ETV Bharat / state

Cabinet meeting માં ખેડૂતો માટે ૫૪૬ કરોડનું પેકેજ કરાયું જાહેર - ખેડૂતોને સહાય મળશે

ગુજરાતના અઢી લાખથી વધારે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકારે ખેડુતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, તેમજ અરજી કરવાનો ખર્ચ પણ સરકાર ભોગવશે. રાજ્યમાં સરકારી ભરતીઓને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, મુખ્યપ્રધાને દરેક વિભાગ પાસે માહિતી માગી છે. રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે. મહેસુલ વિભાગમાં કાલે તમામ કલેકટર અને ડીડીઓ સાથે વિડિઓ કોંફરન્સનું આયોજન કરાશે.

Cabinet meeting માં કયા મહત્વના નિર્ણયો લેવાયા તે અંગે જાણો...

author img

By

Published : Oct 20, 2021, 4:25 PM IST

Updated : Oct 20, 2021, 6:26 PM IST

  • અતિવૃષ્ટીમાં સરકારે ૫૪૬ કરોડનું પેકેજ જાહેર કર્યું
  • રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે
  • આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ
  • ૨.૮૦ લાખ ખેડૂતોને સહાય મળશે

ગાંધીનગર : રાજ્યના ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર, રાજ્ય સરકારે અતિવૃષ્ટિમાં 546 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. 2.80 લાખ ખેડૂતોને મળશે મહત્વનો લાભ. ચાર જિલ્લા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે. અરજી કરવાનો ખર્ચ રાજ્યની સરકાર ભોગવશે. રાજ્યમાં સરકારી ભરતીઓને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, મુખ્ય પ્રધાને દરેક વિભાગ પાસે માહિતી માગી છે. આગામી સમયમાં રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે. મહેસુલ વિભાગમાં કાલે તમામ કલેકટર અને ડીડીઓ સાથે વિડિઓ કોંફરન્સનું આયોજન પણ કરાશે.

Cabinet meeting માં કયા મહત્વના નિર્ણયો લેવાયા તે અંગે જાણો...

૨.૮૦ લાખ ખેડૂતોને સહાય મળશે: જીતુ વાઘાણી

હાલ રાજ્ય સરકારે અતિવૃષ્ટીથી સૌથી વધુ અસરકારક એવા રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને જામનગર જિલ્લા માટે સહાયના પેકેજની જાહેરાત કરી છે. અને અન્ય જિલ્લાઓમાં પણ સર્વે બાદ સહાય ચૂકવાશે તેમ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું છે. જે ચાર જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કર્યુ છે. ત્યાંના ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર વચ્ચે અરજી કરવાની રહેશે ખેડૂતોની અરજીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. વરસાદ બાદ સૌરાષ્ટ્ર સહિતનાં સાતથી આઠ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેમા સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતોને 00 ટકા વ્યાજે લોન

રાજ્યના ખેડૂતોને સહકારી બેંક માંથી ઝીરો ટકા વ્યાજે લોન મળી રહે તે માટે રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. આમ ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે જે અંતર્ગત આ કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા નાણા વિભાગના સહયોગથી 500 કરોડનો આપવાનો નિર્ણય પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ

રાજ્યમાં સરકારી ભરતીઓને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, મુખ્ય પ્રઘાન દરેક વિભાગ પાસે માહિતી માંગી છે. આગામી સમયમાં રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે. તેમજ હાલ પણ ભરતીઓની જાહેરાત થઈ રહી છે.

મહેસુલ વિભાગ દ્વારા ટીમ તૈયાર કરવામાં આવી

મહેસુલ વિભાગમાં કાલે તમામ કલેકટર અને ડીડીઓ સાથે વિડિઓ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પ્રશ્નો બાબતે થશે ચર્ચાઓ, મહેસુલ વિભાગ દ્વારા ટીમ તૈયાર કરવામાં પણ આવી છે. અચાનક ગમે તે કલેકટર ઓફિસ ખાતે પડી શકે છે રેડ, પેન્ડિગ પ્રશ્નો, ફાઈલો બાબતે થશે કાર્યવાહી. અનેક ફરિયાદો રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. ફરિયાદો સાંભળ્યા પછી ચુકાદા પેન્ડિગ હોવાની ઘટનાઓ સામે છે. આવા હુકમ ન થવા બદલ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. કોઈ અધિકારી કામ કરવા માટે પૈસાની માંગ કરતા હોય તો મોબાઈલમાં રેકોર્ડ કરીને મોકલી આપવી જેથી સરકાર આવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

100 કરોડ ડોઝની થશે ઉજવણી

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાં રસીકરણ વધુ ઝડપી બનાવવા માટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા તાબડતોબ કામ હાથમાં લેવામાં આવ્યું હતું. જેમાં અત્યારે સમગ્ર દેશમાં કુલ 99.40 કરોડ વ્યક્તિના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે 100 કરોડ સમગ્ર દેશમાં પૂર્ણ થશે ત્યારે તેની ઉજવણી ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક ચર્ચા

ઉત્તરાખંડમાં થયેલી તબાહીમાં ગુજરાતના સૌથી વધુ પ્રવાસીઓ ફસાયા છે ત્યારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ટેલિફોનિક વાતચીત કરીને તમામ સુખસુવિધાઓ અને ગુજરાતના કોઈ પણ પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે બાબતે પણ ચર્ચા કરાઈ હોવાનું નિવેદન જીતુ વાઘાણીએ કર્યું છે. આ ઉપરાંત તમામ સારી રીતે ગુજરાત પરત ફરે તે રીતની વ્યવસ્થા પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી.

આ પણ વાંચો : Drugs Case:આર્યન ખાનની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- ભારત બૌદ્ધ સમાજનું આસ્થા કેન્દ્ર

Last Updated : Oct 20, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.