ગાંધીનગર: દહેગામ તાલુકામાં 2 કેસ સામે આવ્યાં છે. જેમાં દહેગામમાં આવેલી આરાધના સોસાયટીમાં 38 વર્ષીય મહિલા જે છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં રહેતી હતી અને છેલ્લા 4 મહિનાથી દહેગામ આવી હતી, જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દહેગામના જૂના બજાર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. ગાંધીનગર તાલુકાના ગામમાં રહેતો 24 વર્ષીય યુવક ખાત્રજમાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે. તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કલોલમાં રહેતી 42 વર્ષીય મહિલા પોઝિટિવ આવતા તેના પરિવારના 4 વ્યક્તિને ક્વોરેન્ટાઇન કરાયા છે. જૂના ચોરાની 54 વર્ષીય મહિલા પરિવારની 4 વ્યક્તિને ક્વોરેન્ટાઇન કર્યા છે. સઇજમાં 5 દિવસનું નવજાત શિશુ કોરોનાથી સંક્રમિત થતા પરિવારની 3 વ્યક્તિ ક્વોરેન્ટાઇન કરાયા છે. જ્યારે નવજાત બાળકનુ મોત થયું હતું. સાંતેજના 50 વર્ષીય પુરૂષ જે નરોડામાં કારખાનું ધરાવે છે. તેમને બીપી અને શ્વાસની બિમારી છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે કારણે તેમના પરિવારના 4 સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ફિરદૌસ પાર્કમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે, જેમનું મોત થયું છે.
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી 267 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં 93 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. તેમજ 154 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 20 વ્યક્તિઓના મોત થયા છે. તેમજ જિલ્લામાં 3176 વ્યક્તિઓના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 267 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. 2909 વ્યક્તિઓને નેગેટિવ કેસ આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 11896 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.