ETV Bharat / state

Fake PSI in Police Academy : આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર - Karai Academy

કરાઈ એકેડેમીમાં નકલી PSI બની ટ્રેનિંગ લેનાર મામલે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી છે. પોલીસે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવાના સંદર્ભમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે 10 માર્ચ સુધી રીમાન્ડ મંજૂર કરી દીધા છે. આ કેસ સંબંધીત બીજી હકીકત સામે આવી શકે છે.

Fake PSI in Karai Academy : નકલી PSI બની ટ્રેનિંગ લેનાર તડવીની રાત્રે ધરપકડ, આરોપીને કોર્ટમાં કરાશે રજૂ

author img

By

Published : Mar 2, 2023, 11:31 AM IST

Updated : Mar 2, 2023, 12:39 PM IST

ગાંધીનગર : નકલી PSI બની ટ્રેનિંગ લેનાર મયુર તડવીની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારના વિભાગમાં 10,000થી પણ વધુ પ્રતિપ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરની કરાઈ એકેડમી ખાતે PSIની ટ્રેનિંગ મહિનાથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એક મહિનો પૂર્ણ થતા પગાર તૈયાર કરવાનો હોવાથી સામે આવ્યું કે, એક ખોટી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. ત્યારે વધુ તપાસ કરતા નકલી ઉમેદવારનું નામ સામે આવ્યું હતું અને ડભોડામાં મોડી રાત્રે આરોપી મયુર તડવીની ધરપકડ કરી છે. જેને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે 10 દિવસના રીમાન્ડ મંજૂર કરી દીધા છે. હવે આ કેસમાં બીજી કેટલીક ખૂટતી કડીઓનો પર્દાફાશ થવાની પૂરી શક્યતાઓ છે.

એડિટિંગ કરીને કરાઈ એકેડેમીમાં એડ થયો : પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મયુર તડવીએ ભરૂચના ઉમેદવાર વિશાલ રાઠવાના લેટર પર એડિટિંગ કરીને કરાય એકેડીમામાં પ્રવેશ મેળવવામાં સફળ થયો હતો. એક મહિના સુધી ટ્રેનિંગ પણ કરી હતી, પરંતુ જ્યારે ટ્રેનિંગ પિરિયડનો પગાર માટેના બિલ તૈયાર થયા, ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. સરકારને આ વાતની કેટલાય દિવસથી ખબર હતી, પરંતુ કોઈ છટકી ન શકે તેને ધ્યાનમાં લઈને સિક્રેટ તપાસ આ બાબતે ચાલી રહી હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime : પોલીસની ઓળખ આપી મહિલા સાથે મિત્રતા કરી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો

ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજૂ કરાશે : ડભોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના અંતર્ગત પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ મોડી રાતે કરાઈ છે, ત્યારે આજે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે અને આરોપી દ્વારા કઈ રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેની સાથે કોઈ સંડોવાયેલું છે કે નહીં. કોની મદદથી અને કેવી રીતે એડિટિંગ કરીને તે કરાય એકેડેમીમાં જોડાયો, આવું કૃત્ય કરવા માટે કોણે મદદ કરી નોંધાવી આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને ગાંધીનગર પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગ કરશે.

આ પણ વાંચો : Fake Police : પૈસા પડાવનાર નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી

ગૃહમાં થયો હતો હોબાળો : સમગ્ર મામલે ગુજરાત વિધાનસભામાં પણ બુધવારના રોજ હંગામો થયો હતો. કોંગ્રેસે 116થી નોટિસ મુજબ ચર્ચાની માંગ કરી હતી. પરંતુ ચર્ચા નિયમ પ્રમાણે ન થતા કોંગ્રેસના તમામ સભ્યોએ વોક આઉટ કર્યું હતું, ત્યારબાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જમા ન હોવાથી તેઓ સસ્પેન્ડ થતા રહી ગયા હતા. જેથી તેઓએ ત્યારબાદ અધ્યક્ષ અને પત્ર લખીને સસ્પેન્ડ કરવા માટેની માંગ કરી હતી.

Last Updated : Mar 2, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.