ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા જાગો ગ્રાહક જાગોનું અભિયાન સતત કાર્યરત રાખવામાં આવે છે અને ગ્રાહકને બજારનો રાજા ગણવામાં આવે છે. પરંતુ અનેક ગ્રાહકો ગ્રાહક કોર્ટ સુધી પહોંચતા નથી. ગાંધીનગરના જાગૃત નાગરિકે એક્સપાયરી ગોળનું વેચાણ થવા મામલે પંકજ આહીરે ગાંધીનગર ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો.
કંપની અને ડી માર્ટને મોટો દંડ : 8 મહિનાની રાહ જોયા બાદ આ કેસ ચાલી જતાં ગાંધીનગર ગ્રાહક કોર્ટ દ્વારા ડી માર્ટને 100 રૂપિયાના ગોળને બદલે 1.10 લાખ રૂપિયાનો દંડ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ગ્રાહકોમાં વધુ જાણકારી પ્રાપ્ત થાય અને ગ્રાહકો જાગે તે હેતુથી આ કાર્ય કર્યું હોવાનું પંકજ આહીરે ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ગાંધીનગર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કર્યા બાદ કંપની દ્વારા મારો સંપર્ક પણ કરાયો હતો અને કેસ પરત ખેંચી લો અને આપણે સમાધાન કરી લઈએ તેવી પણ લાલચો આપવામાં આવી હતી. પરંતુ આ એક આરોગ્ય સાથે ચેડાં છે અને કોઈ પણ વ્યક્તિના આરોગ્ય સાથે ચેડાં થવા ન જોઈએ તેને ધ્યાનમાં લઈને જ આ કામગીરી કરવામાં આવી હતી જેથી અન્ય કંપનીઓ પણ સાવચેત રહે... પંકજ આહીર ( ગ્રાહક )
એક્સપાયરી ડેટનો ગોળ નીકળ્યો : સમગ્ર ઘટના બાબતે ફરિયાદી પંકજ આહીરે ઈટીવી સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે આઠ મહિના પહેલા હું ડી માર્ટ ગયો હતો અને ગોળની ખરીદી કરી હતી. પરંતુ બે ગોળ પૈકી એક ગોળ જે એક્સપાયરી ડેટનો હતો તે એક્સપાયરી ડેટના ઉપર ડી માર્ટ દ્વારા નવી તારીખો મૂકવામાં આવી હતી. આ સમગ્ર બાબતે ગાંધીનગરના ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ અને અરજી કરવામાં આવી હતી. ત્યારે આઠ મહિના બાદ ગાંધીનગર ગ્રાહક કોર્ટ દ્વારા ડી માર્ટ અને તેની અંદર ગોળ વેચતી ખાનગી કંપનીને સંયુક્ત રીતે એક લાખ દસ હજાર રૂપિયાના પેનલ્ટીનો હુકમ કરવામાં આવ્યો છે.
- Jamnagar News: જામનગરમાં બનતા ઓર્ગેનિક ગોળની જબરી છે માંગ, સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી બનાવાય છે ઓર્ગેનિક ગોળ
- Ahmedabad consumer court judgements: ક્લેમ નામંજૂર કરતી ઇન્શ્યોરન્સ કંપનીની મનમાની ઉપર ગ્રાહક કોર્ટે લગાવી રોક
- આખરે ન્યાય મળ્યો ખરો: ગ્રાહક કોર્ટે 11 વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું હતી ઘટનાં