ETV Bharat / state

DGP Vikas Sahay Profile : ગુજરાતને મળ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા સંભાળનાર અધિકારી ડીજીપી વિકાસ સહાય - 1989ની બેચના આઈપીએસ વિકાસ સહાય

ગુજરાતના ગૃહવિભાગ દ્વારા રાજ્યના નવા કાયમી ડીજીપીના નામનું સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યું છે. ત્યારે જેમના નામની ધારણા હતી તે ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને હવે કાયમી પદ સોંપી દેવામાં આવ્યું છે. 1989ની બેચના આઈપીએસ વિકાસ સહાયની નંબર વન પોસ્ટ પર પહોંચવાના અવસરે તેઓ વિશે રસપ્રદ વિગતો જાણીએ.

DGP Vikas Sahay Profile : ગુજરાતને મળ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા સંભાળનાર અધિકારી ડીજીપી વિકાસ સહાય

author img

By

Published : Mar 1, 2023, 3:06 PM IST

Updated : Mar 1, 2023, 5:28 PM IST

ગાંધીનગર : ગુજરાતના નવા ડીજીપી વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપીમાંથી ફૂલ ટાઇમ ડીજીપી તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે. ત્યારે કાયમી ડીજીપી તરીકે વિકાસ સહાયનું નામ ગઇકાલે ફાઈનલ કરી દેવાયું છે. 31 જાન્યુઆરીથી વિકાસ સહાય ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત હતાં જેઓની હવે સત્તાવાર DGP તરીકે નિમણુક થઇ ગઇ છે જેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર થઇ ગયું છે..આ પહેલાં ફેબ્રુઆરીના મધ્યમાં યુપીએસસી મીટિંગમાં તેમનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાય પૂર્ણ સમયના કાયમી ગુજરાત ડીજીપી બન્યાં છે ત્યારે તેમના વિશે કેટલીક રસપ્રદ બાબતો પર એક નજર કરી લઇએ.

પોલીસ કર્મચારીઓના વેલબીઇંગ માટે પણ સક્રિય રહે છે

28 દિવસ બાદ ગુજરાતને નવા ડીજીપી મળ્યાં 31 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર અને પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાએ વય નિવૃત્તિ લીધી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક તો કરી દેવામાં આવી હતી પરંતુ ડીજીપી તરીકે ફક્ત ઇન્ચાર્જ ડીજીપીની જાહેરાત કરાઈ હતી. ત્યારે આજે સત્તાવાદ રીતે રાજ્ય સરકારે દ્વારા ગુજરાતને ડીજીપીની નિમણૂક કરી છે. 31 જાન્યુઆરીના રોજ ગુજરાતના ડીજીપી તરીકે આશિષ ભાટિયા વય નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તથા તાત્કાલિક ધોરણે 31 જાન્યુઆરીના દિવસે આઇપીએસ વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. યુપીએસસી કમિટી અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારમાં અમુક કામગીરી બાકી હોવાના કારણે પૂર્ણકાલીન ડીજીપી ગુજરાતને પ્રાપ્ત થયા ન હતા અને હવે 28 દિવસ બાદ એક માર્ચના રોજ રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરીને પોલીસવાડાનો સત્તાવાર ચાર્જ વિકાસ સહાયને સોંપવામાં આવ્યો છે આમ 28 દિવસ બાદ ગુજરાતને નવા ડીજીપી પ્રાપ્ત થયા છે.

ડીજીપી તરીકેનો સંદેશ
ડીજીપી તરીકેનો સંદેશ

DGP વિકાસ સહાયને મળશે કેટલો પગાર ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના નોટિફિકેશનની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના નવા ડીજીપી વિકાસ સહાયને 17 એપેક્ષ મેટ્રિક્સ પે 2,25,000 ફિક્સમાં પ્રતિ માસની સેલેરી પ્રાપ્ત થશે.

આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા કામગીરીનો અનુભવ : ગુજરાતના નવા નીમાયેલા આ પોલીસ વડા યુનાઇટેડ નેશન્સની પીસ કીપિંગ મિશનમાં કાર્ય કરી ચૂક્યાં છે.વિકાસ સહાયની વિશેષતા એ છે કે તેઓએ આંતરરાષ્ટ્રીય ધોરણે સલામતીની જવાબદારી પણ સંભાળી છે. તેઓ યુનાઇટેડ નેશન્સની પીસ કીપિંગ મિશનની જવાબદારી દરમિયાન 1998-99માં બોસ્નિયા હર્જગોવિનામાં પોસ્ટિંગ સંભાળી હતી.

