

By

Published : Jun 23, 2023, 8:30 PM IST

ગાંધીનગર : આરટીઇ એક્ટ-2009 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ અને બીજો રાઉન્ડ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ ત્રીજો રાઉન્ડ જૂનમાં આરટીઇ પ્રવેશ માટે કરવામાં આવ્યો હતો. તા. 29/05/2023ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં 59,869 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. જેમાંથી 51,520 જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે.

30 જૂન સુધી હાજર થવું : આરટીઇ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ તા.23/06/2023 શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1,386 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.30/06/2023 શુક્રવાર સુધીમાં સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

પુનઃ પસંદગીની તક આપી હતી : યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર RTE ACT-૨૦૦૯ની કલમ 12.1(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી 31,609 જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી.

4,832 અરજદારોએ અગાઉના પ્રવેશ માન્ય રાખ્યાં : પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 8,319 અરજદારોને શાળાઓની તા. 19/06/2023 થી 21/06/2023 દરમિયાન પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ 3,487 અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના 4,832 અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

  1. RTE Admission in Gujarat : આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં ત્રીજા રાઉન્ડમાં ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગીની તક
  2. RTE Admission મુદ્દે મહાત્મા ગાંધી સ્કૂલે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં શું કહ્યું જૂઓ
  3. RTE Admission: રાજકોટમાં એડમિશન ગેરરીતિ મામલો, 400 વિદ્યાર્થીઓના RTE પ્રવેશ રદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.