ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા 10 થી 12 જાન્યુઆરીના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. GMC દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં લગભગ 50 કરોડનો ખર્ચ કરીને અમદાવાદથી ગાંધીનગર સુધીના રોડનું બ્યુટીફીકેશન સહિત ગાંધીનગરના અંડર બ્રિજને શરગરવામાં આવ્યા છે.
GMCના સ્ટેડનીંગ કમિટીના ચેરમેન જસવંત પટેલે જણાવ્યું હતું કે, 'ગુજરાત સરકાર દ્વારા 10મી વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે 10થી 12 જાન્યુઆરીના રોજ યોજાશે. GMCના આંગણે વાઈબ્રન્ટની ઇવેન્ટ થવાની છે, જેમાં 31 દેશોમાંથી લોકો હાજર રહેવાના છે. જેથી GMC દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર બ્યુટીફિકેશન તેમજ ગુજરાતની સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાણ કર્યું છે. વિદેશી ડેલિગેસ્ટ માટે સાયકલ સેરીંગનો પ્રોજેક્ટ 5 તારીખે શરૂ થશે. જેથી વિદેશી ડેલિગેસ્ટ સાયકલિંગ કરીને ગાંધીનગર શહેરની અનુભૂતિ કરી શકે.'
ગ્લોબલ વાઇબ્રન્ટ ઈન્વેસ્ટ સમિટમાં કુલ 133 દેશોમાંથી કુલ 1,00,000 થી વધુ ડેલિગેટ ગુજરાત સર્વિસમાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કુલ 31 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે અને હજુ અંતિમ દિવસો સુધી વધુ દેશો જોડાવાની પણ સંભાવના છે. કુલ 14 સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ સાથે જોડાઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતમાં યુએઈ, ચેક રિપબ્લિક, રિપબ્લિક ઓફ મોઝામ્બિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર-લેસ્ટે ના રાષ્ટ્રપતિ થતા વડાપ્રધાનો હાજર રહેશે.
આ ઉપરાંત જાપાન, મોડો-કો, રવાન્ડા, યુકે, થાઈલેન્ડ, સિંગાપુર, કઝાકિસ્તાન, યુગાન્ડા, ભૂતાન અને વિયતનામના દેશના પ્રધાનો અને ગવર્નરો પણ ગુજરાત ગ્લોબલ વાઇબ્રેટ ઇન્વેસ્ટર સમિટમાં હાજર રહેશે. ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સિમેન્ટમાં હાજર રહેનાર વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અડાલજની વાવ જેવા પ્રવાસ સ્થળોએ પણ લઈ જવાનું આયોજન ગુજરાત રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.