ETV Bharat / state

G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે

ભારતમાં પરંપરાગત આયુર્વેદિક દવાઓનું આગવું વિજ્ઞાન છે. જેને વિશ્વના મંચ પર માનસન્માન મળી રહ્યું છે. ગાંધીનગરમાં 17 ઓગસ્ટથી યોજાનારી જી20 જૂથની બેઠકમાં આરોગ્ય વિષયક ચર્ચાસત્ર યોજાવાના છે. ત્યારે વિશેષ ચર્ચાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્યપ્રધાનોને સંબોધન કરવામાં આવશે.

G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે
G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે
author img

By

Published : Aug 14, 2023, 8:57 PM IST

જી20 જૂથની બેઠકમાં આરોગ્ય વિષયક ચર્ચાસત્ર

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં ભારત દેશને G20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. ત્યારે આવનારા 17 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ સુધી ગાંધીનગરમાં આરોગ્ય મુદ્દે G20ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર વિશ્વને ભારતની આયુર્વેદિક દવાઓ, દવાઓની અસર અને આરોગ્ય પર આયુર્વેદિક દવાઓ બાબતે વિશેષ ચર્ચા સાથે સમગ્ર વિશ્વ આયુર્વેદિક દવાઓ તરફ વળે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આરોગ્ય બેઠકમાં વિડીઓ કોનફરન્સના માધ્યમથી સંબોધન કરશે.

4થી આરોગ્ય કાર્યકારી જૂથ બેઠક : બેઠક બાબતે ગુજરાત રાજ્યના G20 નોડલ ઓફિસર મોના ખંધારે જણાવ્યું હતું કે 4થી હેલ્થ વર્કિંગ ગ્રુપ ડેપ્યુટીઓની બેઠક 17 ઓગસ્ટ, 2023ના રોજ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર વિભાગના પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સુધાંશ પંતની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શરૂ થશે.

આ મીટિંગ દરમિયાન ‘G20 ઈન્ડિયા હેલ્થ ટ્રેક ફોકલ પોઈન્ટ, ભારત સરકાર દ્વારા આઉટકમ ડોક્યુમેન્ટનો ઓવરવ્યૂ’ પણ થશે. દિવસભર ચાલનારી આ ઈવેન્ટમાં 'ભારતના G20 પ્રેસિડેન્સી હેલ્થ ટ્રેક ફોકલ પોઈન્ટની આગેવાની હેઠળના ડ્રાફ્ટ ડિક્લેરેશન પર લાઈવ નેગોશિયેશન્સ' દ્વારા આઉટકમ ડોક્યુમેન્ટને અંતિમ રૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે બે સત્રોમાં વિભાજિત હશે. સમાપન સત્ર પછી WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ, વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023 અને ઈન્ડિયા મેડટેક એક્સ્પો 2023 જેવી વિવિધ થીમ પર એક એક્ઝિબિશન ટુરનું આયોજન કરવામાં આવેલ છે...મોના ખંધાર(G20 નોડલ ઓફિસર)

આટલા મુદ્દાઓ પર ચર્ચા : નોડલ ઓફિસર મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે વૈશ્વિક નેતાઓ વચ્ચે સહયોગી ચર્ચાઓને પ્રોત્સાહન આપીને પ્રવાસન, કુદરતી આપત્તિના જોખમમાં ઘટાડો, પર્યાવરણ અને ક્લાઇમેટ સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર મહત્વપૂર્ણ G20 કાર્યકારી જૂથની બેઠકોનું આયોજન કર્યું છે. 19 ઓગસ્ટે ગાંધીનગરમાં જી20 સભ્ય દેશોના આરોગ્ય અને નાણાપ્રધાનોની એક સંયુક્ત બેઠક યોજાશે. વેક્સિન, થેરાપ્ટિક્સ અને ડાયાગ્નોસ્ટિક્સ (VTDs) જેવા સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને પોસાય તેવા તબીબી ચિકિત્સા ઉપાયોની ઉપલબ્ધતા અને પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવો, યુનિવર્સલ હેલ્થ કવરેજ અને હેલ્થકેર સર્વિસ ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ હેલ્થ ઈનોવેશન અને સોલ્યુશન્સ પર ખાસ ચર્ચા કરવામાં આવશે.

વિદેશી ડેલિગેટની ઉપસ્થિતિ : આ કાર્યક્રમોમાં વિવિધ દેશોના મહત્વપૂર્ણ મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમાં શ્રીલંકાના સ્વદેશી દવાના રાજ્યપ્રધાન જે.એ. સિસિરા કુમારા જયકોડી, ડૉ. કાર્લા વિઝોટ્ટી (આર્જેન્ટિના), ડેચેન વાંગમો (ભુટાન), બાઉનફેંગ ફૌમાલયસિથ (લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક), મોહન બહાદુર બસનેટ (નેપાળ), ડો. ઓડેતે મારિયા ફ્રેઇટાસ બેલો (તિમોર-લેસ્તે) સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે.

આરોગ્યપ્રધાનોની બેઠકને સંબોધશે પીએમ મોદી : હેલ્થ ટ્રેકના બીજા ભાગમાં આરોગ્યપ્રધાનોની બેઠક આયોજિત થશે, જે 18 ઓગસ્ટ, 2023થી શરૂ થશે. ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર વિભાગના કેન્દ્રીયપ્રધાન ડૉ. મનસુખ માંડવિયા, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલ અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સુધાંશ પંત પણ ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે.

આયુર્વેદિક દવાઓ બાબતે વિશેષ ચર્ચા : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય કટોકટી નિવારણ, તૈયારી અને પ્રતિભાવ (વન હેલ્થ અને એએમઆર પર કેન્દ્રિત) પર યોજાશે. પહેલા સત્રમાં બેઠકમાં પધારેલા મહાનુભાવો 'પ્રોગ્રેસ ઓન પ્રાયોરિટી વન એન્ડ વે ફોરવર્ડ' વિશે ચર્ચા કરશે જેમાં ટ્રોઇકા, સભ્ય રાજ્યો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે. WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ સાથે પેનલ ડિસ્કશન' પર ઇન્ટરફેઝ સેશન 1 અને 'વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા 2023 સાથે પેનલ ડિસ્કશન' પર ઇન્ટરફેઝ સત્ર 2નું આયોજન કરવામાં આવ્યું છે.

સાંસ્કૃતિક પ્રવાસ અને ગાલા ડીનર : તમામ સત્રો બાદ એક એક્ઝિબિશન ટુરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિનિધિઓ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ, વન અર્થ વન હેલ્થ- એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023 અને ઈન્ડિયા મેડટેક એક્સ્પો 2023ની મુલાકાત લેશે. દિવસનો અંત સાંસ્કૃતિક રાત્રિ અને ગાલા ડિનર સાથે થશે.

  1. G20 WOMEN EMPOWERMENT : ગાંધીનગરમાં G20 એમ્પાવર સમિટ, મહિલાઓ માટે ખાસ આયોજન..
  2. G20 Infrastructure Investors Dialogue: 2022-23ના વર્ષમા ગુજરાતે 4.7 બિલીયન ડોલરથી વધુ FDI મેળવ્યું- CM ભૂપેન્દ્ર પટેલ
  3. G20 Summit : 13 વર્ષ બાદ FATF ભારતનું મની લોન્ડરિંગની કરશે તપાસ, ક્રિપ્ટો કરન્સી પર સરકારની નજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.