ETV Bharat / state

Education in Gujarat Budget 2023 : શિક્ષણ માટે 43651 કરોડ, 20000નું શાળા વાઉચર સહિત દરેક તબક્કે સગવડોનું સુદ્રઢીકરણ

author img

By

Published : Feb 24, 2023, 2:10 PM IST

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રમાં પાછલા વર્ષોમાં ખૂબ ખસ્તા હાલતની ફરિયાદો છે. એ સાંભળી હોય તેમ ગુજરાત બજેટ 2023માં ફંડ એલોકેશનમાં કુલ રુપિયા 43,651 કરોડ આપવાની જાહેરાત કનુ દેસાઇના બજેટમાં જોવા મળી છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 20000નું શાળા વાઉચર સહિતની નવી યોજનાઓ સાથે અમૃતકાળમાં નવી પેઢીને લઇ જવાના પ્રયત્નરુપે સરકારે શું આપ્યું તે જૂઓ.

Education in Gujarat Budget 2023 : શિક્ષણ માટે 43651 કરોડ, 20000નું શાળા વાઉચર સહિત દરેક તબક્કે સગવડોનું સુદ્રઢીકરણ
Education in Gujarat Budget 2023 : શિક્ષણ માટે 43651 કરોડ, 20000નું શાળા વાઉચર સહિત દરેક તબક્કે સગવડોનું સુદ્રઢીકરણ

ગાંધીનગર : ગુજરાત રાજ્યની ડબલ એન્જીન સરકારના ભૂપેન્દ્ર પટેલની 2.0ની સરકારના પ્રથમ બજેટમાં રાજ્યના શિક્ષણના હચમચી ગયેલા પાયાને ટેકો આપવા માટે આ વર્ષના બજેટમાં કુલ રુપિયા 43,651 કરોડ આપવાની જાહેરાત કનુ દેસાઇના બજેટમાં જોવા મળી છે. નાણાંપ્રધાન કનુ દેસાઈએ શિક્ષણ ક્ષેત્રના દરેક તબક્કે એટલે કે પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ સુધીમાં દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાતને લઇને ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું સદનમાં જણાવ્યું હતું.

શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ : કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કર્યું છે. 50,000 નવા વર્ગખંડ બનાવાશે તે સહિત દોઢ લાખ સ્માર્ટ કલાસ સહિતના આયોજન કરાયાં છે.

આ પણ વાંચો Pillars of Gujarat Budget 2023 : કનુ દેસાઇના બજેટમાં 5 આધારસ્થંભ, કયા છે સમજો

મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ : પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ હાલમાં ખૂબ જ ઉપેક્ષિત એવા શિક્ષણવિભાગના આ તબક્કા માટે બજેટમાં થયેલી જોગવાઇઓ જોઇએ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે 3109 કરોડની ફાળવણી થઇ છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6થી 12 સુધી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ 64 કરોડની જોગવાઈ થઇ છે. સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ થઇ છે. રાજ્યમાં સૈનિક શાળાઓ સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 20,000નું શાળા વાઉચર : વિદ્યાર્થીઓને અંદાજે 6,000 મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકીય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે 87 કરોડની જોગવાઈ છે. ધોરણ 1 થી 8માં આરટીઇ યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 7 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે 20,000નું શાળા વાઉચર આપી સહાય કરવા 50 કરોડની જોગવાઈ કરી છે. આ વિભાગમાં આરોગ્ય જાળવણી માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ : આ વર્ષના બજેટમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે 390 કરોડની જોગવાઈ કરી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, રીસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા 401 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આઈટી ઉપકરણો ઉપલબ્ધ કરાવવા ફાળવણી : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતના ચાલુ કામો તથા આઇટી ઉપકરણો માટે 169 કરોડની જોગવાઈ છે. નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકીય સુવિધાઓ અને આઈટી ઉપકરણો ઉપલબ્ધ કરાવવા 150 કરોડની જોગવાઈ છે. યુવાનોની સ્ટાર્ટઅપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી 2.0 અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે 70 કરોડની જોગવાઈ છે.

આ પણ વાંચો Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો

યુનિવર્સિટીઓમાં સુવિધાઓના સુદ્રઢીકરણ : ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે 64 કરોડની જોગવાઈ થઇ છે. ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે 40 કરોડની જોગવાઈ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ, આઈટીના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા 35 કરોડની જોગવાઈ છે. ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા 30 કરોડની જોગવાઇ થઇ છે.

કોલેજોમાં કવચ કેન્દ્ર : IITRAM અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે ખાસ 18 કરોડની જોગવાઈ છે. સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે 6 કરોડની જોગવાઈ થઇ છે. સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સરકારી કોલેજોમાં નવી ટેકનોલોજી એક્સલન્સ સેન્ટરો 15,000 વિદ્યાર્થીઓને લાભ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મજબૂત કરવાના પગલાં, ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા અને ડીજિટલ લાયબ્રેરીને લઇને બજેટ દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સ્વયં સર્ટીફિકેટ સ્કોલરશીપ યોજના : STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્‍જીનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફિકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.