દહેગામ પોલીસ સ્ટેશનમાં કડાદરા ગામમાં રહેતા રણવીર સિંહ બિહોલાને ગામના જ શખ્સો દ્વારા એક વર્ષ પહેલા નવરાત્રીમાં છરી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગામના સરપંચ સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિષ્ણુભાઈ મફતભાઈ પટેલના બે પુત્ર પાર્થ અને વિશાલ સામે પણ આરોપીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્થ અને વિશાલના પિતા વિષ્ણુભાઈ મફતભાઈ પટેલને છરી મારનાર આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી.
જેમાં કડાદરાના સરપંચનો પણ સમાવેશ થાય છે. ત્યારે વિષ્ણુભાઈ પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં સરપંચ અને આરોપીની ધરપકડ કરવા દહેગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.પરતું દહેગામ પોલીસે વિષ્ણુભાઈની રજૂઆત સામે ધ્યાન નહીં આપતા આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.વિષ્ણુભાઈ પટેલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ નામદાર હાઈકોર્ટ દ્વારા દહેગામ પોલીસને આઠ સપ્તાહમાં તપાસ કરી તેની FRI દાખલ કરી તે અંગેના કારણો લેખિતમાં પિટિશનરને આપવા 10 એપ્રિલ 2019 ના રોજ હુકમ કરી જણાવ્યું હતું. તેમ છતાં હજુ દહેગામ પોલીસના અધિકારીઓ દ્વારા પિટિશનર વિષ્ણુભાઈ પટેલને આપી નથી. તેમજ પોલીસ પ્રોટેકશન પણ પુરુ પાડવામાં આવ્યું નથી.અને આરોપી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા બાદ ભ્રષ્ટાચારમાં રાચતી દહેગામ પોલીસને 2 ઓગસ્ટ 19 ના રોજ હાઈકોર્ટમાં હાજર રહેવા નોટિસ કાઢી હતી.આ નોટિસ આપ્યા બાદ lCBના PSI રાઠોડ હાજર રહ્યા હતા.
PSIની હાઇકોર્ટમાં પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, હું આરોપીઓની ઘરપકડ કરી શકવામાં સક્ષમ નથી. ત્યારબાદ 4 જૂનના રોજ સીડીઆર મંગાવવામાં આવ્યા હતા. જ્યારે વોઈસ તપાસ માટે 11 જૂનના રોજ રીક્વેસ્ટ કરવામાં આવી હતી. ત્યારે એફએસએલ દ્વારા 10 ઓક્ટોબરનો સમય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા ગાંધીનગર પોલીસ અધિક્ષક દ્વારા વહેલી તકે સાક્ષીઓને પોલીસ પ્રોટેકશન આપવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતો પર પૂરતું મોનિટરિંગ કરવા પણ ટકોર કરી છે. જ્યારે દહેગામ પોલીસે શું તપાસ કરી તેની સંપૂર્ણ માહિતી મેળવવા અને લાગતા વળગતા અધિકારીઓ સામે પગલાં ભરવા આદેશ કર્યો છે.
મર્ડર કેસમાં ફરિયાદમાં જણાવેલ આરોપીને દહેગામ પોલીસ હજુ પણ પકડી શકી નથી. વિષ્ણુભાઈ પટેલે કહ્યું કે, 15 દિવસ પહેલા જ આરોપીઓ દ્વારા મારા દીકરા પાર્થ ઉપર અજાણ્યા લોકો દ્રારા હુમલો કરાવ્યો હતો.અમે પોલીસમાં ફરિયાદ કરવા જઈએ છીએ તો અમને પાછા મોકલી દે છે. ત્યારે રક્ષણ કરવાવાળી પોલીસ આજે આરોપીઓની બાજુ લઇ રહી છે. તેવું જોવા મળી રહ્યું છે.