ETV Bharat / state

Gandhinagar News : તમારું કામ દિલ્હીમાં ચેક થાય છે માણસને ગટરમાં ન ઉતારો, ધારાસભ્યો પદાધિકારીઓને CMની ટકોર

મહાનગરપાલિકા-નગરપાલિકાઓના વિકાસના કામો માટે ગાંધીનગરમાં ચેક વિતરણનો કાર્યક્રમ હતો. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓને ટકોર કરી છે. CM એ કહ્યું કે, બરાબર કામ કરજો તમારું કામ દિલ્હીમાં ચેક થઈ રહ્યું તેમજ ગટરની સાફ સફાઈ મશીનથી કરો, માણસને ગટરમાં ન ઉતારો.

Gandhinagar News : તમારું કામ દિલ્હીમાં ચેક થાય છે માણસને ગટરમાં ન ઉતારો, ધારાસભ્યો પદાધિકારીઓને CMની ટકોર
Gandhinagar News : તમારું કામ દિલ્હીમાં ચેક થાય છે માણસને ગટરમાં ન ઉતારો, ધારાસભ્યો પદાધિકારીઓને CMની ટકોર
author img

By

Published : Jul 21, 2023, 6:55 PM IST

વિકાસના કામો માટે ગાંધીનગરમાં ચેક વિતરણનો કાર્યક્રમ

ગાંધીનગર : રાજ્યના મહાનગરપાલિકા અને પાલિકાઓના વિકાસના કામ કરવા માટે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં CM ભુપેન્દ્ર પટેલે 1512 કરોડ રૂપિયા અલગ અલગ નગરપાલિકા અને મહાનગરપાલિકાને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન CM ભુપેન્દ્ર પટેલે ગટર સાફ કરવાના જેટીંગ મશીન પણ પાલિકાઓને આપ્યા હતા. ત્યારે CM ભુપેન્દ્ર પટેલે તમામ પદાધિકારીઓ ટકોર આપતા જણાવ્યું હતું કે, તમામ લોકો બરાબર કામ કરજો કરણ કે તમારૂ કામ દિલ્હીમાં ચેક થઈ રહ્યું છે.

રસ્તાઓની ખરાબ ગુણવત્તા સરકાર ક્યારે ચલાવશે નહીં, જે પણ કામ કરો એ કામની ક્વોલીટી સારી જ હોવી જોઈએ, ઉપરાંત રસ્તા પર ખાડા પડે તો એની બૂમ પડશે, ખરાબ રસ્તા અંગે જવાબદારી નક્કી થશે, હવે તમે કેવું કામ કરો છો, અને ક્યાં કચાશ રહી ગઈ છે, તેનો પણ અભ્યાસ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. પ્રજાને કોઈ હાલાકી ન પડે તેની જવાબદારી સંપૂર્ણ પણે રાખવી પડશે. કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતના વિકાસ સહિત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં થતા કામો પર સીધી નજર રાખતા હોય છે. જેથી તમે કોઈ કામ કરો છો તો બરાબર કરજો કારણ કે તમે જે કરેલા કામો છે તેની નોંધ છેક દિલ્હી સુધી લેવાય છે. - ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત મુખ્યપ્રધાન)

લાઈટ ગુલ થાય તો ફોન આવે : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અગાઉ પણ વીજળી બચાવવાની વાતો કરી છે, ત્યારે આજના કાર્યક્રમમાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તમામ જિલ્લાના અને મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓને સરકારી કચેરીઓમાં બિનજરૂરી લાઈટ, પંખા અને એસી બંધ રાખવા અને ખોટો વીજ વપરાશ થતો અટકાવાની સૂચના આપી છે. ઉપરાંત હવે રાજ્યમાં કોઈપણ જગ્યાએ એક કલાકથી વધુ લાઈટનો પ્રવાહ ઘટ્ટ થઈ જાય છે, ત્યારે લોકોના સીધા ફોન મુખ્યપ્રધાન કાર્યાલય સુધી આવતા હોવાની વાત ભુપેન્દ્ર પટેલ એ કરી હતી.

ચેક વિતરણનો કાર્યક્રમ
ચેક વિતરણનો કાર્યક્રમ

એક કર્મચારી તંત્રનું નામ રોશન કરી શકે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં વરસાદની પેર્ટન બદલાઈ છે. આની પાછળ ગ્લોબલ વોર્મિગ જવાબદાર છે. જેથી બને ત્યાં આગળ વૃક્ષોનું જતન કરવું અને રાજ્યને ગ્લોબલ વોર્મિગ જેવી પરિસ્થિતિ બચાવું, એક વ્યક્તિ તંત્રને બદનામ કરી શકે અને એક સરકારી કર્મચારી તંત્રનું નામ રોશન કરી શકે છે. આ સિવાય નગરપાલિકાને કેટલાક સૂચનો કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તમામ નગરપાલિકા ખાતે એક લેવલનું ગાર્ડન બનાવવું જોઈએ જેથી નગરપાલિકાની રોનકમાં વધારો થાય અને સાથેસાથે નગરપાલિકામાં ગ્રીનરી જોવા મળે.

માણસને ગટરમાં ન ઉતારો : ગુજરાતમાં ગટની અંદર કામ કરી રહેલા સફાઈ કર્મચારીઓનો મોતના સમાચાર પણ અનેક વખત સામે આવ્યા છે, ત્યારે આજે મુખ્યપ્રધાન પટેલે આ બાબત પર વિશેષ ધ્યાન આપ્યું હતું. જેમાં ગટર મેન હોલમાં ક્યાંય પણ માણસને સાફ-સફાઈ કરવા માટે ઉતરવું ન પડે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ખાસ મશીનો તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના આપવામાં આવ્યા છે, જ્યારે સરકારની કોઈપણ એજન્સી કોઈપણ સંજોગોમાં માણસને ગટરમાં ન ઉતારે તે બાબતનું પણ કડક રીતે ધ્યાન આપવાની વાત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નગરપાલિકા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓને કઈ હતી, આમ હવેથી ભવિષ્યમાં કોઈપણ સાફ-સફાઈ કર્મચારીઓનો ગટરમાં ગૂંગણામણથી મૃત્યુ ન થાય તે માટે પણ વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપી હતી.

  1. Gujarat High Court : સરકારને હાઇકોર્ટનો આદેશ, ગટર સફાઈ કામદારોના મોતના મામલે વળતર ચૂકવો
  2. Gujarat High Court : ગટર સફાઈ કર્મીનું મૃત્યુ થશે તો સત્તાધીશો રહેશે જવાબદાર, હાઇકોર્ટે ચિંતા કરી વ્યક્ત
  3. Bhavnagar News : શહેરમાં પ્લાસ્ટિક કચરાનું સામ્રાજ્ય, પ્રજાની જાગૃતિ વગર નિકાલ મુશ્કેલ, તંત્રની અનેક સ્કીમ ફેઈલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.