ગૃહપ્રધાન હર્શ સંઘવી સાથે મહત્ત્વની ચર્ચામાં વિકાસ સહાય

વિકાસ સહાયની કારકિર્દીના સીમાચિહ્નો : વિકાસ સહાયની કારકિર્દીના અગત્યના પડાવ વિકાસ સહાય 1989ની બેચના અધિકારી છે અને તેમનું પહેલું પોસ્ટિંગ 1999માં આણંદ એસપી તરીકે થયું. 2001માં અમદાવાદ રુરલમાં એસપી તરીકે મૂકાયાં. 2002માં અમદાવાદમાં જ ઝોન બે અને ત્રણના ડીસીપી તરીકે આગળ વધ્યાં 2004માં ટ્રાફિક ડીસીપી, 2005માં એડિશનલ ટ્રાફિક સીપી સુધી અમદાવાદમાં જ રહ્યાં. ત્યારબાદ 2007માં તેઓ એડિશનલ સીપી તરીકે સુરત પહોંચ્આં અને 2008માં જોઇન્ટ સીપી સુરત, 2009માં આઈજી, સિક્યુરિટી, 2010માં આઈજી સીઆઈડી અને આઈજી આઈબી તરીકે સુરતમાં જ ફરજ બજાવી હતી. તે બાજ 2016 સુધી રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યાં હતાંં અને તે બાદ ઇન્ચાર્જ ડીજીપી નીમાયાં ત્યાં સુધી તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીના તાલીમ મહાનિર્દેશક તરીકે કામ કરી ચૂક્યાં છે.

આ પણ વાંચો Vikas Sahay submitted Report : CP તોડકાંડની તપાસનો રીપોર્ટ ગૃહવિભાગને સોપતાં વિકાસ સહાય

અન્ય અધિકારીઓ પણ રેસમાં હતાં : આપને જણાવીએ કે પૂર્વ ડીજીપી આશિષ ભાટિયા 31 જાન્યુઆરી 2023ના રોજ નિવૃત્ત થયાં એ પહેલાં આ હોદ્દા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરના નામ પણ રેસમાં હતાં. ત્યારે સરકારે વિકાસ સહાયના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. સંજય શ્રીવાસ્તવ પણ નજીકમાં જ રીટાયર થઇ રહ્યાં હોવાથી છેવટે વિકાસ સહાયનું નામ આખરી કરવામાં આવ્યું હતું. વિકાસ સહાય ભરતી બોર્ડના ચેરમેન હતાં ત્યારે પેપર લીક કાંડના કારણે રુપાણી સરકારમાં થોડા હાંસિયામાં મૂકાયાં હતાં. જ્યારે હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગુજરાત પોલીસ વડા તરીકેની નંબર વન પોસ્ટ પર આવીને મોટી જવાબદારી સંભાળશે.

રાજ્યની મુખ્ય જવાબદારી સંભાળનાર એકસાથે
રાજ્યની મુખ્ય જવાબદારી સંભાળનાર એકસાથે

રક્ષાશક્તિ યુનિવર્સિટીને મજબૂત કરવામાં યોગદાન : વિકાસ સહાયે અમદાવાદ અને સુરત શહેરમાં મહત્ત્વની જવાબદારી સંભાળી તેમાં આઈજી, સીઆઈડી અને આઇબી જેવી ગુપ્તચર કામગીરીનો અનુભવ મળ્યો તેણે મોટી ભૂમિકા ભજવી હતી. વિકાસ સહાયની કારકિર્દીમાં મહત્ત્વનો પડાવ એ રહ્યો કે ભારતની પહેલી પોલીસ યુનિવર્સિટી એવી રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના થઇ તે વાસ્તવમાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીનો મહત્વનો પ્રોજેક્ટ હતો તેના વિકાસમાં વિકાસ સહાયની 2010થી સફળતાથી પોસ્ટ સંભાળી હતી.

