ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022)નજીક આવી રહી છે. દર પાંચ વર્ષે કોંગ્રેસ દ્વારા યુવાનોને સ્પર્શતા(Gujarat Youth Congress) મુદ્દાઓને ચર્ચા કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં યુવા કોંગ્રેસ પ્રમુખે 17 તારીખના રોજ રાજ્યની તમામ જિલ્લા રોજગાર કચેરી ઘેરાવો કરવાની જાહેરાત કરી હતી. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના(Gujarat Congress) યુવા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સત્યાગ્રહ છાવણીથી કર્મયોગી ભવન જાય તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત યુથ કૉંગ્રેસ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરશે, જાણો આ છે કારણ
પોલીસ પરવાનગી જ નહીં - ગાંધીનગરમાં કોંગ્રેસના યુવા પ્રમુખ વિશ્વનાથ સિંહ અને તેમની સાથે રહેલા 25 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે ગાંધીનગરના DYSP એમ કે રાણાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ દ્વારા આજે બેરોજગારી મુદ્દે રોજગાર કચેરીનો ઘેરાવનો કાર્યક્રમ (Gujarat mange Rojgar)રાખ્યો હતો જે બાબતે પોલીસે કોઇ પણ પ્રકારની મંજૂરી આપી ન હતી અને તેઓ પાડા રોજગાર કચેરી જઇ રહ્યા હતા ત્યારે જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: રાજ્યમાં અધધ 3.46 લાખ શિક્ષિત બેરોજગાર, વિધાનસભામાં ગુજરાત સરકારે જણાવ્યો આંકડો
યુવાઓઅનેક ફોર્મ ભર્યા પણ પેપર ફૂટ્યા - કોંગ્રેસના યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો યુવાનો એ જાહેર પરીક્ષાના ફોર્મ ભર્યા પરંતુ પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જાય છે અને યુવાઓ બેરોજગાર જ રહે છે. વિધાનસભામાં પણ તમામ જિલ્લાઓમાં લાખો હજારો લોકો બેરોજગાર હોવાનું પણ રાજ્ય સરકારે કબૂલ્યું છે ત્યારે રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી આજે તમામ જિલ્લાની રોજગાર કચેરી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર પોલીસને આગળ કરીને અમને રોકી રહ્યા હોવાનો આક્ષેપ પણ વાઘેલાએ કર્યો હતો.