ETV Bharat / state

Gandhinagar News : 6 ફેબ્રુઆરીએ રજૂ કર્યો હતો અહેવાલ, હવે સરકારનો હુકમ ફરજીયાત બાલવાટિકામાં પ્રવેશ લેવો પડશે - બાલવાટિકામાં પ્રવેશ

નવી કેન્દ્રીય શિક્ષણનીતિનો અમલ શૈક્ષણિક વર્ષ જૂન 2023 થી લાગુ થયો છે. જે અંતર્ગત સરકારનો હુકમ થયો છે કે સિનિયર જુનિયર પછી બાળકોને પ્રથમ ધોરણમાં નહીં પણ ફરજિયાત બાલવાટિકામાં પ્રવેશ મેળવવો પડશે.

Gandhinagar News : 6 ફેબ્રુઆરીએ રજૂ કર્યો હતો અહેવાલ, હવે સરકારનો હુકમ ફરજીયાત બાલવાટિકામાં પ્રવેશ લેવો પડશે

author img

By

Published : Apr 29, 2023, 8:49 PM IST

ગાંધીનગર : રાજ્યમાં નવી કેન્દ્રીય શિક્ષણ નીતિનો અમલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ જૂન 2023થી લાગુ કરવામાં આવશે. આ નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યના શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ખરા ફેરફારો થશે. ત્યારે 6 ફેબ્રુઆરી 2023 ના રોજ ETV BHARAT દ્વારા બાલવાટિકામાં પ્રવેશ મુદ્દે અહેવાલ રજૂ કર્યા હતાં. ત્યારે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા 28 એપ્રિલના મોડી સાંજે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોને જુનિયર, સિનિયર બાદ પ્રથમ ધોરણ નહીં પરંતુ બાલવાટિકામાં પ્રવેશનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

6 વર્ષ વયની શરતો પૂર્ણ કરવા માટે જોગવાઈ : કેન્દ્રીય શિક્ષણનીતિ અનુસાર જે બાળકને 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા જ બાળકોને ધોરણ 1માં પ્રવેશ મેળવી શકશે. જેને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બાળકના મગજમાં 85ટકા વિકાસ છ વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે ત્યારે બાળકના મગજનો યોગ્ય વિકાસ તથા શારીરિક વૃદ્ધિ માટે શરૂઆતના છ વર્ષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને ધ્યાનમાં લઈને જ વર્તમાન શિક્ષણ એક માળખામાં 3થી 6 વય જૂથના બાળકોને સમાવેશ થતો ન હોવાથી શૈક્ષણિક માળખામાં પરિવર્તન કરી 5+3+3+4 મુજબ શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબધિત માળખાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં ત્રણ વર્ષની ઉંમરથી જ પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Vadodara Parents Protest 6 વર્ષના બાળકને ધોરણ 1માં પ્રવેશનો નિયમ આવતા વર્ષથી લાગુ કરો, વાલીઓની માગ

નવી શિક્ષણનીતિ પ્રમાણે અભ્યાસનું માળખું : નવી શિક્ષણનીતિ પ્રમાણે અભ્યાસનું માળખું કેટલાક ચરણમાં રજૂ કરાયું છે. જેમાં એક, પૂર્વ પ્રાથમિકના ત્રણ વર્ષ તે પૈકી બાળકની ઉંમરના ત્રણ વર્ષથી પાયાના તબક્કામાં શરૂઆતના બે વર્ષ આંગણવાડી પૂર્વ પ્રાથમિકની રહેશે. ત્યાર પછીનું એક વર્ષ એટલે કે પાંચથી છ વર્ષ સુધીની ઉંમરમાં ધોરણ એક પહેલાનું વર્ષ બાલવાટિકા તરીકે ઓળખવામાં આવશે અને જુનિયરથી ધોરણ 2 સુધીના શિક્ષણને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાશે. બે, ધોરણ ત્રણથી ધોરણ પાંચ સુધીના શિક્ષણને પ્રારંભિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવશે. ત્રણ, ધોરણ છ થી ધોરણ આઠ સુધીના શિક્ષણને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાશે અને ચાર, ધોરણ નવથી 12 સુધીના શિક્ષણને માધ્યમિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવશે.

