ગાંધીનગર: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા અનુસુચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંઘ આચાર્યની ઉપસ્થિતિમાં "યુવા જોડો અભિયાન" કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાલ વિકાસ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાવરીયા ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ ઉપસ્થિત રહી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા.
ગાંધીનગર ખાતે ઉજવણી: ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસરે આર.સી મોરચા અધ્યક્ષ ભાજપના લાલસિંહ આરસીએ જણાવ્યું હતું કે બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર અમે ચાલ્યા અને બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરે સંવિધાનના તમામ કાયદા કાનુન બનાવ્યા. આજે એમના જ સિદ્ધાંતો ઉપર સમગ્ર દેશ ચાલે છે એ એક ગૌરવની વાત છે એના માટે અમને પણ ગર્વ છે. જેને લઇને આજે બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી ગાંધીનગર ખાતે તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થતિમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Mohan Bhagwat in Ahmedabad: RSS વડામોહન ભાગવત GMDC જંગી સભાને સંબોધિત કરશે.
દરેક વ્યક્તિ નિર્ણય લેવા માટે સ્વતંત્ર: આ પ્રસંગે આર.સી.મોરચાના અધ્યક્ષ લાલસિંહે જણાવ્યું હતું કે આજે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિના અવસરે ગુજરાત તેમજ સમગ્ર ભારતના અનુ. જાતિમાં આવતા જનસમુદાય માટે કયો ધર્મ પાળવો, કયા ધર્મનો અંગીકાર કરવો અને કઈ જીવન પદ્ધતિ અપનાવવી, એ અંગે કાયદામાં છૂટછાટ આપવામાં આવી છે. દરેક વ્યક્તિ ધર્મના અનુસંધાનમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. પરંતુ ધર્મનું ધર્માંતરણ કોઈ એવા આક્ષેપ સાથે થાય છે, એ આક્ષેપો બિલકુલ વાહિયાત છે અને આ આક્ષેપો તથાકથિત લોકો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Ambedkar Birth Anniversary: આંબેડકર જયંતિ પર કુલ 1500થી વધારે બૌદ્ધ ધર્મ સ્વીકારશે
એકતાના સામર્થ્ય સાથે જોડવા અપીલ: ભારત દેશ એ એક એવો દેશ છે જ્યાં સમાજના તાણાવાણા વચ્ચે, વિવિધતાઓ વચ્ચે દેશવાસીઓને ૭૫ વર્ષથી એકતાની સાંકળ સાથે જોડી રાખ્યા છે. ત્યારે વિરોધીઓના આ પ્રકારના કૃત્યને વખોડી તમામ ભારતીયોને એકતાના સામર્થ્ય સાથે જોડવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ ભારતની એકતા જાળવવા તમામ સમાજ એક થઈ સંગઠનને તોડવા મથતા અમુક સંગઠનના હોદ્દેદારો થકી કરવામાં આવતા કૃત્ય પ્રત્યે જાગૃત થઈ તમામ કોમ અવાજ ઉઠાવે અને ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તેના રચયિતા એવા બાબાસાહેબના સંવિધાનના અમલ માટે તત્પર રહે તેવો મેસેજ આપવા અનુરોધ કર્યો હતો.