ETV Bharat / state

કોંગ્રેસ પાસે સત્તા હોય તો અમને સસ્પેન્ડ કેમ કરતા નથી: ધવલસિંહ ઝાલા - CONGRESS

ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રણ ધારાસભ્યો દ્વારા પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે ત્રણેયને હોદ્દા પરથી દૂર કરવા હાઈકૉર્ટમાં અપીલ કરી છે. આ મુદ્દે બાયડના ધારાસભ્યએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

hd
author img

By

Published : Jul 1, 2019, 9:33 PM IST

કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર સહિતના ત્રણ ધારાસભ્યો પર પક્ષ વિરુદ્ઘ કામ કરવાના આક્ષેપ સાથે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવા હાઈકૉર્ટમાં અપીલ કરી છે. આ ત્રણમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ધવલસિંહે આજે કોંગ્રસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટીએ ફક્ત લોકોમાં અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનવા માટે હાઈકૉર્ટમાં અરજી કરવાનો સ્ટંટ કર્યો છે. કોંગ્રેસ પાસે અમને સસ્પેન્ડ કરવાની સત્તા છે, તો અમને સસ્પેન્ડ કેમ નથી કરતા?

કોંગ્રેસ પાસે સત્તા છે તો મને સસ્પેન્ડ કરેઃ ધવલસિંહ ઝાલા

કોંગ્રેસની કોઈ પણ મિટીંગનું આમંત્રણ મળતુ નથી. રાજ્યસભાની ચૂંટણી બાબતે ઝાલાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ અમને ઘરે વ્હીપ મોકલવાની છે. પરંતુ ઈલેક્શન પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસ પક્ષ તેમને મોકલશે તેમ લાગી રહ્યું છે.. તેમણે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપતા કહ્યું કે અલ્પેશ ઠાકોરના કદ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ તેમની સતત અવગણના કરી છે. ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ફેલાવી હતી. કોંગ્રેસમાં હાલ જૂથ પડેલા દેખાઈ રહ્યાં છે. હાઈકૉર્ટમાં દાખલ કરેલી અરજી ફક્ત બદનામ કરવા માટે કરાઈ છે. પ્રજાએ તેમને ચૂંટણીમાં જવાબ આપી દીધો છે.

રાજ્યસભા ચૂંટણી સંદર્ભે તેમણે કહ્યું હતુ કે, અલ્પેશ ઠાકોર સાથે બેઠક કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં જ જાણ થશે કે બાગી ધારાસભ્યો ભાજપને ફાયદો પહોંચાડે છે કે કોંગ્રેસને સાથ આપે છે.

Intro:હેડિંગ : કોંગ્રેસ પાર્ટી મીડિયા ચમકવા માટે નાટક કરે છે, તેમની પાસે સત્તા છે તો કેમ સસ્પેન્ડ નથી કરતા : ધવલસિંહ ઝાલા
કોંગ્રેસ પક્ષના ત્રણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ધવલસિંહ અને બીજા અન્ય એક ધારાસભ્ય સાથે ગદ્દારી કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પાર્ટીએ હાઇકોર્ટમાં આ ત્રણેય ધારાસભ્ય પદ આઝાદ થાય તે અંગેની અરજી કરી છે તે મુદ્દે આજે ધવલસિંહ ઝાલા એ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ફક્ત લોકોમાં અને મીડિયામાં ચર્ચા નું કેન્દ્ર બનવા માટે આવું કરે છે. જ્યારે કોંગ્રેસ પક્ષ પાસે અમને સસ્પેન્ડ કરવાની તમામ સત્તા છે. Body:આ બાબતે ધવલસિંહ ઝાલા વધુ માં જણાવ્યું હતું કે કોંગ્રેસ ફોક્સ ફક્ત લોકોમાં ચર્ચા માં રહેવા માટે હાઇકોર્ટમાં ખોટી ખોટી અરજીઓ કરે છે જ્યારે તેઓની પાસે અમને સસ્પેન્ડ કરવાની સત્તા છે કે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હવે કોઈપણ પ્રકારની મિટિંગ અને બેઠકો માટે કોઈ જ પ્રકારનું આમંત્રણ મળતું નથી ત્યારે આ બાબતે કોંગ્રેસ પક્ષના પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે એસએમએસથી તમામ ધારાસભ્યોને જાણ કરીએ છીએ પરંતુ કોઈપણ એસએમએસ અમને મળતા નથી જ્યારે રાજ્યસભાની ચૂંટણી બાબતે ઝાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ અમને ઘરે વીપ મોકલવાની છે પરંતુ તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઇલેક્શન પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસ પક્ષ તેમને મોકલશે. Conclusion:આમ ધવલસિંહ ઝાલા ય ફરીથી કોંગ્રેસ પક્ષને ચીમકી આપી હતી કે લોકસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને જવાબ આપી દીધો છે હવે રાજ્યસભામાં પણ અમે કોંગ્રેસ ને સારી રીતે જવાબ આપીશું.
બાઈટ...

ધવાલસિંહ ઝાલા ધારાસભ્ય કોંગ્રેસ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.