કોંગ્રેસ ઉમેદવાર ડો. સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ ઉપરાંત, કલર અને સાણંદમાં પણ કોંગ્રેસની લીડ રહી છે ત્યારે આ બેઠક પર કોંગ્રેસ જીત મેળવશે. ગાંધીનગર ઉત્તર બેઠક, કલોલ અને સાણંદ 3 વિધાનસભા બેઠકમાં બુથ લેવલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકામાંપણ કોંગ્રેસની બહુમતી છે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા, ત્યારે પણ અહીં કોંગ્રેસ જીતી હતી. લોકો અમિત શાહથી કંટાળી ગયા છે, ત્રાસી ગયા છે પરિણામે કોંગ્રેસ આ બેઠક પર ચોક્કસ વિજયી થશે.
![Gandhinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2796282_porbandar-c-j-chavda.jpg)
ગાંધીનગર પાસે એક હોટલમાં ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. કૌશિક શાહે જણાવ્યું હતું કે, આ બેઠક પર જ્યારે વર્તમાન ધારાસભ્ય ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, ત્યારે આપણે આ બેઠક પર પરિવર્તન લાવવાનું છે. કોંગ્રેસના તમામ કાર્યકરોએ એકજૂટ થઈને આપણા કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવાના છે.
બેઠકમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ગાંધીનગર મહાપાલિકા વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, ડો. જીતુ પટેલ, શહેર કોંગ્રેસના મહાપ્રધાન વિરેન્દ્રસિંહ ઝાલા, ઝોન પ્રમુખ રાજેન્દ્રસિંહ ચાવડા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.