ગાંધીનગર : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એનસીઆરબી રીપોર્ટમાં દ્વારા ગુજરાતમાં 40,000 થી વધુ મહિલાઓ છેલ્લા પાંચ વર્ષમાં ગુમ થઈ હોવાનો મુદ્દો ચર્ચામાં છે. કેન્દ્ર સરકારના ચોપડે આ આંકડો નોંધાયો છે ત્યારે ગુજરાત પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા હતાં. તેવામાં ગુજરાત પોલીસે ત્વરિત એક્શન રુપે મહિલાઓ બાબતે ખાસ સોશિયલ મીડિયા મારફતે સ્થિતિ પર પ્રકાશ પાડી દીધો હતો. ઈટીવી ભારત સાથેની વાતચીતમાં ગુજરાતના લો એન્ડ ઓર્ડર એડીજીપી નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુમ થયેલી મહિલાઓ સંદર્ભે ગુજરાત પોલીસે કામગીરી કરી છે જેને પગલે 95 ટકા મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
મીસિંગ કેસ બાબતે શું કહ્યું? ગુજરાત રાજ્યના કાયદો વ્યવસ્થાના એડિશનલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ -એડીજીપી નરસિમ્હા કોમર ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મિસિંગ વ્યક્તિઓના ડેટા વર્ષ 2016થી વર્ષ 2020 સુધીના જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 41,621 મહિલાઓ ગુજરાતમાં મિસિંગ થઈ હતી. પરંતુ આ જ ડેટામાં હકીકત એ છે 39,479 જેટલી મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે એટલે કે 95 ટકા મહિલાઓને પરિવાર પાસે પરત લાવવામાં સ્થાનિક પોલીસ સફળ રહી છે.
મહિલાઓના ગુમ થવાને લઇને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને લઇ ગુજરાત પોલીસની સફળ કામગીરી રહી છે. ગુમ થયેલી મહિલાઓની ફરિયાદ ગમે તેટલી હોય ગુજરાત પોલીસનો હંમેશા પ્રયાસ એવો હોય છે કે જેટલી પણ મહિલાઓ મિસિંગ છે તે બાબતે ફરિયાદ દાખલ થાય અને ક્વીક રિસ્પોન્સ આપવામાં આવે. મહિલાનું તથા તેની આસપાસના કોન્ટેક્ટ ડીટેલ ઇન્વેસ્ટિગેશન થાય અને પરિવાર સાથે પરત આવે તે માટે પોલીસ હંમેશા કાર્યરત હોય છે. જેને પગલે 95 ટકા મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે...નરસિમ્હા કોમર (એડિશનલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ એડીજીપી)
મહિલાઓના ગુમ થવાના કારણો કયા હોય છે? મહિલાઓના મિસિંગ બાબતે એડીજીપી નરસિમ્હા કોમરે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાઓ ગુમ થયા બાબતમાં અનેક કારણો સામે આવ્યા છે, જેમાં શાળાએ જતી બાળકીઓ પરીક્ષામાં નપાસ થાય અને ડિપ્રેશનમાં સરી પડે તેવી પરિસ્થિતિમાં, પ્રેમ લગ્નમાં પરિવાર સાથ ન આપે, ડોમેસ્ટિક વાયોલેન્સ, ફેમિલી કંકાસ, માઇગ્રેશનનું કારણ પણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસનો હંમેશા પ્રયાસ એવો હોય છે કે જેટલી પણ મહિલાઓ મિસિંગ છે તે બાબતે ફરિયાદ દાખલ થાય અને ક્વીક રિસ્પોન્સ આપવામાં આવે. મહિલાનું તથા તેની આસપાસના કોન્ટેક્ટ ડીટેલ ઇન્વેસ્ટિગેશન થાય અને પરિવાર સાથે પરત આવે તે માટે પોલીસ હંમેશા કાર્યરત હોય છે.
આ પણ વાંચો:
- Vadodara News: હરણીથી ગુમ ટ્વિન્સ બહેનોનો 50 દિવસ બાદ લાગ્યો પત્તો, પોલીસ પ્રોટેક્શનની કરી માગ
- Vadodara Twin sisters Missing: 51 દિવસ સુધી દીકરી ઘરે પરત ન આવતા પિતાની ધીરજ ખૂટી, CMને પત્ર
- The Kerla Story: 'ગુજરાતમાંથી 40,000 છોકરીઓ ક્યાં ગઈ?' કેરલા સ્ટોરી સમાન ગુજરાતમાંથી ગુમ યુવતીઓ પર મહારાષ્ટ્રમાં રાજકારણ
તમામ જિલ્લામાં હ્યુમન ટ્રાફિકિંગ સ્પેશિયલ ટીમ એડીજીપી નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલા અને બાળકોના ગુમ થવાના કિસ્સાઓને ધ્યાનમાં લઈને તમામ 33 જિલ્લામાં એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી પણ મિસિંગ બાબતની કામગીરી કરે છે, એન્ટી ટ્રાફિકિંગ યુનિટ, વુમન એન્ડ ચાઇલ્ડ સેલ ગાંધીનગર, લો એન્ડ ઓર્ડર વિભાગ પણ સતત કાર્યરત રહે છે. ગુજરાતમાં વર્ષ દરમિયાન ગમે તેટલી ફરિયાદ નોંધાય પરંતુ તમામ મહિલાઓને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાવવાનું પોલીસનું ધ્યેય હોય છે અને તેના કારણથી જ 95 ટકા મહિલાઓ પોતાના પરિવાર પાસે પરત ફરી છે.
ખરેખર તો કોરોનાકાળ પછી મહિલા અને બાળકીઓની ગુમ થવાની સંખ્યા માં 36 ટકાનો વધારો જોવા મળે છે. મારી પાસે પણ આવી અનેક ફરિયાદો આવેલી અને એ દરેક ફરિયાદીને વિગતવાર સાંભળતા મેંં જે તારણો કાઢ્યાં એ પ્રમાણે આપણે આ અંગેના અલગ અલગ પરિબળો વિચારીએે તો સામાન્ય રીતે કોરોનાકાળ દરમ્યાન 90 ટકા લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હતાં જેથી નવા નવા મિત્રો મળતા ગયાં અને પરિચય વધતો ગયો. એ પણ એક કારણ માની શકાય.. સંજય જોશી (સામાજિક કાર્યકર)
સોશિયલ મીડિયાની અસર વધી : અમદાવાદના સામાજિક કાર્યકર સંજય જોષી સાથે મહિલાઓના ગુમ થવાને લઇને ઈટીવી ભારત દ્વારા વાતચીત કરવામાં આવી હતી. તેમણે આપેલી માહિતી અનુસાર કોરાનાકાળની નવરાશ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અસર તરફ ધ્યાન આપવાની જરુર છે.