ગાંધીનગર : નવા શૈક્ષણિક વર્ષ 2023-24ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોના અભ્યાસ અને ભણતર પર અનેક પ્રશ્નો ઉઠ્યા છે, વિજ્ઞાન ભૂસ્તરના કમિશનર ધવલ પટેલે પણ રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવને સંબોધીને લખેલા પત્રમાં શિક્ષણની ખરાબ પરિસ્થિતિ દર્શાવી હતી. ત્યારે હવે રાજ્યનું શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. હવે નબળી શાળાઓ ઉપરાંત સારું પરિણામ ધરાવતી તમામ શાળામાં વિદ્યાર્થીઓ માટે માસિક પરીક્ષા 15-15 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં તેનું પ્રશ્નપત્ર પણ શિક્ષણ બોર્ડ દ્વારા જ નક્કી કરવામાં આવશે.
ધોરણ 10માં 157 શાળાનું પરિણામ 0 ટકા : રાજ્ય શિક્ષણ બોર્ડ ધોરણ 10માં ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ 157 નોંધાઇ છે. આ આંકડામાં પણ ગત વર્ષ 2022 કરતાં વધારો થયો છે, શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી મુજબ માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં કુલ 121 શાળાઓ એવી હતી કે જેનું પરિણામ શૂન્ય હતું. પરંતુ માર્ચ 2023 માં કુલ 36 શાળાનો વધારો થઈને 157 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ 22 જેટલો ઘટાડો આ વર્ષે નોંધાયો છે. વર્ષ 2022માં 294 જેટલી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. ત્યારે 2023ની પરીક્ષામાં 272 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. ધોરણ 10માં 147 શાળાઓ પરિણામ 00 ટકા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 44 શાળાનું પરિણામ પરિણામ 10 ટકા ઓછું છે અને વિજ્ઞાનપ્રવાહમાં 9 કેન્દ્રોનું 40 ટકા ઓછું પરિણામ છે.
ગુજરાત સરકાર કરશે શાળાનું નિરીક્ષણ : શાળાઓમાં ભણતાં બાળકોનું અભ્યાસનું સ્તર ચિંતા કરાવે તેવું છે ત્યારે શાળાઓનું નિરીક્ષણ સરકાર દ્વારા કરવામાં આવશે. જેમાં હવે શિક્ષણ બોર્ડ જ પરીક્ષાનું આયોજન કરશે. પરિણામ સુધારવા માટે માસિક પરીક્ષાનું આયોજન કરાશે, દર મહિનાની ફિક્સ તારીખે પરીક્ષા લેવામાં આવશે.
વિદ્યાર્થીઓનું અને શાળાઓનું પરિણામ સુધારવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દર 15 દિવસે સ્કૂલમાં જેટલો અભ્યાસ કરાવવામાં આવ્યો હશે તેટલા અલગ અલગ વિષયની તબક્કા વાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રનો સેટ તૈયાર કરવામાં આવશે અને તે સેટ છે તે સ્કૂલ પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરશે. આ પ્રશ્નપત્ર પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે આ પરીક્ષાના પેપર ઘરે વાલીઓને પણ મોકલવામાં આવશે. ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા ગમે તે સમયે ગમે તે શાળામાં અને જિલ્લાઓમાં પરીક્ષા બાબતે તપાસ પણ કરવામાં આવશે. આમ ધોરણ 9થી 12 સુધીના 15-15 દિવસની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે...એમ. કે. રાવલ(શિક્ષણ બોર્ડના નાયબ નિયામક )
વિદ્યાર્થીઓ થશે ફાયદો : શિક્ષણ બોર્ડના નાયબ નિયામક એમ કે રાવલે આ ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ જાન્યુઆરીથી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે 15-15 દિવસની પરીક્ષાઓ છે. તેમાં વિદ્યાર્થીઓ પહેલેથી જ તૈયારીઓ કરશે અને અંતિમ પરીક્ષાનું રિઝલ્ટ પણ સારું આવશે. આમ પરિણામ સારું આવવાના કારણે વિદ્યાર્થીઓ અને શાળાઓને બંનેને ફાયદો થશે.
