ગાંધીનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં યોજાશે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે (Election Commission of Gujarat) મતદાન માટે મહત્વના ગણાતા EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) મશીનની (EVM VVPAT Machine) કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ બાબતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ (P Bharti Chief Electoral Officer Gujarat) વિશેષ માહિતી આપી હતી.
સેન્સેટિવ મતદાન મથકની કામગીરી ચાલી રહી છે મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અને વિશ્વસનીયતા માટે ચૂંટણી પંચે દરેક મતદાન મથકે EVMની સાથે VVPATનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે સેન્સેટિવ મતદાન મથક માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે.
કેટલી મશીનરીથી યોજાશે મતદાન રાજ્ય ચૂંટણી પંચના (Election Commission of Gujarat) મુખ્ય અધિકારી પી. ભારતીએ (P Bharti Chief Electoral Officer Gujarat) જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK EVM અને VVPAT ઉપલબ્ધ (EVM VVPAT Machine) છે. રાજ્યમાં FLC OK મશીનોની સંખ્યા BU-85,247,CU-71,639 અને VVPAT 80,469 છે.
મોકપોલ થશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી ચૂંટણી (Gujarat Election 2022) લડતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં EVM અને VVPATના (EVM VVPAT Machine) કમિશનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે કમિશનીંગ બાદ દરેક મશીનમાં ચૂંટણી લડતાં ઉમેદવારો અને NOTAને એક મત આપીને મોક પૉલ કરવામાં આવશે. રેન્ડમલી પસંદ કરવામાં આવેલાં 5 ટકા મશીનોમાં 1,000 મતો આપીને મોક પોલ પણ કરવામાં આવશે. મતદાન થયેલા EVM અને VVPATને 24X7 હથિયારધારી સલામતી રક્ષકોની સુરક્ષા હેઠળ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવામાં આવશે.
જ્યાં મતદારોની સંખ્યા વધી ત્યાં વધુ મતદાન મથકો બનાવાશે તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં 51,782 મતદાન મથકો હતા. જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે. ત્યાં હાલમાં પૂરક મતદાન મથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં 23,154 મતદાન સ્થળોએ 34, 276 મતદાન મથકો છે.જ્યારે શહેરી વિસ્તારોમાં 6,212 મતદાર મથક સ્થળોએ 17,506 મતદાન મથકો છે. તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને તમામ મતદાન મથકો ભોંયતળિયે આવેલા છે.
આદર્શ મતદાન મથક ઊભા કરાશે વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી (Gujarat Election 2022) પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાર મથક ઊભા કરવામાં આવશે. આ મતદાર મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે.
50 ટકા બૂથ પર લાઈવ સ્ટ્રીમિંગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) નિયમ મુજબ ગુજરાતમાં 26,000 જેટલાં મતદાન મથકોને વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આ મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત્ કરવામાં આવશે. જ્યાં મતદાનના દિવસે મોક પોલથી શરૂ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરિક્ષણ કરવામાં આવશે.
જ્યાં ઓછું મતદાન ત્યાં ખાસ ઝૂંબેશ ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં (Gujarat Election 2022) જ્યાં ઓછું મતદાન થયું હતું એવા 2022 બૂથને અલગ તારવીને આ મતદાન મથકો પર મતદાન જાગૃતિ માટે ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આવા 2022 મતદાન મથકોના વિસ્તારમાં 3જી નવેમ્બરથી 23મી નવેમ્બર, 2022 દરમ્યાન અવસર રથનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 ઝોનમાં સમાવિષ્ટ વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જામનગર અને ભાવનગર જિલ્લાઓના ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં અવસર રથ ફર્યો હતો ને મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરાયા હતા.
અધિકારીઓની ટ્રેનિંગ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) સંચાલનની પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓ ચૂંટણી સંચાલનની વૈધાનિક ફરજો જવાબદારીઓ અને તે અંગેની કાયદાકીય બાબતોની સાથે સાથે ભારતના ચૂંટણી પંચની અધ્યતન સૂચનાઓથી વાકેફ રહી શકે તે હેતુથી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ દ્વારા વિવિધ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીલક્ષી તૈયારી તે દરમિયાન રાજ્યકક્ષાના 48 માસ્ટર ટ્રેનર્સને આ ઇન્સ્ટિટયૂટ દ્વારા તાલીમ આપવામાં આવી છે. જ્યારે જિલ્લા કક્ષાના 75 માસ્ટર ટ્રેનર્સને રાજ્યકક્ષાએથી તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત 74 જેટલા પોલીસ માસ્ટર ટ્રેનર્સને સંબંધિત વિષયની તાલીમ આપવામાં આવી છે. જ્યારે માસ્ટર ટ્રેનર્સ દ્વારા કુલ 76,594 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ તાલીમ આપીને ચૂંટણીલક્ષી તૈયારી કરવામાં આવી છે.
આ લોકોને તાલીમ અપાઈ આમ, તાલીમ પ્રમાણે જિલ્લા કક્ષાએ ચૂંટણી મામલતદાર, નાયબ મામલતદાર, સેક્ટર ઓફિસર્સ, માઇક્રો ઓબ્ઝર્વર, બૂથ લેવલ ઓફિસર ટીમને તાલીમ આપવામાં આવી છે. જ્યારે જિલ્લા કક્ષાએ EVMના પ્રથમ રેન્ડમાઇઝેશન પછી પોલિંગ સ્ટાફ રિસાઇન્ડીંગ ઓફિસર અને કોલિંગ ઓફિસર વગેરેને પણ તાલીમ આપવામાં આવી છે.