ગાંધીનગર: રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ લેન્ડફોલ થયા બાદ જુદા જુદા જિલ્લાઓની સ્થિતિ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધારે નુકસાન પીજીવીસીએલ વિભાગને થયું છે. અનેક જિલ્લાઓમાં વીજપોલ પડી ગયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ અધ્યક્ષતામાં બેઠક કરી હતી. જેમાં વાવાઝોડા અંગે તથા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિડિયો કોન્ફરન્સ: પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા જે તે જિલ્લામાં થયેલા નુકસાન અંગે પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા અંગે સૂચના અપાઈ હતી. હજુ પણ આ વિસ્તારમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકે પવનની ગતિ જોવા મળી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી. આટલી મોટી આફતમાં એક પણ કેઝયુલટી થઈ નથી. 1 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સ્થળાંતર કરેલા લોકો: જિલ્લા કક્ષાએથી નિર્ણય કરીને સ્થળાંતર કરેલા લોકોને પરત મોકલવામાં આવશે. કચ્છના જિલ્લાના 3 રોડ બંધ કરવામાં આવ્યા છે. આગળના રોડ-રસ્તાઓ ડેમેજ થવાને કારણે રસ્તાઓ બંધ કરાયા છે. રાજ્યના જુદા જુદા કાંઠાળા વિસ્તારના 4600 ગ્રામ્ય વિસ્તારો લાઈટ કપાઈ હતી. 3500થી વધુ ગ્રામ્ય વિસ્તારોને વીજ પુરવઠો પરત શરૂ કરવામાં આવ્યો છે. કાચા મકાનો 20, ઝૂપડા 20 સંપૂર્ણ રીતે નાશ થયા છે. 2 પાકા મકાનોમાં નુકશાની થઈ છે.
રાજસ્થાનના ભાગોમાં વરસાદ: વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો સર્વે કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે. વાવાઝોડા પછી ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં, મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાંના કારણે દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની પડી છે.
વિજળીને રીસ્ટોર: દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે. 5120 વીજળીના થાંભલા ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી અત્યાર સુધી 1320 વીજળીના થાંભલાને રિસ્ટોર કરાયા છે. વાવાઝોડાથી પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે. આ ઉપરાંત 4629 ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી 3580 ગામોમા વિજળીને રીસ્ટોર કરવામાં આવી છે.