ETV Bharat / state

Shramik Annapurna Yojana : 10 નવેમ્બરે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા 152 ભોજન વિતરણ કેન્દ્ર શરુ કરાવશે સીએમ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 10 નવેમ્બરે અમદાવાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા 152 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં 52 લાખથી વધુ બાંધકામ શ્રમિક લાભાર્થીઓને પૌષ્ટિક ભોજનનો લાભ અપાયો હોવાનો પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું.

Shramik Annapurna Yojana : 10 નવેમ્બરે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા 152 ભોજન વિતરણ કેન્દ્રનો શરુ કરાવશે સીએમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 6:32 PM IST

Updated : Nov 2, 2023, 7:50 PM IST

ગાંધીનગર : શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-2017થી બાંધકામ શ્રમિકોને 50 રુપિયામાં ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી ' શ્રમિક અન્નપૂર્ણા યોજના ' કાર્યરત છે. આ યોજના હેઠળ શ્રમિકોને ભોજનમાં કઠોળ, શાક, રોટલી,ગોળ, અથાણું, મીઠાઈમાં એકવાર સુખડી, શીરો વગેરે તેમજ ભાત પીરસવામાં આવે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 10 નવેમ્બરે અમદાવાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના

હાલ 118 ભોજન વિતરણ કેન્દ્રો : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2022માં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કુલ 22 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં 118 ભોજન વિતરણ કેન્દ્રો કડીયાનાકા પર કાર્યરત છે. શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલિવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજન પહોંચાડવામાં આવે છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે.

યોજનાનો લાભ 52 લાખ શ્રમિકોને : શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ઓક્ટોબર 2023 સુધીમાં 52 લાખથી વધુ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે જે અંતર્ગત વર્ષવર્ષ 2022-23 અને 2023-24માં કુલ રૂ. 23 કરોડથી વધુનો ખર્ચ થયો છે.શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ પાંચ રુપિયામાં ભોજન સુવિધા મેળવી હોવાનું સામે આવ્યું છે. કુલ 10 જિલ્લામાં 118 કડિયાનાકા પર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. 50થી વધુ શ્રમિકો હોય તેવી બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી કરવામાં આવે છે.

ક્યાં શરુ થશે : પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે,આગામી સમયમાં શરૂ થનાર નવા ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 49,સુરત-22 ,જામનગર-10,વડોદરા-9, ગાંધીનગર- 8પાટણ-7,નવસારી અને મોરબીમાં 6, બનાસકાંઠા અને રાજકોટમાં 5, વલસાડ,આણંદ,ખેડા, સાબરકાંઠા અને મહેસાણામાં 4 ભરૂચ -3 તેમજ ભાવનગરમાં-2 એમ કુલ -152 ભોજન વિતરણ કેન્દ્રોનો સમાવેશ થાય છે. જેનો દૈનિક 50 હજાર કરતાં વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે તેમ પણ પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે વિગતો આપતાં કહ્યું હતું.

  1. Shramik Annapurna Yojna: માત્ર 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક આહાર, નાણાપ્રધાનએ કરાવ્યા યોજનાના શ્રીગણેશ
  2. શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક આહાર, શિક્ષણ પ્રધાને કરાવ્યા યોજનાના શ્રીગણેશ
  3. Shramik Annapurna Yojana : 50 લાખ શ્રમિકોને પાંચ રુપિયામાં જમાડ્યાં, ભોજનમાં શું આપી રહી છે સરકાર જૂઓ

Last Updated : Nov 2, 2023, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.