- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નામે અનોખો ઇતિહાસ
- સૌથી વધુ રાજીનામાં લેનારા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બન્યા
- સૌથી વધુ 19 ધારાસભ્યોના લીધા રાજીનામાં
- 14મી વિધાનસભામાં 19 જેટલા ધારાસભ્યોના રાજીનામાં
ગાંધીનગર: ગુજરાતની સ્થાપના થયા બાદ ગુજરાત વિધાનસભાની સ્થાપના બાદ વર્તમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સૌથી વધુ ધારાસભ્યોના રાજીનામા લેનારા અધ્યક્ષ બન્યા છે, અત્યાર સુધીમાં કોઈપણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા 19 જેટલા રાજીનામાં લેવામાં આવ્યા નથી. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ ફક્ત રમણલાલ વોરા ફક્ત 16 જેટલા ધારાસભ્યો લીધા હતા.
અગાઉ રમણલાલ વોરાએ રાજીનામાં 16 જેટલા લીધા હતા.
વિધાનસભા દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા રાજ્યસભાના ઇલેક્શન દરમિયાન 16 જેટલા રાજીનામાનો સ્વીકાર કર્યો હતો અને તેમાં કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ રાજીનામું આપવામાં મોખરે હતા.
રમણલાલ વોરાએ લીધેલ રાજીનામાંની વિગતો
- બળવંતસિંહ રાજપૂત 27-07-2017
- તેજશ્રીબેન પટેલ 27-07-2017
- પ્રહલાદભાઈ પટેલ 27-07-2017
- માનસીહ ચૌહાણ 28-07-2017
- છનાભાઈ ચૌધરી 28-07-2017
- રામસિંહ પરમાર 28-07-2017
- અમિત શાહ 09-08-2017
- મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા 10-08-2017
- અમિત ચૌધરી પટેલ 10-08-2017
- કરમશીભાઈ પટેલ 10-08-2017
- ભોળાભાઇ ગોહિલ 10-08-2017
- રાઘવજી પટેલ 10-08-2017
- ધર્મેન્દ્રસિંહ જાડેજા 10-08-2017
- સી.કે.રાઉલજી 10-08-2017
- શંકરસિંહ વાઘેલા 16-08-2017
- જેઠાભાઇ સોલંકી 18-11-2017
અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ લીધેલ રાજીનામાં
- કુંવરજી બાવળિયા 03-07-2019
- આશાબેન પટેલ 02-02-2019
- જવાહર ચાવડા 08-03-2019
- પરસોતમ સાબરીયા 08-03-2019
- વલ્લભભાઈ ધારવીયા 11-03-2019
- ભરતસિંહ ડાભી 06-06-2019
- હસમુખ પટેલ 06-06-2019
- રતનસિંહ રાઠોડ 06-06-2019
- પરબતભાઈ પટેલ 06-06-2019
- અલ્પેશ ઠાકોર 05-07-2019
- ધવલસિંહ ઝાલા 05-07-2019
- પ્રવીણભાઈ મારુ 14-03-2020
- પ્રદ્યુમનસિંહ જાડેજા 14-03-2020
- જેવી કાકડિયા 14-03-2020
- સોમાભાઈ કોળી પટેલ 14-03-2020
- મંગળભાઈ ગામીત 15-03-2020
- જીતુભાઈ ચૌધરી 03-06-2020
- અક્ષય કુમાર પટેલ 03-06-2020
- બ્રિજેશ મેરજા 04-06-2020
રાજ્યસભાનું ઇલેક્શન રાજીનામાંની મોસમ
મહત્વની વાત કરવામાં આવે તો, જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ઇલેક્શન આવ્યું છે ત્યારે ત્યારે રાજીનામાં આપવાની મોસમ જામી હતી. અગાઉ પણ વર્ષ 2017માં રાજ્યસભાના ઇલેક્શન દરમિયાન અનેક ધારાસભ્યોનાં રાજીનામાં આપ્યા હતા. આ ઉપરાંત 2020માં ના રાજેશભાઈ રક્ષણ માટે રાજીનામા આપ્યા હતા જ્યારે પરબત પટેલ અને હસમુખ પટેલે સાંસદ બનતા રાજીનામું આપ્યું હતું.
ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ એહવાલ