ETV Bharat / state

લૉકડાઉનમાં ડિટેઈન કરેલા વાહનો છોડાવવા આરટીઓ કે પોલીસ સ્ટેશનમાં જવુ નહીં પડે, રાજ્યસરકારે લીધો આ નિર્ણય - ગાંધીનગર ન્યૂઝ

લોકડાઉન દરમિયાન ડિટેઈન થયેલા વાહોનોને લઈ વાહનચાલકે પોલીસ સ્ટેશન કે આરટીઓ કચેરી ન જવુ પડે તે માટે વાહન ડીટેઇન કરવાના ગુનાનું સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

gandhinagar news
gandhinagar news
author img

By

Published : Apr 9, 2020, 11:54 PM IST

ગાંધીનગરઃ કોરોના વાઈરસને અટકાવવા રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થઈ રહ્યો છે. આ લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ ડીટેઇન કરેલા વાહનો મુકત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આરટીઓ કચેરીએ જવું ન પડે તથા સોશિયલ ડીસન્ટસીંગ પણ જળવાય તે હેતુથી લોકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના ગુનાનું સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

જાહેરનામા દ્વારા પોલીસ હેડ કોન્સટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને આ સત્તા આપવામાં આવી છે.

રાજય સરકારે સપ્ટેમ્બર 2019માં જાહેરનામાથી ટ્રાફીક ગુન્હાઓ માંડવાળ કરવા માટેની માંડવાળ ફી લેવાનું નક્કી કરાયું છે. લોકડાઉન પીરીયડ દરમિયાન ડીટેઇન થયેલા વાહનોના સબંધમાં આ જાહેરનામાં હેઠળ માંડવાળ ફી લઇ શકાશે. ઉલલેખનીય છે કે જાહેરનામા પ્રમાણે દસ્તાવેજ રજુ કરવા ચેકીંગ મેમો આપ્યાથી 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

દસ્તાવેજો ડીજીલોકરથી પણ રજુ કરી શકાય છે. દસતાવેજોની વેલીડીટી 1/2/2020 થી 30/06/2020 દરમ્યાન પુરી થઇ ગઇ હોય તો પણ ભારત સરકારની એડવાઇઝરી મુજબ આ વેલીડીટી તા.30/06/૨૦૨૦ સુધી માન્ય ગણાય છે. સમાધાન શુલ્ક અંગેની માહિતી અને દરની જાણકારી વાહન વ્યવહાર કમિશનર કચેરીની cot.gujarat.gov.in.વેબસાઇટ પરથી મળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.