ETV Bharat / state

Gandhinagar News : ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નો વચ્ચે યોજાશે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન, વાતોના વડાં વચ્ચે પ્રશ્નો ઉકેલાશે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 16મું રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન મળી રહ્યું છે. જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઇ રહ્યાં છે. એવામાં કાર્યક્રમને લઇને ગુજરાતભરના શિક્ષકો ગાંધીનગર આવી રહ્યાં છે. તેમના પ્રશ્નોના ઉકેલની દિશામાં શું સ્થિતિ પ્રવર્તે છે તે અંગે વધુ જાણવા પ્રયાસ કરાયો હતો.

Gandhinagar News : ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નો વચ્ચે યોજાશે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન, વાતોના વડાં વચ્ચે પ્રશ્નો ઉકેલાશે?
Gandhinagar News : ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નો વચ્ચે યોજાશે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન, વાતોના વડાં વચ્ચે પ્રશ્નો ઉકેલાશે?
author img

By

Published : May 11, 2023, 10:16 PM IST

બદલીની રાહ જોતાં શિક્ષકો ખૂબ નિરાશ

ગાંધીનગર : સમગ્ર દેશના 24 રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘનું મહાસમેલનનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે શિક્ષકો અને શિક્ષણ માટેના અધિવેશન અનેક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પરંતુ છેલ્લા 2 વર્ષથી બદલીની રાહ જોતા શિક્ષકો હજુ પણ નિરાશ છે. જ્યારે શિક્ષકોનો મૂળ પ્રશ્ન અને માંગની વાત કરવામાં આવે તો શિક્ષકો બદલીને લઈને હાઇકોર્ટમાં 141 જેટલી પિટિશન કરવામાં આવી હતી.

બદલીનો હુકમનો અમલ નથી: પ્રાથમિક શિક્ષકના બદલી બાબતે પ્રાથમિક શિક્ષકોએ ગાંધીનગરમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે એક એપ્રિલ 2022 ના રોજ રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ બદલીનો ઠરાવ બહાર પાડ્યો હતો. પરંતુ આ ઠરાવને એક વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ તેનો અમલ થયો નથી. જ્યારે બદલી કેમ્પ પણ અટકી ગયા છે. જેથી ગુજરાતના લાખો શિક્ષકો માનસિક ત્રાસ અનુભવી રહ્યા હોવાના તથા કેટલાય પરિવારો આ બદલાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવાનું લખાણ આવેદનપત્રમાં કર્યું છે. જ્યારે રાજ્ય સરકાર હવે બદલી પ્રક્રિયા તેમજ સુધાર ઠરાવ ઝડપથી પૂર્ણ થાય અને લાખો શિક્ષકોને બદલે થાય તેવી માંગણીઓ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે.

  1. Gandhinagar News : ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન યોજાશે, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
  2. Gujarati Syllabus : CA-CSનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં લાવવાની માંગ
  3. Gujarat Shortage Of Teachers: શિક્ષકોની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત, નવી ભરતી કરવામાં સરકારની નીરસતા

બદલીના પ્રશ્નો પડતરમાં : બે વખત બદલી કેમ્પના શિડ્યુલ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તે પણ રદ કરવામાં આવ્યા છે. સરકાર સાથે પણ છ થી વધુ વખત બેઠક કરી છે. તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય આવતો નથી જેથી જિલ્લા શિક્ષકોની બદલી થઈ શકે ઉલ્લેખનીય છે કે 40,000 થી વધુ શિક્ષકોની બદલી હાલમાં પડતર છે.

હું છેલ્લા 17 વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવું છું અને મેં પણ અનેક વખત બદલીઓ માટેની અરજીઓ કરી છે. આજથી એક વર્ષ પહેલા બદલી કેમ્પનો આયોજન કર્યું હતું પરંતુ થયું નથી. સંજયસિંહ (શિક્ષક, મહુવા, ભાવનગર)

સરકાર બદલી નહીં કરે તો છૂટાછેડા થશે : ગાંધીનગરના જુના સચિવાલય ખાતે શિક્ષકોની બદલી બાબતે રજૂઆત કરી રહેલા એક શિક્ષિકાનું લગ્નજીવન ખતરામાં છે. જો તેમની બદલી નહીં થાય તો તેમના છૂટાછેડા થઇ જશે તેવા ઝઘડા ચાલી રહ્યાં છે.

