ગાંધીનગર: યોગની સ્વીકૃતિ ભારતીયો માટે ગૌરવ સમાન છે. શંકર ચૌધરી દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
ઉપસ્થિત રહી યોગાભ્યાસ: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નિવેદન આપ્યું હતું કે આજે પીએમ નરેન્દ્ર મોદીના પ્રયત્નો થી આપણી ઋષિ પરંપરા યોગને વૈશ્વિક ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રના 193 દેશમાં આજે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આ ઋષિ પરંપરા નું સમગ્ર વિશ્વને હજારો વર્ષોથી માત્ર આધ્યાત્મ જ નહિ પરંતુ સ્વસ્થ જીવનશૈલી પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ યોગ આજે પણ પૃથ્વીવાસીઓને એક કુટુંબ તરીકે જોડવામાં પ્રયત્નશીલ છે. વિધાનસભા ખાતે નવમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, કાંતિ અમૃતીયા, ઉમેશ મકવાણા અને પૂર્વ પ્રધાન જયંતિ કવાડીયા, વિધાનસભના અધિકારીઓ - કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.
શરીરને સ્વાસ્થ્ય: રાજભવનમાં યોજ દિવસની ઉજવણી વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજભવન ખાતે પણ કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલે પણ વિશ્વ યોગ દિવસ નિવેદન આપ્યું હતું કે યોગ માત્ર નથી. પરંતુ ભારતના ઋષિમુનિઓ વર્ષો સુધી કઠિન તપસ્યા કરીને માનવજાતના કલ્યાણ માટે આપેલી વિદ્યા અને મહાન શાસ્ત્ર છે. આમ સ્વાસ્થ્ય ઉત્તમ હશે તો જ અન્ય જવાબદારીઓ અને કર્તવ્ય સારી રીતે નિર્વાહન થઇ શકશે શરીર છે તો દુનિયા છે રહેવા માટે શરીરને સ્વાસ્થ્ય હોવું પણ ખૂબ જ જરૂરી છે.