ETV Bharat / state

Nadiad News : નડિયાદમાં મસાલા ભેળસેળ કૌભાંડમાં સરકારની કાર્યવાહી, 12 મસાલાના સેમ્પલ લઇ લાખોની કિંમતનો જથ્થો જપ્ત - સદગુરુ સેલ્સ કોર્પોરેશન

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પોલીસના સંયુક્ત ઓપરેશન થકી નડિયાદમાં હળદર અને મરચા જેવા મસાલામાં મોટાપાયે ભેળસેળ કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં ચેકિંગ દરમિયાન 12 મસાલાના સેમ્પલ લઈને અંદાજે 73 લાખથી વધુનો 61,690 કિલો જથ્થો જપ્ત કર્યો છે.

નડિયાદમાં મસાલા ભેળસેળ કૌભાંડમાં સરકારની કાર્યવાહી, 12 મસાલાના સેમ્પલ લઇ લાખોની કિંમતનો જથ્થો જપ્ત

author img

By

Published : Apr 11, 2023, 9:51 PM IST

73 લાખથી વધુનો 61,690 કિલો જથ્થો જપ્ત

ગાંધીનગર : ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડિયાદ ટીમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે હળદર, મરચા પાઉડર, અથાણાના મસાલા અને ધાણા પાઉડર જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું હતું. નડિયાદમાં જૂની મિલ કમ્પાઉન્ડ પાસે આવેલ મેસર્સ દેવ સ્પાઇસિસ, કમલા ગામ ખાતે રેલવે ક્રોસિંગની બાજુમાં આવેલ મેસર્સ શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન અને નાની સીલોદ ખાતે આવેલ મેસર્સ ડી દેવ સ્પાઇસિસ પ્રા.લી.માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

12 મસાલાનો 61,690 કિલો જથ્થો જપ્ત : ચેકિંગ દરમિયાન સ્થળ પર મરચું, હળદર, ધાણા પાઉડર તથા અથાણાના મસાલાની પ્રાથમિક તપાસ કરતા હળદરની ઓલિયો રેઝિન, સ્ટાર્ચ પાઉડર, ચોખાની કણકી, કાગળનો ભૂકો વગેરે ભેળસેળ કરવા માટે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો હતો. જેથી તેના કુલ 12 મસાલા અન્ય ભેળસેળ માટેના પદાર્થના કાયદેસરના નમૂનાઓ બન્ને જગ્યાએથી લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 61,690 કિ.ગ્રા જથ્થાની અંદાજીત કિંમત રૂ. 73,27,050 થાય છે. આ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Kheda Crime : લ્યો બોલો ખેડામાં ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાઈ, અસલી નકલી પારખવામાં મુશ્કેલી

બ્રાન્ડનેમથી મસાલા વેચાતા હતાં : વધુમાં મે. દેવ સ્પાઇસિસ દ્વારા ઉપરોક્ત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બનાવીને મે. ડી. દેવ સ્પાઇસિસને વેચવામાં આવતો હતો. જેને નિકાસ કરવામાં આવતો હતો તથા મસાલામાં વપરાતા હળદરની ઓલિયો રેઝિન મે. ડી. દેવ સ્પાઇસિસ દ્વારા Becare Specialty Ingredients, કોચીન, કેરલાથી મંગવવામાં આવતું હતું. મે. શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન દ્વારા લોકલ માર્કેટમાં એક્સટ્રા હોટ તેજ મરચા પાઉડર, અપ્પુ બ્રાન્ડ મિર્ચ પાઉડર, ટાઇગર બ્રાન્ડ તીખાલાલ મિર્ચ પાઉડર, તીખાલાલ, જ્યોતિ તેજા મરચું જેવા બ્રાન્ડનેમથી આ ભેળસેળ યુક્ત મસાલા વેચવામાં આવતા હતા.

આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે : ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો Counterfeit Food Items : ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી કંપની ઝડપાઇ, માસ્ટર માઇન્ડ ઝડપાયો

અગાઉ આ જ વેપારી પકડાયો હતો : ભૂતકાળમાં સદગુરુ ટ્રેડીંગ ખાતે શંકાસ્પદ ભેળસેળવાળા મસાલા તપાસ દ્વારા મળી આવ્યા હતાં. જેમાં તેને કુલ રૂ. 6,75,000નો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓની સામે નામદાર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ હજુ પણ ચાલી રહી છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ જી કોશિયા દ્વારા જણાવાયુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.