ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પક્ષને 42 બેઠકો આમ આદમી પાર્ટીને એક અને કોર્પોરેશનમાં કોંગ્રેસને ફક્ત એક જ બેઠક પ્રાપ્ત થઈ છે, ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે રૂપિયા, દારૂ અને ચવાણું વેચાયા હોવાની વિગતો ફરીથી સામે આવી છે. જે અંતર્ગત એક વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર ભરત ગોહિલનો ઓડિયો પણ વાયરલ થયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ક્યાં કારણો સર ઓડિયો વાઈરલ થયો ? : ગાંધીનગર શહેરના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મળતી માહિતી પ્રમાણે વોર્ડ નંબર ત્રણમાં રવિવારના રોજ એક શ્વાન મૃત્યુ પામ્યો હતો. ત્યાંના રહીશ બાબુલાલે કોર્પોરેટરને ડેડબોડી હટાવવા માટેનો ફોન કર્યો હતો, પરંતુ રવિવાર હોવાના કારણે કોર્પોરેશનમાંથી કોઈ આવી શકશે નહીં તેવો પ્રતિ ઉત્તર આપ્યો હતો, જ્યારે કોર્પોરેટર ભરત ગોહિલે ઓડિયો ક્લિપમાં નિવેદન આપ્યું હતું કે, તમારા સમાજના લોકોને 500 500 રૂપિયા, દારૂ સને ચવાણું આપ્યું છે એટલે લોકોએ મત આપ્યા છે.
આ પણ વાંચો : Amreli News : લોકગીતના તાલે જુમી ઉઠ્તા રૂપાલા પર ચલણી નોટોનો વરસાદ, વિડીયો વાયરલ
ઓડિયો કલીપની વાતો
કોર્પોરેટ : બોલો બાબુ લાલ
બાબુલાલ : અરે ભાઈ કૂતરો મરી ગયો છે છાપરામાં છેલ્લે
કોર્પોરેટર : તો સફાઈ કામદારને બોલાવીને નંખાઈ દો
બાબુલાલ : 3-4 જણા ને કીધું પણ કોઈ આવતું નથી
કોર્પોરેટર : પેથાપુર વાળા નહીં આવતા હોય
બાબુલાલ : તો શું કરવાનું
કોર્પોરેટર : તો નંખાઈ દો, હું તો થોડી નાખી શકું, આજે રવિવાર છે કોઈ નહીં આવે બાબુલાલ
કોર્પોરેટર : બોલો બાબુલાલ
બાબુબલ : તમે કોર્પોરેટર બન્યા પણ અમારા કોઈ કામ ન નહીં
કોર્પોરેટર : તમારા માટે ક્યાં કામની વાત આવું તમે ના બોલો
બાબુલાલ : મેં અત્યારે કોર્પોરેશનને ફોન કરીને બધું કરી દીધું
કોર્પોરેટર : હા તો કરી લેવાનું યાર બાબુલાલ
બાબુલાલ : તમને કેમ ચૂંટાઈ ને લાવ્યા ?
કોર્પોરેટર : કોને ચૂંટાયા
બાબુલાલ : કેમ અમે વણઝારા સમાજે ના ચૂંટાયા
કોર્પોરેટર : ધરા વણઝારા સમાજને 500 500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યા એટલે મત આપ્યા છે. મારી વાત સાંભળો બાબુલાલ જે લોકો લેવા આવ્યા હતા એ તમામને આપ્યા છે
બાબુલાલ : જે ને આપ્યા એમને કે
કોર્પોરેટર : આવી રીતે બદલા પૂર્વક કેમ વાતો કરે છે ભાઈ
બાબુલાલ : વિડિઓ મોકલું ? તમે કામ નથી કરતા એ ?
કોર્પોરેટ : અરે......તમે કામ કરતા ? કોણ કહે છે કામ નથી કરતા ?
બાબુલાલ : કોર્પોરેટર બન્યા પછી પાવર આવી ગયો છે ?
કોર્પોરેટર : મારો પાવર તો પહેલેથી જ છે, તમે જે રીતે વાત કરો છો બાબુબાલ એવી રીતે જ જવાબ આપું છું ? નહીં કરવાનો મને ફોન,
બાબુલાલ : હા હો નહીં કરું ફોન
કોર્પોરેટર : હા તો નહી કરવાનો ફોન, .....લેજે જે ઉખાડવું હોય એ, ફોન જ કેમ કર્યો આટલી બધી ગરમી હોય તો ?
બાબુલાલ : હા તો તું હવે જોતો જા
કોર્પોરેટર : એમ પણ તું ક્યાં હતો ? મજા લેવા માટે ફોન કર્યો છે
બાબુલાલ : કોઈ મજા નહીં હમણાં વિડીયો મોકલું તાત્કાલિક કામ કર્યું
કોર્પોરેટર : મને વિડિયો મોકલવા નહીં બાબુલાલ, તમે જે કોઈ પણ હોય મોટી ટોપ, આપણી જોડે મજા નહીં આવે
બાબુલાલ : હાલ હેડ ફોન મુક.
આ પણ વાંચો : Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેન્ટીનમાંથી કીડી વાળો પફ મળ્યો, વિડીયો થયો વાયરલ
મને ફસાવવાનો ષડયંત્ર : ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટ ભરત ગોહિલે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ ઓડિયો મને પ્રાપ્ત થયો નથી અને મારે આવી કોઈ વ્યક્તિ જોડે આ પ્રકારની ચર્ચા થઈ નથી. મેં કોઈ પણ સમાજ માટે, કોઈ વ્યક્તિ માટે અપશબ્દ વાપર્યો નથી. મારે જે તે ભાઈ જોડે રૂબરૂ મળવાનું થયું હતું. પણ કોર્પોરેશનમાં રવિવારની રજા હતી, પરંતુ છતાં પણ થાય તો હું કામ કરવા તૈયાર હતો. જ્યારે મારે ટેલીફોનીક કોઈ સાથે ચર્ચા થઈ નથી, હું સેક્ટર 24માંથી અમદાવાદ જવા નીકળ્યો હતો, ત્યારે બાબુભાઈ મળ્યા હતા અને કૂતરું મરી ગયું હોવાને ફરિયાદ કરી હતી, પરંતુ રવિવારે હોવાથી હું પ્રયત્ન કરું છું તેટલું કહીને હું નીકળી ગયો હતો. પાછળની ઘટના જે ઓડિયો કે વિડિયો વાયરલ થયા છે. તે બાબતે કોઈ જ ખબર નથી. મારે ટેલિફોનિક કોઈ ચર્ચા પણ થઈ નથી. આ જે વ્યક્તિએ વાયરલ કર્યું છે તે રાજકીય બદ ઈરાદાથી કર્યું છે કે કોઈના કહેવાથી કર્યું છે, તે તપાસનો વિષય છે અને બાબુભાઈ મારા મિત્ર છે તેમની સાથે બેસીને ચર્ચા કરીશું.