ગાંધીનગર : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનો ભાજપ સાથે હાથ મિલાવી ભાજપમાં જોડાયાં હતા. ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બરોડા ડેરીના ડિરેક્ટર અને એપીએમસી સંખેડાના ડિરેક્ટર ક્રિપાલસિંહ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. વર્ષોથી કોંગ્રેસમાં રહી પક્ષ માટે કામ કરનાર એવા ડેરીના ડિરેક્ટર ક્રિપાલસિંહ સાથે સહકારી આગેવાનો પણ કેસરિયો ધારણ કરી ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા જોડાયેલા હોદ્દેદારો તેમજ આગેવાનોને ભાજપમાં જોડાવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
-
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના નેતૃત્વમાં વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત| સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/VEGa24D9qa
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના નેતૃત્વમાં વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત| સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/VEGa24D9qa
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2023Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના નેતૃત્વમાં વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત| સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/VEGa24D9qa
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2023
ડેરી ઉદ્યોગ નવા શિખર સર થશે : ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વડોદરા જિલ્લા અને છોટઉદેપુરના સહકારી આગેવાનોને ભાજપમાં પ્રવેશ બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. તેમના થકી આવનારા દિવસોમાં બરોડા ડેરી ઉદ્યોગના નવા શિખરો સર થાય અને તમામ આગેવાનોની કાર્યકુશળતા કામ આવે તેવા પ્રયત્નો સાથે ભારતીય જનતા પાર્ટી તમામ આગેવાનો એકસાથે કામ કરશે તેવો વિશ્વાસ આ તકે વ્યક્ત કરાયો હતો.
આ પણ વાંચો Baroda Dairy: બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું
આક્ષેપો અંગે ખુલાસો : જોકે વડોદરા ડેરીના સંચાલનમાં થયેલા આક્ષેપો બાબતે પૂછવામાં આવતાક્રિપાલસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે તે વખતે ડેરીમાં ભાવ વધારાને કારણે આક્ષેપો થયા હતા અને એ વખતે માત્ર દૂધ ઉત્પાદકોને સર ભાવ મળે એ ઉદ્દેશ્ય ધ્યાને રાખી ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જોકે ડેરીમાં આક્ષેપો પ્રતિઆક્ષેપો થયા કરે, અને જો કોઈ કોભાંડ હશે તો તપાસ બાદ બહાર આવશે જ તેવું ડેરીના ડિરેક્ટર ક્રિપાલસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પાર્ટીમાં જોડાવાનો આનંદ : વધુમાં વર્ષોથી કોંગ્રેસમાં સેવા આપી હવે ભાજપમાં પ્રવેશ કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ એક સર્વોપરી રાષ્ટ્ર હિતને ધ્યાને રાખી કામ કરનારી પાર્ટી છે. ભાજપ થકી જ આવનારા સમયમાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવી અનેક યોજનાઓ મારફતે ખેડૂતોને લાભ મળે છે. તેથી જ દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે અને સારી અને સાચી દિશા મળે તેવા આશયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો આનંદ છે. આવનારા દિવસોમાં પાર્ટી દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને કાર્યો કરવા માટે પણ આગેવાનોને પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.