રાજ્ય સરકાર દ્વારા ટ્રાફીક નિયમનનો ભંગ બદલ દંડની નકલમાં વધારો કર્યા બાદ આરટીઓ કચેરી પી.યુ.સી સેન્ટર અને ઇન્સ્યોરન્સ કંપનીઓમાં રીતસરની લૂંટફાટ ચાલુ કરી દેવામાં આવી છે. સરકારે નિયત કરેલી રકમને સાઈડમાં મુકીને બેફામ રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગર આરટીઓ કચેરી સામે રાજ પીયુસી સેન્ટર નિયમોને નેવે મૂકીને સર્ટીફીકેટ આપવામાં આવતા હતાં. જેને લઇને ચાર દિવસ પહેલા 12 સપ્ટેમ્બરના રોજ આરટીઓ ઇન્સ્પેક્ટર તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર આરટીઓ કચેરી સામે જ આવેલા રાજ પીયુસી સેન્ટર જૂની તારીખમાં પીયુસી સર્ટિફિકેટ આપવામાં આવતા હતાં, જ્યારે ફોર વ્હીલર કારના પચાસ રૂપિયાની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવી રહ્યા હતાં. આ બાબતની જાણ આરટીઓના કર્મચારીઓ દ્વારા પીયુસી સેન્ટરના સંચાલકને કરવામાં આવતાં તાબડતોડ શટર પાડી દેવામાં આવ્યા હતાં. જ્યારે સંચાલક અમિત સિંહ રાણાને પૂછ પરછ કરતા તેઓએ કહ્યું કે, અમારા દ્વારા પીયુસી કરવામાં આવતું નથી, કેટલાક અંગત હોય તેમનું કરી આપવું પડે છે.
ગાંધીનગર આરટીઓ કચેરીમાં એજન્ટોને મનાઈ કરવામાં આવી છે. પરંતુ આરટીઓની કામગીરી માટે આવતા અરજદારોના ફોર્મ ઉપર મોટાભાગે એજન્ટોના નામ લખેલા હોય છે. આરટીઓ ઇન્સ્પેક્ટર માત્ર દેખાડા કરવામાં માની રહ્યા છે. સરકારી નિયમ બનાવી હોવાના કારણે એજન્ટોને અંદર આવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ પાછલી બારીએ તમામ પ્રકારના ખોટા કામો કરવામાં આવી રહ્યા છે.
ઇન્ચાર્જ આરટીઓ ચિંતન પટેલે કહ્યું કે રાજ પીયુસી સેન્ટર 12 સપ્ટેમ્બરના રોજ કેન્સલ કરવામાં આવી છે. તેના દ્વારા પીયુસી સર્ટિફિકેટ આપી શકાય નહીં, જ્યારે હાલમાં આપવામાં આવી રહી છે તે બાબતે કહ્યું કે, તેની ફરિયાદ મળશે જેના આધારે તપાસ કરવામાં આવશે.