- મતદાન સવારે 7:00 કલાકથી તમામ વોર્ડ પર શરૂ થઇ ચુક્યું છે
- મતદાન સાવ ધીમી ગતીએ જોવા મળી રહ્યું છે
- મથકો ઉપર કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે. શરૂઆતના કલાકો માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ જગ્યાએ ધીમું મતદાન રહ્યું છે. ત્યારે તમામ મતદાન મથકો ઉપર કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વયોવૃદ્ધ મતદારો માટે મત આપવા માટેની વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી હોય છે
લોકસભાની ચૂંટણી, વિધાનસભા ચૂંટણી અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વયોવૃદ્ધ મતદારો માટે મત આપવા માટેની વ્યવસ્થા ચૂંટણી પંચ અને ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે 99 વર્ષિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ માટે પણ ખાસ એક વિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્યાં પક્ષના કેટલા ઉમેદવાર ?
પાર્ટી | ઉમેદવાર |
ભાજપ | 44 |
કોંગ્રેસ | 44 |
આપ | 40 |
BSP | 15 |
NCP | 1 |
અપક્ષ | 10 |
વોર્ડ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા
વોર્ડ | ઉમેદવાર |
1 | 16 |
2 | 12 |
3 | 14 |
4 | 14 |
5 | 11 |
6 | 17 |
7 | 13 |
8 | 19 |
9 | 14 |
10 | 15 |
11 | 14 |
ગાંધીનગર મતદારોની સંખ્યા
વોર્ડ | પુરૂષ | મહિલા | કુલ |
1 | 9697 | 9128 | 18,825 |
2 | 11,949 | 10,993 | 22,944 |
3 | 10,911 | 10,348 | 21,259 |
4 | 14,459 | 12,808 | 27,268 |
5 | 11,287 | 10,716 | 22,049 |
6 | 13,171 | 12,163 | 25,334 |
7 | 11,204 | 10,574 | 21,778 |
8 | 15,575 | 14,888 | 30,464 |
9 | 16,714 | 16,390 | 33,106 |
10 | 15,306 | 14,761 | 30,068 |
11 | 15,106 | 14,179 | 29,285 |
કુલ | 1,45,378 | 1,36,993 | 2,82,380 |
કેટલા અધિકારીઓ રહેશે હાજર
- મદદનીશ અધિકારી - 5
- પોલિગ સ્ટાફ - 1775
- પોલીસ અધિકારીઓ/ જવાનો -1270
EVMની વિગતો
- BU મશીન - 431
- CU મશીન - 327
મતદાન મથકોની વિગતો
સંવેદનશીલ મતદાન મથકો | 129 |
અતિ સંવેદનશીલ મતદાન મથકો | 6 |
કુલ મતદાન મથકો | 284 |
5 તારીખે મત ગણતરી થશે
3 ઓક્ટોબરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે 5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે, આમ પાંચ તારીખે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાનની ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના નિયમો પ્રમાણે કોઈપણ વિજેતા થયેલા ઉમેદવારોએ સરઘસ કાઢવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, તેનું યોગ્ય પાલન થશે કે નહીં તે પણ સમજવું રહ્યું...