શિક્ષણપ્રધાન ખુદ શાળામાં જઈને સમીક્ષા કરશે : ઓછા પરિણામ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર 31 મેંના રોજ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સમીક્ષાઓ કરવામાં આવશે અને જે વિસ્તાર અને કેન્દ્રમાં ઓછા પરિણામ છે ત્યાં હું પોતે જ તે જગ્યાએ મુલાકાત કરીશ અને ખૂટતી સુવિધાઓને ઉપર ચર્ચા કરીને તમામ સુવિધાઓ આપવામાં આવશે. ત્યારે હવે શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે પોતાના રાજકીય પ્રવાસ દરમિયાન જિલ્લાની કોઈ પણ શાળાની મુલાકાત કરે છે, અત્યારસુધીમાં 9 જિલ્લાની આશરે 100 જેટલી શાળાની મુલાકત કરી છે.
અમદાવાદ શહેરની 17 શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા પરિણામમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અમદાવાદ શહેરની કુલ 17 જેટલી શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. જ્યારે 19 શાળાઓનું પરિણામ 11 થી 20 ટકા 33 શાળાનું પરિણામ 21 થી 30 ટકા અને 54 શાળાનું પરિણામ 31 થી 40 ટકા સુધી નોંધાયું છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી ફક્ત ત્રણ જ શાળા અમદાવાદ શહેરમાં છે. જ્યારે સૌથી વધુ સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 29 જેટલી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. જ્યાં ઉપરાંત દાહોદ જિલ્લાની એક પણ શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું નથી.
ઓછા પરિણામના કયા કારણો સામે આવ્યાં : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનેક શાળાઓનું પરિણામ 0 ટકા 10 ટકા અથવા તો 40 ટકા થી ઓછું પરિણામ સામે આવ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આવી શાળાઓ બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં મળતી માહિતી પ્રમાણે શાળામાં બાળકોની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે આ પરિણામ ઓછું આવ્યું છે. જ્યારે અમુક શાળાઓમાં તો પાંચથી છ જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતાં અને આ તમામ લોકો નાપાસ થતા શાળાનું પરિણામ ઝીરો ટકા સામે આવ્યું છે. ત્યારે આવી તમામ શાળાઓ બાબતે પણ રાજ્ય સરકાર આગામી દિવસોમાં પગલાં ભરશે. ઓછા બાળકો ધરાવતી શાળાઓનો કલસ્ટર બનાવીને એક શાળા પણ તૈયાર કરવામાં આવશે.
ધોરણ 10 પરિણામની ટકાવારી શાળાની સંખ્યા : 2023 બોર્ડ પરીક્ષાઓમાં 0 ટકા પરિણામ ધરાવતી 221 શાળાઓ છે. જ્યારે 0 થી 10 ટકા પરિણામ 315 શાળાઓ, 11 થી 20 ટકા પરિણામ 393 શાળાઓ, 21થી 30 ટકા પરિણામ 563 શાળાઓ, 31થી 40 ટકા પરિણામ 905 શાળાઓ, 41થી 50 ટકા પરિણામ 1346 શાળાઓ, કુલ 3743 શાળાનું પરિણામ 50 ટકાથી ઓછું, 12 સામાન્ય પ્રવાહમાં 44 શાળાઓ પરિણામ 10 ટકા ઓછું આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની સ્થિતિ : જ્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ 44 શાળાઓનું પરિણામ 0 થી 100 ટકા આવ્યું છે. આમ આ તમે શાળાઓનો શોર્ટ આઉટ કરીને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માહિતી પણ મંગાવવામાં આવી છે. ત્યારે કયા કારણોથી પરિણામ ઓછું આવ્યું તેનું પણ વિગતો મંગાવવામાં આવી છે. જ્યારે રાજ્ય શિક્ષણ પાસે પરિણામ ઓછું આવવાના અનેક કારણો સામે આવ્યા છે.
- Gujarat Education: સડેલું શિક્ષણ, ધો. 8ના વિદ્યાર્થીને વાંચતા નથી આવડતું, IAS ધવલ પટેલે લખ્યો પત્ર
- New Education Policy in Gujarat : છઠ્ઠા ધોરણથી મોટી પરીક્ષાઓની તૈયારીઓ કરાવાશે, આર્મી અને પોલીસની તૈયારીઓ સાથે શિક્ષણનું આયોજન
- Kuber Dindor Vadodara Visit: ડિંડોરે કહ્યું, બાળકનું એક વર્ષ ન બગડે એ માટે બાલવાટિકાની વ્યવસ્થા