ETV Bharat / state

દહેગામમાં અડધી રાત્રે ફુડ વિભાગે દરોડા પાડી ભીનું સંકેલી લીધુ ? - Gandhinagar Food department latest News

ગાંધીનગરઃ દિવાળીના તહેવાર નજીકમાં છે, ત્યારે બજારમાં મોટા પ્રમાણમાં બનાવટી મીઠાઈ સહિતની વાનગીઓ આવશે. મામૂલી કિંમતમાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરીને વેપારીઓ મબલખ આવક મેળવી લેશે, ત્યારે દહેગામમાં ફુડ વિભાગ દ્વારા અડધી રાત્રે બનાવટી માવો બનાવતી ફેક્ટરી અને બનાવટી વનસ્પતિ ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લીધો હતો. અડધી રાત્રે દરોડા પાડવામાં આવેલા અધિકારીઓ દ્વારા ભીનુ સંકેલી લેવામાં આવ્યું હોય તેવી ચર્ચા લોકોના કાને સંભળાતી હતી.

દહેગામમાં અડધી રાત્રે ફુડ વિભાગે દરોડા પાડી ભીનું સંકેલી લીધુ ?
author img

By

Published : Oct 16, 2019, 9:32 AM IST

મળતી માહિતી મુજબ દહેગામના એક જાગૃત નાગરિક દ્વારા શહેરમાં આવેલી ગોકુલ ડેરી નામની દુકાનમાં બનાવટી માવો મળતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. મોડી રાત્રે અધિકારીઓએ પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં બનાવટી માવો અને વનસ્પતિ ઘી પકડી પાડયું હતું. પરંતુ, મોટો જથ્થો ઝડપાયા બાદ દુકાનદાર સાથે અધિકારીઓએ ભીનું સંકેલી લીધું હોય તેવી ચર્ચા સમગ્ર શહેરમાં સાંભળવા મળતી હતી.

દહેગામમાં અડધી રાત્રે ફુડ વિભાગે દરોડા પાડી ભીનું સંકેલી લીધુ ?

અધિકારીઓ દ્વારા માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો. ફુડ વિભાગના કમિશ્નર એચ. જી. કોશિયાને આ બાબતે ટેલિફોનિક વાત કરતા તેમણે કહ્યું કે, મોટા પ્રમાણમાં માવો અને વનસ્પતિ ઘીનો જથ્થો પકડવામાં આવે છે. જેના સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોટા પ્રમાણમાં મીઠાઈ આરોગવામાં આવશે. જેને લઇને આ પ્રકારના દરોડા પાડવામાં આવે તો ભોળા નાગરિકોના આરોગ્ય જળવાઈ રહેશે.

Intro:હેડલાઈન) દહેગામમાં અડધી રાત્રે ફુડ વિભાગે દરોડા પાડી ભીનું સંકેલી લીધુ ?

ગાંધીનગર,

દિવાળીના તહેવાર નજીકમાં છે ત્યારે બજારમાં મોટા પ્રમાણમાં બનાવટી મીઠાઈ સહિતની વાનગીઓ ભૂતકાળમાં આવશે. મામૂલી કિંમતમાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરીને વેપારીઓ મબલખ આવક મેળવી લેશે. ત્યારે દહેગામમાં ફુડ વિભાગ દ્વારા અડધી રાત્રે બનાવટી માવો બનાવતી ફેક્ટરી અને બનાવટી વનસ્પતિ ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લીધો હતો. ત્યારે દહેગામ શહેરમાં દિવસ પર આ બનાવની ચર્ચા કરતા લોકો જોવા મળતા હતાં. અડધી રાત્રે દરોડા પાડવામાં આવેલા અધિકારીઓ દ્વારા ભીનુ સંકેલી લેવામાં આવ્યું હોય તેવી ચર્ચા કાને સંભળાતી હતી.Body:મળતી માહિતી મુજબ દહેગામના એક જાગૃત નાગરિક દ્વારા શહેરમાં આવેલી ગોકુલ ડેરી નામની દુકાનમાં બનાવટી માવો મળતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મોડી રાત્રે અધિકારીઓએ પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં બનાવટી માવો અને વનસ્પતિ ઘી પકડી પાડયું હતું. પરંતુ મોટો જથ્થો ઝડપાયા બાદ દુકાનદાર સાથે અધિકારીઓએ ભીનું સંકેલી લીધું હોય તેવી ચર્ચા સમગ્ર શહેરમાં સાંભળવા મળતી હતી.Conclusion:અધિકારીઓ દ્વારા માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો. ફુડ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાને આ બાબતે ટેલિફોનિક વાત કરતા તેમણે કહ્યું કે, મોટા પ્રમાણમાં માવો અને વનસ્પતિ ઘીનો જથ્થો પકડવામાં આવે છે. જેના સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટા પ્રમાણમાં મીઠાઈ આરોગવામાં આવશે. ત્યારે આ પ્રકારના દરોડા પાડવામાં આવે તો ભોળા નાગરિકોના આરોગ્ય જળવાઈ રહેશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.