હું નલિયામાં પ્રાથમિક શિક્ષક તરીકે છું. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલી થઈ નથી અનેક વખત અરજી પણ કરી છે. મારું મૂળ વતન પાટણ જિલ્લો છે અને છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ સામાજિક પ્રસંગમાં હાજર પણ રહી શક્યા નથી, અગાઉ પણ 4 થી 5 વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ જ નિષ્કર્ષ આવ્યો નથી. બદલી થતી ન હોવાના કારણે ઘરમાં ઝઘડા પણ ચાલુ છે અને બદલી પહેલા છૂટાછેડા ન થઈ જાય તેવી પરિસ્થિતિ છે. ગાયત્રીબેન ઠક્કર (શિક્ષિકા,નલિયા)

પ્રશ્નો નહીં પણ શિક્ષણ બાબતે ચર્ચા: ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ સમક્ષ ઇટીવી ભારતે શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે સવાલ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના દર બે વર્ષના સમયાંતરે શિક્ષકોનું અધિવેશન કરવામાં આવતું હોય છે. પ્રશ્નો નહીં પણ રાષ્ટ્રીય સ્તરનું આયોજન છે તેમાં ફક્ત શિક્ષણની જ ચર્ચા છે.

ગુજરાતમાં પ્રથમ વખત અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ અધિવેશનમાં ફક્ત શિક્ષણને લઈને જ ચર્ચા કરવામાં આવશે. કોઈપણ પ્રશ્ન બાબતે ચર્ચા કરાશે નહીં. જ્યારે અમારા જે પડતર પ્રશ્નો છે તે સરકારની સમક્ષ મૂકવામાં જ આવ્યા છે અને તે બાબતે સરકાર સમયાંતરે નિર્ણય કરતી જ હોય છે. દિગ્વિજયસિંહ જાડેજા (ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ)

17,000 શિક્ષકોની ઘટ 38,550 શિક્ષકો નિવૃત થશે : ગુજરાત વિધાનસભા ગૃહમાં સામે આવેલ માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની 17,000 થી વધુ ઘટ સામે આવી છે. ઉપરાંત આગામી 5 વર્ષમાં 38,550 શિક્ષકો નિવૃત થશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને જરૂર પ્રમાણે શિક્ષકોની ભરતી થશે. ત્યારે એક બાજુ ગુજરાતમાં 16મું રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન મળી રહ્યું છે અને શિક્ષકોની ઘટ છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે કે નહીં ? ત્યારે ETVના પ્રશ્નના જવાબ આપતા દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ અધિવેશનમાં અમે કોઈપણ પ્રકારની માંગ કરીશું નહીં. જ્યારે શિક્ષકોની કેટલીક ઘટ છે તે રાજ્ય સરકારને ધ્યાનમાં જ છે અને રાજ્ય સરકાર સમયાંતરે શિક્ષકોની ઘટ પૂરી કરવા બાબતે કામ કરતું હોય છે.

ભવિષ્યના શિક્ષકો પર લટકતી તલવાર: રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેકટ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2027 સુધીમાં 29,000 જેટલા શિક્ષકો નિવૃત થશે. પણ ભરતી બાબતે સરકારે ફક્ત પ્રતિ વર્ષ 12,000 શિક્ષકોની કોન્ટ્રકટ પદ્ધતિથી ભરતી કરવાની વાત કરી છે ત્યારે ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષકો ભરતી બાબતે પણ લટકતી તલવાર છે.

આ સંમેલનમાં શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે કોઈ જ ચર્ચા કરવામાં નહીં આવે કારણ કે અમારી જે પડતર માંગ છે તે સરકારને ખબર છે, પણ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં જે નવી શિક્ષણ નીતિ શરૂઆત કરવામાં આવી છે એ બાબતે ચર્ચા કરવામાં આવશે. ફક્ત શિક્ષણ નીતિની થશે ચર્ચા થશે. રામપાલ (રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ)

કયા પ્રશ્ન ચર્ચાશે: દેશના લાગુ થયેલ નવી શિક્ષણ નીતિથી દેશને શું ફાયદો થશે, નવી શિક્ષણ નીતિમાં શિક્ષકોની ભૂમિકા શું થશે ? તે બાબતે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત 29માં શિક્ષણ અધિવેશનનો મુખ્ય વિષય દેશની પરિવર્તન શિક્ષણમાં શિક્ષકોની ભૂમિકા શું થશે તે બાબતે ચર્ચા કરવામાં આવશે અને આ બાબતે એક વિશેષ યોજના તૈયાર કરીશું. જેથી દેશમાં સારા સમાજની રચના થઈ શકે

કયા રાજ્યના શિક્ષક સંઘ હાજર રહેશે : ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજવા જનાર રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનમાં કુલ 24 જેટલા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ હાજર રહેશે તેમાં રાજ્યની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશ આસામ બિહાર દિલ્હી ગોવા, હરિયાણા હિમાચલ ઝારખંડ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મણીપુર મેઘાલય મિઝોરમ પંજાબ રાજસ્થાન તમિલનાડુ તેલંગાના ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રાથમિક શિક્ષક સંઘ ના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે આમ કુલ 24 રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ અને સભ્યો ગુજરાતમાં હાજરી આપશે. આમ આ સંમેલનમાં 70,000 થી વધુ શિક્ષકો હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.