ETV Bharat / state

આજે સમગ્ર દેશમાં યોજાશે ડ્રાય રન, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને લેખિતમાં જાણ કરી

સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીને નાથવાના પ્રયત્નોમાં આખરે ભારત સફળ થઇ રહ્યું છે. અનેક પ્રતિભાશાળી અને ફરજનિષ્ઠ ડૉક્ટરો તથા વૈજ્ઞાનિકોની અથાગ મહેનત બાદ દેશને કોરોના માટેની વેક્સિન પ્રાપ્ત થઈ છે. 15 જાન્યુઆરીની આસપાસ સમગ્ર દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને લેખિતમાં ડ્રાય રન યોજવાની સૂચના આપી છે. જેથી આજે તમામ રાજ્યોમાં કોરોના વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજવામાં આવશે.

8 જાન્યુઆરી
8 જાન્યુઆરી
author img

By

Published : Jan 6, 2021, 12:30 PM IST

Updated : Jan 8, 2021, 7:31 AM IST

  • સમગ્ર દેશમાં યોજવામાં આવશે ડ્રાય રન
  • કોરોના વેકસીન ને લઈને યોજાશે ડ્રાય રન
  • 15 જાન્યુઆરી આસપાસ શરૂ થશે વેકસીનેશન પ્રક્રિયા
  • ગુજરાતમાં તમામ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે ડ્રાય રન
    કોરોના વેકસીન ને લઈને યોજાશે ડ્રાય રન

ગાંધીનગર : સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને આજે કોરોના વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજવા માટે લેખિતમાં સૂચના આપવામાં આવી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો ડ્રાય રન દરમિયાન કયા પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે. એક પેશન્ટ અથવા તો એક વ્યક્તિને વેક્સિનેશન આપવા માટે કેટલો સમય ખર્ચ થાય છે. તે અંગેની જાણકારી પ્રાપ્ત થાય તે માટે યોજવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આપી સૂચના

જ્યારે વ્યક્તિને સ્ટેશનની કામગીરી ટૂંક સમયમાં સમગ્ર દેશમાં શરૂ થવાની છે. ત્યારે વેક્સિનેશન દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારે લેખિતમાં તમામ રાજ્ય સરકારને ડ્રાય રન યોજવાની સૂચના આપી છે.

ગુજરાત રાજ્ય સરકારે તૈયારીઓ પૂર્ણ કરી

ગુજરાત સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વ્યક્તિને તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તમામ વેક્સિનેશન કાર્ય માટે સજ્જ છે. કેન્દ્ર સરકાર ગમે ત્યારે જાહેરાત કરે ત્યારે ગુજરાતમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. જ્યારે રાજ્યના શહેર જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

15 જાન્યુઆરીની આસપાસ શરૂ થશે વેકસીનેશન

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 15 જાન્યુઆરીની આસપાસ સમગ્ર દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઇ જશે. જ્યારે ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર જ્યારે વેક્સિનેશનની જાહેરાત કરશે. ત્યારે ગણતરીના જ કલાકો અને દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ જથ્થો મુંબઈ ખાતેથી આવશે અને સૌપ્રથમ સ્ટેટ ગોડાઉનમાં આ જથ્થો ઉતારવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ જિલ્લા અને તાલુકા ડેપો ખાતે વેક્સિનેશનનો જથ્થો આપવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ સમસ્યા હશે તો વેકસીન માટે સ્પેશિયલ ગ્રીન કોરિડોર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Last Updated : Jan 8, 2021, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.