- અમદાવાદમાં 144મી રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચનો ડ્રેસ બદલ્યો
- 142મી રથયાત્રામાં બ્લેક પેન્ટ અને વાઇટ શર્ટ હતો ડ્રેસ કોડ
- સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરાયો ડ્રેસ કોડ ચેન્જ કર્યો
ગાંધીનાગર : ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની સુરક્ષા માટેની જવાબદારી વધી જાય છે, ત્યારે 144મી રથયાત્રા દરમિયાન રથયાત્રાના ડ્રેસ ક્રાઈમ બ્રાન્ચના ડ્રેસ કોડ અને જો વાત કરવામાં આવે તો બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ નો ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે અચાનક જ ડ્રેસ કોડમાં મોટો બદલાવ આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ડ્રેસ કોડમાં બદલાવ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Patan Jagannath Rathyatra: ભગવાન જગન્નાથનો મહાઅભિષેક કરવામાં આવ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેસકોડ ચેન્જ કરવામાં આવ્યો
અમદાવાદ જગન્નાથની 144મી રથયાત્રાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેસકોડ ચેન્જ કરવામાં આવ્યો છે. જેમાં ઉપર બ્લેક કલરની ક્રાઈમ બ્રાંચ પોલીસના લખાણ સાથેની ટીશર્ટ અને જીન્સનું પેન્ટ અથવા તો કોટન ટ્રાઉઝરને ડ્રેસકોડ બનાવવામાં આવ્યો છે. આમ સુરક્ષાની દૃષ્ટિને ધ્યાનમાં લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેસકોડ ચેન્જ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આજે અષાઢી બીજ, શું છે રથયાત્રાનુ મહત્વ
પ્રદીપસિંહ જાડેજા નવો ડ્રેસ જોઈને આશ્ચર્ય પામ્યા
મહાદેવની વાત કરવામાં આવે તો જ્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા મંગળા આરતી પહેલા જગન્નાથ મંદિરે પહોંચ્યા, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓ જગન્નાથ મંદિરની અંદર બ્લ્યુ શર્ટ અને મસ્ટર ક્લરનું પેન્ટ પહેરીને આવ્યા હતા, ત્યારે પ્રદિપસિંહ જાડેજા પણ નવો ડ્રેસ કોડ જોઈને આશ્ચર્યચકિત થયા હતા અને તેઓએ ટિપ્પણી કરી હતી કે સુરક્ષાને ધ્યાનમાં લઈને અને આજે ડ્રેસકોડ હતો તે હવે કોઇપણ વ્યક્તિ પહેરી શકે તેવો હતો. જેથી તાત્કાલિક ધોરણે નવા ડ્રેસ કોડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે.
આમ અમદાવાદ ક્રાઈમ પર રથયાત્રાની મહત્વની જવાબદારી
મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની મહત્વની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હોય છે. આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનેક સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની જવાબદારી વધી જાય છે.