નવી કેન્દ્રીય શિક્ષણનીતિનો અમલ અને સ્પષ્ટતાઓ

બાલવાટિકા માટે સરકારે કર્યો પરિપત્ર : છ ફેબ્રુઆરી 2023 ના રોજ ઈટીવી ભારત દ્વારા બાલવાટિકાના અભ્યાસ અંગેનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે એપ્રિલ માસના અંતિમ દિવસોમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાલવાટિકાના અભ્યાસ બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં આવેલી સરકારની તથા અનુનાદિત પ્રાથમિક શાળાઓ કે જે ધોરણ 1થી શરૂ થતી હોય તે તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24 થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવશે. જ્યારે સ્વનિર્ભર શાળાઓ પણ સરકાર નિયત કરે તે બાલવાટિકાના વર્ગો ફરજિયાત શરૂ કરવામાં આવશે. આમ શૈક્ષણિક વર્ષ 2023-24 ની પહેલી જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો Gujarat Govt Decision : ફરજિયાત બાલવાટિકામાં પ્રવેશ મેળવવો પડશે, નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ નિયમમાં ફેરફાર

શાળામાં શિક્ષકો ભરતી બાબતે સ્પષ્ટતા : નવી શિક્ષણનીતિ નિયમને ધ્યાનમાં લઈને પાંચ વર્ષ પૂર્ણ થયા હશે તેવા બાળકને બાલવાટિકામાં અને છ વર્ષ પૂર્ણ થયા હશે તેવા બાળકને ધોરણ એકમાં પ્રવેશ માટેની જોગવાઈ છે. ત્યારે રાજ્યની તમામ સરકારી અને અનુનાદિત શાળાઓમાં બાલવાટિકા વર્ગ શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બાલવાટિકામાં શિક્ષકની જરૂરિયાત ઉપસ્થિત થાય તો ઓછામાં ઓછી પ્રાથમિક શિક્ષણ પ્રમાણપત્ર એટલે કે પી.ટી.સી કરેલા અને બી.એડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શિક્ષક તરીકેની નિમણૂક આપવી તેવી પણ જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

કઈ શાળાઓમાં બાલવાટીકા નિયમ લાગુ નહીં થાય : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફક્ત સરકારી અને અનુદાનિત શાળાઓમાં જ બાલવાટિકાનો નિયમ લાગુ કરવામાં પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જ્યારે સ્વનિર્ભર શાળાઓમાં પણ સરકાર નિયત કરે તે વસ્તી બાલવાટિકાના વર્ગો ફરજિયાત શરૂ કરવાના રહેશે. આ ઉપરાંત અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી શરૂ થતી હોય ત્યાં આગામી શૈક્ષણિક વર્ષ 2023 24 થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે.

આશ્રમશાળામાં શું : રાજ્ય સરકારના અન્ય વિભાગો દ્વારા સંચાલિત આશ્રમ શાળાઓમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે નિવાસ સાથેની શિક્ષણ વ્યવસ્થા હોય છે. જ્યારે બાળકોની વય કક્ષાને ધ્યાને લેતા આશ્રમશાળાઓમાં બાલવાટિકાના વર્ગો શરૂ નહીં કરવાના રહે. પરંતુ અન્ય શાળા અથવા તો નજીકની આંગણવાડીમાં બાલવાટિકાનો અભ્યાસ પૂર્ણ કરીને આવનાર બાળકોને પણ આશ્રમશાળામાં ધોરણ 1માં પ્રવેશ આપી શકાશે.

આંગણવાડી અને પ્રાથમિક શાળામાં એક વર્ગનો વધારો થશે : રાજ્ય સરકારની આંગણવાડીઓ પ્રાથમિક શાળાઓ તથા ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને બાલવાટિકા નામના એક વર્ગનો પણ વધારો કરવામાં આવશે. જેની પ્રોસેસ પણ જે તે શાળા દ્વારા કરવામાં આવશે અને શિક્ષણ વિભાગ તેને મંજૂરી પણ આપશે. આમ જૂન મહિનાથી શરૂ થઈ રહેલ નવા શૈક્ષણિક વર્ષમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં જુનિયર કેજી સિનિયર કેજી બાદ બાલવાટિકાના વર્ગો પણ શરૂ કરવામાં આવશે અને 6 વર્ષની ઉંમર શરૂ થયા બાદ જ બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.

વાલીઓએે એક વર્ષ વધારે ફી ભરવી પડશે : રાજ્ય સરકાર દ્વારા જે રીતે નિર્ણય લેવામાં આવશે ત્યારે તે અનુસાર તમામ બાળકોને 3 વર્ષ સુધી જુનિયર કેજી સિનિયર કેજી અને બાલવાટિકામાં અભ્યાસ કરવો પડશે. જ્યારે હાલ વર્તમાન સમયમાં બાળકને ફક્ત સિનિયર કેજી અને જુનિયર કેજીમાં જ અભ્યાસ કર્યા બાદ ધોરણ એકમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે. ત્યારે નવા શિક્ષણ નીતિના નવા નિયમના કારણે બાળકને એક વર્ષ બાલવાટિકામાં પસાર કરવું પડશે. જેથી વાલીઓ માટે 1 વર્ષની વધારે ફી પણ ભરવી પડશે. જ્યારે બાળકને પણ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે એક વર્ષ વધારે ભણવું પડશે. જ્યારે બાલવાટિકામાં ધોરણ 1ના અમુક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.