ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં 17 માર્ચના રોજ અમદાવાદ અને સુરત જેલમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી હોવાનું સામે આવ્યું હતું. રાજ્યકક્ષાના પ્રધાન સંઘવીએ પણ અમદાવાદ સેન્ટ્રલ જેલની મુલાકાત બે દિવસ પહેલા જ લીધી હતી. અને બાદમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ જેલમાં સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેલ પ્રશાસનને કોઈ જાણ ન થાય તે રીતે 24 માર્ચના રોજ મોડી રાત્રે 1700 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા 17 જિલ્લાની જેલમાં રેડ પાડવામાં આવી હતી જેમાં અનેક ગેરકાયદેસર અને પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી છે.
આ પણ વાંચોઃ Gujarat MLA Membership: ગુજરાતમાં એ ધારાસભ્ય કે જેમના સભ્યપદ પર હતું જોખમ
કઈ કઈ વસ્તુઓ ઝડપાઈઃ ગુજરાતના સત્ર જિલ્લાની સેન્ટ્રલ જેલમાં ગૃહ વિભાગની સીધી સૂચનાથી બોડી બોન્ડ કેમેરા સાથે 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મોડી રાત્રે દરેડા પાડવામાં આવ્યા હતા. સવાર સુધી આ કામગીરી યથાવત રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 17 જિલ્લાની જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ Vadodara News: Ms યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલના ગેટ પાસે મારામારી
કેદીઓનું કાઉન્સીલઃ ગૃહ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યની દરેક જેલમાંથી ગેરકાયદેસર વસ્તુઓને નાબૂદ કરવા માટે જ રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ જેલમાં માનવ ગરીમાં દાખવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે જેલમાં કેદીઓને મળવાપાત્રની જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે બાબતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત કેદીઓ સાથે વાતચીત કરીને કેદીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.
CM એ કરી સમીક્ષાઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સીએમ ડેસ્ક બોર્ડના માધ્યમથી નિરીક્ષણ કરી રહ્યા હતા. જેમાં તમામ જેલોમાં એક સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકી મોટી જેલોમાં સવાર સુધી સર્ચ ચાલ્યું હતું. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલની સૂચના આધારે રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. તારીખ 24 માર્ચના મોડી સાંજે DGP ઓફિસથી રાજ્યગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડ્યા બાદ રાજ્યની 17 જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ
ભૂજ જિલ્લા જેલ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિરીક્ષણ બેઠળ ગુજરાતની 17 જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ભુજની પાલારા જેલમાંથી 6 ફોન ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. મોબાઈલ ફોન સાથે સીમકાર્ડ જપ્ત કરીને કાયદા અનુસાર કામગીરી કરવામાં આવી હતી.આ મોબાઇલ ફોન જેલમાં કંઈ રીતે પહોંચ્યા, કોણ તેનો ઉપયોગ કરતો હતો , કોણ આ મોબાઇલ આપીને મદદ કરી રહ્યું હતું. તમામ માહિતી આગામી સમયમાં બહાર આવી શકે છે.
સુરત જિલ્લા જેલ: સુરત જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન કેદીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઇ હતી. સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસ જવાનો જેલની અંદર પહોંચ્યા હતા. થાળીઓ વગાડી કેદીઓએ દરોડાની કાર્યવાહીનો વિરોધ નોંધાયો હતો. એટલું જ નહીં જેલની અંદર લાગેલા ટ્યુબલાઈટ પણ કેદીઓએ ફોડી નાખ્યા હતા. કેદીઓના બેરેકમાંથી માદક પદાર્થો પણ મળી આવ્યા હતા. જ્યારે જેલમાં પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સુરત જેલમાં કેદીઓ દ્વારા આગ લગાડી દેવામાં આવી હતી. કેદીઓ પાસે માચીસ પેટી કઈ રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. આ ચેકિંગ દરમિયાન જેલમાંથી 10થી વધુ મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ Fraud Doctor: વાંદરો ગુલાંટ મારતા ન ભૂલે, ડીગ્રી વગર બોગસ તબીબને બીજી વાર દબોચી લેવાયો
જામનગર જિલ્લા જેલ: જામનગરની જેલમાં દરોડાની કામગીરીના ભાગરૂપે એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જામનગર પોલીસની એલસીબી અને એસઓજી સહિતની ટીમો જોડાઇ હતી. જેલના તમામ બેરેકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા જેલમાં મહિલા અને પુરુષ કેદી મળી કુલ 400થી પણ વધુ કેદીઓ છે. જેમાં ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનલ વસ્તુઓ અથવા મોબાઇલ મળી આવ્યો નથી. જામનગર જિલ્લા જેલમાં અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને અનેક વખત મોબાઇલ તેમજ સીમકાર્ડ મળવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. જો કે જ્યારે રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહીમાં પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું તેમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.