ગાંધીનગરના સ્વર્ણિમ સંકૂલ-1 ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં આજે અનામત મુદ્દે રાજ્ય સરકારે અગાઉ જે પરિપત્ર બહાર પાડ્યો છે, તે પરિપત્ર રદ કરવા માટે એસસી, એસટી, ઓબીસીની મહિલા ઉમેદવારો દ્વારા છેલ્લા 45 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ પત્ર હળવદના થાય તે માટે હવે સવર્ણ સમાજ દ્વારા જે મહિલાઓ છે, તે મહિલાઓ દ્વારા પણ આવેદનપત્ર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગત રોજ પણ જે પાટીદાર સમાજ દ્વારા પણ નીતિન પટેલને આ પરિપત્ર રદ ન કરવા માટેનું પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે મહિલાઓના સમર્થનના એસસી, એસટી, ઓબીસીના જે પ્રધાનો, સાંસદો છે, તે લોકોએ પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્ર લખીને રસ્તો કરવા માટેની પણ માંગ કરી છે, ત્યારે હવે અનામતનો મુદ્દો રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. જેને ધ્યાનમાં લઈને આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દો મહત્વનો રહેશે. આ સાથે જ રાજ્ય સરકાર આ પરિપત્રને મદદ કરે છે કે નથી કરતા તે અંગે પણ અનેક રિએક્શન અને એક્શન જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે, જે દુનિયાની આઠમી અજાયબી તરીકે સ્થાન પામ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી કેવડિયા કોલોની સુધી હવાઇ સેવા શરૂ કરવા માટેની પણ ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં થાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.