ETV Bharat / state

Gujarat water supply projects : રાજ્યની 6 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે ૬૪.૯૧ કરોડના વિકાસ કામોને મંજૂરી

author img

By

Published : Mar 5, 2023, 6:25 PM IST

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની 6 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૯૩ કરોડ ૧૦ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.

ujarat water supply projects
ujarat water supply projects

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા છે. GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂ. રર.૧પ કરોડ અને ભુગર્ભ ગટરના ૧ પ્રોજેક્ટ માટે રૂ. ૬.૦૪ કરોડ મંજૂર થયા છે.

દહેગામ નગરપાલિકાને રૂ. ૧ર.પ૯ કરોડ: પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે. તેમાં દહેગામ નગરપાલિકાને રૂ. ૧ર.પ૯ કરોડ પ૪૦૦ ઘર જોડાણથી અંદાજે ર૭ હજાર લાભાર્થીઓને આવરી લેવા માટે ફાળવાશે. આંકલાવમાં પ૬ર ઘર જોડાણ અને ર૮૧૦ જનસંખ્યાને રૂ. ૧૯.પ૬ કરોડના ખર્ચે થનારા પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે.

પ૦૦ ઘર જોડાણથી રપ૦૦ લોકોને લાભ: ગોધરા નગરપાલિકામાં રૂ. ૮.૦૬ કરોડના ખર્ચે બે ફેઇઝમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ હાથ ધરાશે અને પ૦૦ ઘર જોડાણથી રપ૦૦ લોકોને લાભ થશે. અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકા વિસ્તારના ર૦૦ ઘર જોડાણોથી ૧ હજાર લોકોને ઘરે પાણી મળશે અને આ પ્રોજેક્ટ માટે રૂ. પ.૪૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વલસાડ નગરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારના ૭ર૬૯ આવાસોને ઘર જોડાણથી આવરી લઇ ૭૩૮૦૪ ની જનસંખ્યાને પાણી પહોંચાડવા રૂ. ૮.૩૦ કરોડનો પ્રોજેક્ટ આ બેઠકમાં મંજૂર થયો છે.

India's Russian oil imports hit record: ફેબ્રુઆરીમાં ભારતની રશિયન તેલની આયાત વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચી

લોકોને ભુગર્ભ ગટરનો લાભ મળશે: એટલું જ નહિ, વલસાડ નગરમાં ભુગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. ૬.૦૪ કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટના પરિણામે ૧૬૯૦ ઘર જોડાણોથી ૮૪૪૯ લોકોને ભુગર્ભ ગટરનો લાભ મળતો થશે. માંડવી નગરપાલિકાના પાણી પૂરવઠા પ્રોજેક્ટ માટે રૂ. ૧૦.૯ર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અન્વયે ૪૦૩ ઘર જોડાણો અને ર૦૧પ લાભાર્થીઓને લાભ મળવાનો છે. સમગ્રતયા આ ૬ નગરપાલિકાઓમાં ૧૪૩૩૪ ઘર જોડાણોથી ૧ લાખ ૯ હજાર ૧ર૯ લોકો લાભાન્વિત થશે. GUDMની આ બેઠકમાં ખંભાત, વલસાડ અને આમોદના તળાવોના નવિનીકરણના કુલ રૂ. રર.૧પ કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે.

Government Food: સરકારી અનાજની ગેરરીતિ રોકવા સરકારે બનાવી SIT, હવે કૌભાંડીઓની ખેર નહીં

તળાવ નવિનીકરણ માટે મંજૂરી: વલસાડમાં તળાવ નવિનીકરણ માટે રૂ. ૬.૭૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો વ્યાપક લાભ અંદાજે ર લાખ ૮ હજાર ૬૭૮ લોકોને મળશે. ખંભાતમાં આવા તળાવ નવિનીકરણ માટે રૂ. ૮.૭૯ કરોડ અને આમોદ માટે રૂ. ૬.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો ખંભાતમાં ૧ લાખ ૧૭ હજારને અને આમોદમાં ૧૯૭૪૭ લોકોને લાભ મળતો થશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રજૂ થયેલા આ વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટમાં રાજ્ય સરકારે અમૃત 2.0 અંતર્ગત પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે રૂ. ૧૪પ૪ કરોડની જોગવાઇ સુનિશ્ચિત કરી છે. GUDM દ્વારા મંજૂર થયેલા વિકાસ કામોમાં આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.