રાજકોટ પોલીસ કમિશનર ભ્રષ્ટાચાર કેસની તપાસ સોંપાઇ : વિકાસ સહાય માટે તેમની કારકિર્દીના મહત્ત્વના કેસ તરીકે રાજકોટમાં થયેલો સખીયા બંધુઓ દ્વારા તોડબાજીના આક્ષેપોની ઘટના યાદ કરવામાં આવશે. 7 કરોડની ઉઘરાણી અને સાહેબના ભાગ તરીકે 75 લાખ ચૂકવાયા હોવાના આક્ષેપોના આ કાંડમાં ભાજપ ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ રાજકોટ શહેર પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં હતાં. જેમાં સરકારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારની તપાસ સીનીયર ડીજીપી વિકાસ સહાયને સોંપી હતી અને વિકાસ સહાયે તપાસ કરી તેનો ગુપ્ત અહેવાલ સરકારને સોંપ્યો હતો.

વિકાસ સહાયની કાર્યશૈલી : વિકાસ સહાયની ગણના તળના તપકા સુધી કામ કરનાર અધિકારી તરીકેની હંમેશા રહી છે. એક જવાબદાર અધિકારી તરીકે તેઓ તેમના જિલ્લા જિલ્લામાં ફરીને પોલીસની કામગીરી સંબંધે નિરીક્ષણ કરવું અને સુધારાત્મક પગલાં લેવા તત્પર રહેતાં જોવા મળ્યાં છે. તેઓ ઇન્ચાર્જ ડીજીપી નીમાયાં ત્યારે પણ રાજ્યના તમામ જિલ્લામાં ફરી ફરીે લોકોની સમસ્યાઓ તાત્કાલિક ધોરણે સમાધાન કરવાની સલાહ સાથે જે તે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. પાછલા સમયમાં વ્યાજખોરી સામેની ઝૂંબેશને ગતિમાન કરવામાં પણ તેમની સારી ભૂમિકા રહી છે.

આ પણ વાંચો Gujarat DGP : DGP વિકાસ સહાયની વડોદરા મુલાકાત, સ્ટાફ સાથે શહેરની પરિસ્થિતિ પર કરી ચર્ચા

ગુજરાત પોલીસની છબી સારી રીતે ઉભરે તેવી કામગીરી કરશે : ગુજરાતના હંગામી ડીજીપી બન્યાં ત્યારે વિકાસ સહાયે ખાતરી આપી હતી કે હવે તમામ ગુજરાતના નાગરિકોને સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય તેવા પ્રયાસો કરીશું અને ગુજરાત પોલીસની છબી સારી રીતે ઉભરે તેવી કામગીરી પણ કરીશું અનેે નાગરિક સુરક્ષાની દરેક બાબતને ધ્યાનમાં રાખીને પ્રજાની અપેક્ષા પૂરી કરવાનો પ્રયત્ન કરાશેે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ગુનાખોરી કાબૂમાં લેવા અને લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવવાની તેમ જ નાગરિકો સાથેના પોલીસના સદવ્યવહારની અપેક્ષા હોય છે તેને પણ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ કામ કરશે.

વિકાસ સહાય સામે રાજ્યમાં પેપર લીક કાંડ અટકાવવાનો પડકાર : ગુજરાતમાં ધડાધડ થઇ રહેલા પેપર લીક કાંડમાં તાજેતરમાં થયેલા પેપર લીક મુદ્દે પણ એક્શન મોડની તૈયારી દર્શાવતાં કહ્યું કે હું ભૂતકાળમાં પોલીસ ભરતી બોર્ડનો અધ્યક્ષ હતો ત્યારે તેના અનુભવ લઈને એને અન્ય લોકો સાથે અને પરીક્ષા પ્રતિનિધિ બોર્ડ સાથે પણ વાતચીત કરી છે અને પેપર લીકની સમસ્યાનો ઉકેલ લાવીશું. હાલમાં બજેટ સેશનમાં પેપર લીક વિરોધી બિલ પસાર થઇ ગયું છે ત્યારે ગુજરાતમાં પેપર લીક કાંડ બનતાં અટકાવવા વિકાસ સહાય માટે મોટી પરીક્ષા સમાન પણ બની રહેશે.

Last Updated : Mar 1, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.