ગાંધીનગર: જિલ્લામાં ગેરકાયદેસર રીતે માટી વહન કરતા વાહનો ઉપર ભૂસ્તર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ સાબરમતી નદીમાં રેતી ચોરી કરતા માફિયાઓને ડ્રોન કેમેરા દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.
કલોલ તાલુકાના ધાનોટ ગામના તળાવના સર્વે નંબરમાથી તદ્દન બિન-અધિકૃત રીતે સાદીમાટીનુ ખનન કરી સરકારમા રોયલ્ટી ચુકવ્યા વિના ગેરકાયદેસર પ્રવૃતિ કરતા 02 ટ્રક, 01 જે.સી.બી. તેમજ 01 ટાટા હિટાચી મશીન સહિત 04 વાહનનો 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.