ETV Bharat / state

ગાંધીનગરઃ સંસ્કૃતિ સાઇટ પર ભેખડ ધસતા બે મજૂરના મોત - રિલાયન્સ ચોકડી

શહેરની પાસે આવેલા ગિફ્ટ સિટી પાસે નવી બની રહેલી સંસ્કૃતિ બાંધકામ સાઇટની ભેખડ ધસી પડતાં બે મજૂરના મોત થયા હતા. જેમાં એક ગાંધીનગર પાસેના શાહપુર ગામનો અને બીજો બિહારનો વતની હતો. કલાકોની શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ કાઢવામાં સફળતા મળી હતી. ત્યારે મૃતદેહને ઉઠાવવા મામલે મજૂરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

landslide at Sanskriti site
landslide at Sanskriti site
author img

By

Published : Sep 25, 2020, 8:17 PM IST

ગાંધીનગરઃ ન્યુ ગાંધીનગરમાં રૂપિયા રળવા માટે આડેધડ નિયમોને નેવે મુકીને બિલ્ડરો દ્વારા ખોદકામ કરવામાં આવતું હોય છે. ત્યારે 8 મહિના પહેલા ગાંધીનગર શહેરના રિલાયન્સ ચોકડી પાસે એક બિલ્ડિંગ સાઈડમાં માટીની ભેખડ ધસી પડતા 4 લોકોના મોત થયા હતા. આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવાર બપોરના 3 કલાકના અરસામાં ગિફ્ટ સિટી પાસે રાંદેસણ ગામની સીમમાં બની રહેલી સંસ્કૃતિ બિલ્ડિંગ સાઇટ પર ભેખડ ધસી પડતા બે મજૂરના મોત થયા હતા.

laborers died in landslide at Sanskriti site
સંસ્કૃતિ સાઇટ પર ભેખડ ધસતા બે મજૂરના મોત

સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી, મુજબ આશરે 35 વર્ષીય બિહારનો રહેવાસી કૌશલ અને ગાંધીનગરના શાહપુર ગામમાં રહેતો આકાશ ઠાકોર નામના યુવકનું ભેખડ ધસી પડતા મોત થયું હતું. ત્યારે આકાશ ઠાકોરનો મૃતદેહ ઝડપથી બહાર કાઢવામાં ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને સફળતા મળી હતી. જ્યારે કૌશલ નામના યુવકનો મૃતદેહ ખૂબ જ નીચે દબાઈ ગયો હોવાના કારણે તેને બહાર કાઢતાં સમય લાગ્યો હતો. જ્યારે આ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવે તે દરમિયાન યુવકનું અવસાન થઈ ગયું હતું.

landslide at Sanskriti site
મૃતદેહને ઉઠાવવા મામલે મજૂરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

બિહારના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ અન્ય મજૂરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું અને બિહારના યુવકો દ્વારા વળતરની માગ કરવામાં આવી હતી. જ્યાં સુધી વળતર આપવામાં ન આવે ત્યાં સુધી તેના મૃતદેહને હટાવવા નહીં દેવામાં આવે તેવી માગ સાથે બેસી ગયા હતા, પરંતુ આખરે લાંબા સમયની સમજાવટ બાદ બિહારના યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે મોકલી આપ્યો હતો. આ ઘટના બાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના PI રાજપૂત, PSI દિનેશ પટેલ જ્યારે ફાયર બિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કામગીરી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.