ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત 28 માર્ચથી શરૂ થઈ ગઈ છે. જ્યારે ઉમેદવારી માટેની અરજી કરવાની કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ રાખવામાં આવી છે. તો 5 એપ્રિલ ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ છે. લોકસભાની ઉમેદવારી કરવા આવતા ઉમેદવારો માટે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ કામગીરી કરવાની રહેશે. જેમાં ઑબ્ઝર્વર અને ઍક્સપેન્ડીચર ઑબ્ઝર્વર ખાસ ગાંધીનગરમાં રહે છે. તેની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. ઉમેદવાર અને રાજકીય પક્ષોને અનૂકુળતાને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. એક સમયે વધુ ઉમેદવારો ફોર્મ ભરવા માટે એક દિવસે આવશે. તો તેમના માટે VVIP વેઇટિંગ લોન્ચ પણ બનાવવામાં આવ્યું છે.
તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ ગાંધીનગર જિલ્લામાં આચાર સંહિતની 4 ફરિયાદો મળી હતી. જેમાંથી ત્રણ ફરિયાદ રાહુલ ગાંધીની અડાલજમાં યોજાયેલી સભાને લઈને ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તો એક ફરિયાદ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મળેલી ભાજપની બેઠકને લઈને મળી હતી. આ તમામ ફરિયાદોનું નિવારણ પણ લાવી દેવામાં આવ્યું છે. તો આ અંગે cVISIL એપ દ્વારા પણ નાગરિકો આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી શકે છે.
જિલ્લામાં આવેલા માણસા અને કલોલમાં એક પણ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા નથી. જ્યારે જિલ્લામાં 884 હથિયારના પરવાના આપવામાં આવ્યા છે. જેમાંથી 797 હથિયારો જમા લેવાયા છે. જ્યારે 51 લોકોને હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જેમાં બેન્કના અને સિક્યુરિટી ગાર્ડનો પણ સમાવેશ થાય છે.
તો આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 માર્ચ શનિવારે 12:39 કલાકે ઉમેદવારી પત્ર ભરશે. તેને લઈને પણ ગાંધીનગર જિલ્લામાં વહીદા વહીવટીતંત્ર દ્વારા ખાસ અલગ વ્યવસ્થા પણ રાખવામાં આવી રહી છે. તો આ અંગે જિલ્લા પોલીસવડાને પણ આદેશ કરવામાં આવ્યા છે. તો આ અંગે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાને ધ્યાનમાં રાખીને કામગીરી પણ કરવામાં આવી રહી છે.