ETV Bharat / state

AYUSH Visa : આયુષ વિઝા લોન્ચ થશે, BAMS ડોક્ટર વિદેશમાં સારવાર કરશે, વિદેશીઓ ભારતમાં સારવાર મેળવી શકશે - આયુષ

ગાંધીનગરમાં G20 બેઠકોના સિલસિલામાં આરોગ્ય મુદ્દાઓને લઇ વિશ્વના રાજનેતાઓ અને અધિકારીઓ ચર્ચાવિચારણા કરવાના છે. ત્યારે આગામી સમયમાં આયુર્વેદિક ચિકિત્સકો વિદેશમાં સારવાર કરી શકે અને વિદેશી દર્દીઓ ભારતમાં આયુર્વેદિક સારવાર કરાવવા આવી શકે તે માટે આયુષ વિઝા લોન્ચ કરવામાં આવી શકે છે.

G20 Meeting in Gandhinagar : આયુષ વિઝા લોન્ચ થશે, બીએચએમએસ ડોક્ટર વિદેશમાં સારવાર કરશે, વિદેશીઓ ભારતમાં સારવાર મેળવી શકશે

author img

By

Published : Aug 16, 2023, 8:15 PM IST

Updated : Aug 17, 2023, 1:20 PM IST

આયુર્વેદિક સારવારને મહત્ત્વ

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં ભારતને G20નું યજમાન પદ પ્રાપ્ત થયું છે. જેના વધુ એખ સોપાનમાં ગાંધીનગરના મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી ખાતે આરોગ્યના મુદ્દાઓ સાથેની G20 બેઠક યોજવામાં આવશે. જેમાં ખાસ કરીને ભારત દેશની પ્રચલિત અને આર્યુવેદિક સારવારને મહત્વ આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આર્યુવેદિક ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વિદેશ જઈને દર્દીઓની સારવાર કરી શકશે. ઉપરાંત વિદેશના પ્રવાસીઓને ભારતમાં સારવાર અર્થે ખાસ સુવિધાઓ આપવામાં આવશે. જે બાબતનું ખાસ પોર્ટલ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા G20 દરમિયાન લોન્ચ કરશે.

ગાંધીનગર ખાતે શરૂ થનારી G20 આરોગ્ય બેઠકમાં આયુષ મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. વર્ષ 2014 સુધીમાં આયુષ દવાની માંગ ફક્ત 3 મિલિયન ડોલરની હતી જે હવે 24 મિલિયન ડોલર થઈ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના બાદ આતુવેદીક સારવાર અને દવાઓની માંગ માં 8 ગણો વધારો થયો છે, ત્યારે આરોગ્ય મુદ્દાની G20 બેઠકમાં 97 દેશોના વડાઓ સાથે ફક્ત આયુષ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સમગ્ર દેશમાં 12,500 જેટલા આયુષ કેન્દ્રો અને દેશના તમામ જિલ્લા તાલુકામાં યોગ કેન્દ્રો કાર્યરત થયા છે...રાજેશ કોટેચા(આયુષ, કેન્દ્રીય આરોગ્ય સચિવ)

વિદેશી દર્દીઓ માટે આયુષ વિઝા : આયુષના સચિવ રાજેશ કોટેચાએ ETV સાથે વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ગાંધીનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદિક સારવાર માટે વિદેશના નાગરિકો માટે આયુષ યોજનાની જાહેરાત કરી હતી તે માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા 21 દિવસ પહેલા જ આયુષ વિઝાની કેટેગરી શરૂ કરવામાં આવી છે. જેથી વિદેશના દર્દીઓ ભારત આવીને આયુર્વેદિક એલોપેથી અને યોગના માધ્યમથી સારવાર કરાવવી હોય તો તેવા દર્દીઓને આયુષ્ય આપવામાં આવશે. આમ વિદેશના લોકોને યોગ અને આયુર્વેદિક પદ્ધતિની સારવાર લેવા માટે ખાસ વિઝાની કેટેગરી પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.

આયુર્વેદથી વિશ્વમાં ભારતની છાપ અલગ બનશે. જે વિદેશી ડેલિકેટ છે આરોગ્ય બાબતની ચર્ચા માટે ગાંધીનગર આવી રહ્યા છે. તેવા વિદેશી ડેલીગેટને આયુર્વેદ હોસ્પિટલોની પણ મુલાકાત કરાવવામાં આવશે અને આયુર્વેદિક દવાઓ અને તેની અસરો વિશેની પણ માહિતી વિદેશી ડેલીગેસ્ટને આપવામાં આવશે...લવ અગ્રવાલ(કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ)

આયુષ હાલ 24 દેશમાં અમલી : રાજેશ આયુષના સચિવ રાજેશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ફક્ત 24 દેશોમાં આયુષનો વ્યાપ વધ્યો છે. પણ ગાંધીનગરમાં યોજાનારી G20 બેઠકમાં 99 દેશના ડેલીગેટ અને આરોગ્ય પ્રધાનો આવી રહ્યા છે. ત્યારે આ તમામ લોકો સાથે આયુષ બાબતની ખાસ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત દેશનું આયુષ સમગ્ર વિશ્વમાં ફેલાય તે માટે ખાસ આયોજન છે. ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જામનગરમાં આયુષ્ય સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેથી વધુમાં વધુ દેશોમાં આર્યુવેદિક અને યોગથી ઉપચારનું વિશેષ આયોજન છે.

  1. G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે
  2. G20 WOMEN EMPOWERMENT : ગાંધીનગરમાં G20 એમ્પાવર સમિટ, મહિલાઓ માટે ખાસ આયોજન..
  3. Patan News: G 20 ના પ્રતિનિધિ મંડળે રાણી કી વાવ અને પટોળા જોઈને આનંદ માણ્યો

Last Updated : Aug 17, 2023, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.