ETV Bharat / state

ડિફેન્સ એક્સપો 2022ના પ્રદર્શન નિહાળવા બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે

author img

By

Published : Oct 20, 2022, 10:10 PM IST

ગુજરાતના ગાંધીનગરમાં 18 ઓક્ટોબર 2022ના રોજ શરૂ થયેલા ડિફેન્સ એક્સપો (Defence Expo 2022 ) ત્રણ દિવસના અંતે પૂર્ણ થયો છે. જે બાદ હવે આ ડિફેન્સ એક્સપો (Gandhinagar Defence Expo 2022) જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં (Gandhinagar Defence Expo 2022 open to the public ) આવશે. જેમાં લોકોને નેવીની સબમરીન, એરફોર્સનું હેલિકોપ્ટર અને અલગ અલગ ગન સહિતના મશીનોની જાણકારી અને અનુભવોનો મોકો મળશે.

ડિફેન્સ એક્સપો 2022ના પ્રદર્શન નિહાળવા બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે
ડિફેન્સ એક્સપો 2022ના પ્રદર્શન નિહાળવા બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે

ગાંધીનગર ગુજરાતના ગાંધીનગરમાં 18 ઓક્ટોબર 2022ના રોજ શરૂ થયેલા ડિફેન્સ એક્સપો (Gandhinagar DefExpo 2022) ત્રણ દિવસના અંતે પૂર્ણ થયો છે. આ ત્રણ દિવસમાં રૂપિયા 40,000 કરોડના કુલ 441 જેટલા MOU સાઇન કરવામાં આવ્યા છે. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો હવે 21 અને 22 ઓક્ટોબર 2022ના રોજ આ ડિફેન્સ એક્સપો જાહેર જનતા માટે ખુલ્લો (Gandhinagar Defence Expo 2022 open to the public) મુકવામાં આવશે. જેમાં પ્રદર્શન નિહાળવા આવનારા લોકોને નેવીની સબમરીન, એરફોર્સનું હેલિકોપ્ટર અને અલગ અલગ ગન સહિતના મશીનોની જાણકારી અને અનુભવોનો મોકો મળશે.

ISRO દ્વારા તૈયાર કરવામાં આવેલા અને યુદ્ધકળા તથા જમીન, પાણી અને વાતાવરણના અભ્યાસ માટે બનાવવામાં આવેલા IMS BUS તથા ઇન્ડિયન ભૂતાન સેટેલાઇટ તેમજ અન્ય નેનો સેટેલાઇટ્સનો સમાવેશ થાય છે.

શું હશે આકર્ષણ જાહેર જનતા માટે ડિફેન્સના આકર્ષણોની જો વાત કરવામાં આવે તો ડિફેન્સ એક્સપો ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ (Helipad ground of Gandhinagar) ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાં એરફોર્સના જવાનો હેલિકોપ્ટર લઇને ગ્લેશિયર ચાઇના, લેહ લદાખ, કાશ્મીર અનેક પહાડી વિસ્તારમાં જ્યારે જતા હોય છે, ત્યારે કેવા પ્રકારના મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે અંગેની માહિતી આપતું એક કપ વિડીયો પણ એરફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને તે દર્શાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હેલિકોપ્ટરની એક રેપ્લિકા પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં જે તે વ્યક્તિને બેસાડીને હેલિકોપ્ટરમાં તમે ફરી ગયા હોય તેવો ખાસ અનુભવ કરાવશે.

સબમરીનનો અનુભવ ઇન્ડિયન નેવી દ્વારા દરિયાની વચ્ચોવચ અને દરિયાઈ સરહદ વિસ્તારમાં સબમરીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સબમરીનની અંદર કેવા પ્રકારનું વાતાવરણ હોય છે અને સબમરીનની અંદરથી બહાર કઈ રીતનું જોવા મળે છે. તે રીતનો અનુભવ પણ ડિફેન્સ એક્સપોમાં લોકો કરી શકશે. જ્યારે ડિફેન્સને ઉપયોગી એવી અનેક વસ્તુઓ કે જે ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનું પણ પ્રદર્શન જાહેર જનતા નિહાળી શકશે. આ ઉપરાંત યુદ્ધમાં વપરાતી ટેન્ક, એન્ટી મિસાઈલ, બ્રહ્માસ્ત્ર મિસાઈલ, ડ્રોન ટેકનોલોજી સહિતના સાધનોની માહિતી મળશે.

પ્રદર્શન નિહાળવા આવનારા લોકોને નેવીની સબમરીન, એરફોર્સનું હેલિકોપ્ટર અને અલગ અલગ ગન સહિતના મશીનોની જાણકારી અને અનુભવોનો મોકો મળશે.

કર્ણ કવચ સંપૂર્ણ સ્વદેશી બનાવટના આ કવચમાં સૈનિકોના શરીરની સંપૂર્ણ સુરક્ષા (Full body protection of soldiers) માટેની આવશ્યક વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે, બુલેટપ્રૂફ જેકેટ, બેલિસ્ટિક હેલ્મેટ, ટેક્ટિકલ ગ્લોવ્ઝ, ની પેડ્સ ઉપરાંત લેઝર ડેઝલર, મીની રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સહિતનાં સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે. આ ટેન્ક દિવસે તેમજ રાત્રે સંપૂર્ણ વિઝિબિલિટી સાથે 360 ડિગ્રીએ નજર રાખી શકે છે.

દક્ષ ડિફ્યુઝર DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ડિફ્યુઝર બોમ્બ, મોર્ટારને ડિફ્યુઝ કરવામાં તેમજ બે કિમીની રેન્જમાં મિસાઇલના વહન માટે આ વાહન અત્યંત ઉપયોગી છે.

નેનો તથા માઇક્રો સેટેલાઇટ્સ ISRO દ્વારા તૈયાર કરવામાં આવેલા અને યુદ્ધકળા તથા જમીન, પાણી અને વાતાવરણના અભ્યાસ માટે બનાવવામાં આવેલા IMS BUS તથા ઇન્ડિયન ભૂતાન સેટેલાઇટ (Indian Bhutan Satellite) તેમજ અન્ય નેનો સેટેલાઇટ્સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ વ્યાવસાયિક, સરકારી, શૈક્ષણિક તથા એપ્લિકેશન્સમાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વનો બની રહે તેમ છે.

તપસ (એડવાન્સ્ડ લોઇટરિંગ સિસ્ટમ) આ યાન મારણ માટે ઉપયોગી છે.

માઇન ફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટ આ સિવાય અહીં ભારતમાં વિકસાવવામાં આવેલી લાઇટ વેઇટ અને મીડીયમ રેન્જ ગન્સ, અનમેન્ડ ગાઇડેડ વ્હીકલ, વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઇટ સિમ્યુલેટર, વિશિષ્ટ પ્રકારના રડાર, રાજસ્થાનના રણ વિસ્તારો અને પંજાબના સરહદી વિસ્તાર માટે ખાસ બનાવવામાં આવેલું માઇન ફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટ (Mine Field Marking Equipment) Mk-ll સહિત લશ્કરની વિવિધ પાંખો દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક હથિયાર પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે વિશેષ આકર્ષણરૂપ બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.