- રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમના સાતમો તબક્કાનો પ્રારંભ
- આગામી 5મી જાન્યુઆરી-2022 સુધી ચાલશે સેવાસેતુ
- 2,500 સેવાસેતુ કાર્યક્રમમાં 56 જેટલી વિવિધ સેવાઓ પૂરી પડાશે
ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના(service bridge program) સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે.
6થી 8 ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં 4થી 10 સેવાસેતુ કાર્યક્રમ થશે
આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે. આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ 6થી 8 ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં 4થી 10 સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં 4થી 5 વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં 2થી 3 સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે.
સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા
સિનીયર સિટીઝન્સ(Senior Citizens) અને દિવ્યાંગ(Divyang) અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ ગણ્યા છે. તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે.
2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી
મુખ્યપ્રધાનએ આ નેમને સાકાર કરવાના જનહિત અભિગમથી સેવાસેતુના(Service bridge from public interest approach) આ સાતમા તબક્કાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે રાજ્ય પ્રધાનોના પ્રધાનો તથા અન્ય પદાધિકારીઓને પણ આ સેવાસેતુ કાર્યક્રમમાં સહભાગી થવા પ્રેરિત કર્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના 6 સફળ તબક્કાઓના આયોજનથી 2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચોઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચાલે છે 4 તદ્દન અલગ પ્રકારની એમ્બ્યુલન્સ સુવિધા
આ પણ વાંચોઃ આજે વડાપ્રધાન મોદી સુરતમાં પટેલ સેવા સમાજ દ્વારા તૈયાર કરાઈ રહેલી હોસ્ટેલનું કરશે ઈ-ખાતમુહૂર્ત