ગાંધીનગર : 31 જાન્યુઆરીના રોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા વય નિવૃત્ત થયા હતાં. જેને પગલે અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ સહાયને ઇન્ચાર્જ DGP તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં ત્યારે હવે ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ સહાયને ફૂલ ટાઇમ માટે ગુજરાતના DGP તરીકે જાહેર કરી શકે છે. જાણવા મળતાં સૂત્રો પ્રમાણે ગણતરીના દિવસોમાં સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
જિલ્લા જિલ્લામાં ફરે છે વિકાસ સહાય : રાજ્ય સરકાર દ્વારા આશિષ ભાટિયા બાદ ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયની જાહેરાત કરવામાં આવી હતી. વિકાસ સહાય 31 જાન્યુઆરીના રોજ ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ રાજ્યના નવા ઇન્ચાર્જ DGP વિકાસ સહાયે રાજ્યના તમામ જિલ્લામાં ફરીને લોકોની સમસ્યાઓ તાત્કાલિક ધોરણે સમાધાન કરવાની સલાહ સાથે જે તે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. જ્યારે હજુ આ અનેક જિલ્લામાં આ કામ યથાવત રાખવામાં આવ્યું છે જ્યારે સોમવારે આઈબી સાથે પણ ખાસ બેઠક યોજાઇ હતી.
યુપીએસસી બેઠકમાં વિકાસ સહાય નામ ફાઇનલ કરાયું : કોઈપણ રાજ્યના ડીજીપીની નિમણૂક માટે રાજ્ય સરકાર ત્રણ અધિકારીઓના નામ યુપીએસસીને સૂચવે છે. જે નામો વિશેે યુપીએસસી ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરે છે. પરંતુ જે તે સમયે નામ ઉપર ચર્ચા વિચારણા થઈ ન હોવાના કારણે વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની નિમણૂક કરાઈ હતી. પરંતુ મળતી માહિતી પ્રમાણે હવે યુપીએસસીની બેઠકમાં વિકાસ સહાય ગુજરાતના ડીજીપી તરીકેનું નામ ફાઇનલ થયું છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકે વિકાસ સહાયને જ જવાબદારી સોંપવામાં આવશે.
ચાર્જ લેતા સમયે શું કહ્યું હતું ઇન્ચાર્જ DGP વિકાસ સહાયે? : નવા ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને ગુજરાત રાજ્યના ડીજીપી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે તે માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું. મારા માટે સૌભાગ્યની વાત છે કે મને ગુજરાત પોલીસનું કમાન્ડ સોંપવામાં આવ્યું છે. જ્યારે હવે તમામ ગુજરાતના નાગરિકોને સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય તેવા પ્રયાસો કરીશું અને ગુજરાત પોલીસની છબી સારી રીતે ઉભરે તેવી કામગીરી પણ કરીશું. જ્યારે દરેક બાબતને ધ્યાનમાં રાખીને જનતાની અપેક્ષા પણ પૂરી કરવામાં આવશે.
આ પણ વાંચો Gujarat DGP : DGP વિકાસ સહાયની વડોદરા મુલાકાત, સ્ટાફ સાથે શહેરની પરિસ્થિતિ પર કરી ચર્ચા
કાયદો અને વ્યવસ્થા મુદ્દે શું કહ્યું હતું વિકાસ સહાયે : નવા ઇન્ચાર્જ ડીજીપી બનવા સમયે એમ પણ કહ્યું હતું કે ક્રાઈમ અને લો ઓર્ડર તથા પોલીસના વ્યવહારની તમામ લોકોને સારી અપેક્ષા હોય છે તેને પણ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ કામ કરશે. સાથે જ હમણાં જે પેપર લીક થયું છે તેમાં પણ હું ભૂતકાળમાં હું પોલીસ ભરતી બોર્ડનો અધ્યક્ષ હતો ત્યારે તેના અનુભવ લઈને એને અન્ય લોકો સાથે અને પરીક્ષા પ્રતિનિધિ બોર્ડ સાથે પણ વાતચીત કરી છે અને પેપર લીકનો પણ ઉકેલ લાવીશું.