ETV Bharat / state

Cyclone Biparjoy Landfall: ઉત્પતિથી લઈને અંત સુધી સૌરાષ્ટ્ર-ક્ચ્છના દરિયાકાંઠે તારાજી, હવે ઉત્તરપૂર્વ બાજું ફટાશે - cyclone biporjoy live news

અરબી સમુદ્રમાં ઊભું થયેલુ વાવાઝોડું તારીખ 6 જૂનના રોજ સેટેલાઈટ મેપ પર જોવા મળ્યું હતું. દસ દિવસની સફર બાદ કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાં લેન્ડફોલ થયું હતું. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે વીજપોલ ઉખડી ગયા હતા જ્યારે અનેક વૃક્ષ ધરાશાય થયા હતા. તારીખ 6 જૂનના રોજ જ્યારે વાવાઝોડું 5 કિમીની સ્પીડથી આગળ વધી રહ્યું હતું. એ સમયે એની દિશા ઉત્તર દિશા હતી.

વાવાઝોડાની ઉત્પતિથી લઈને અંત સુધી સૌરાષ્ટ્ર-ક્ચ્છના દરિયાકાંઠે તારાજી, હવે ઉત્તરપૂર્વ બાજું ફંટશે

author img

By

Published : Jun 16, 2023, 9:04 AM IST

ગાંધીનગરઃ જ્યારે આ વાવાઝોડું પહેલી વખત ટ્રેસ થયું એ સમયે પાકિસ્તાનના કરાંચી બાજું આગળ વધી રહ્યું હતું. હવે લેન્ડફોલની પ્રક્રિયા બાદ રાજસ્થાન બાજું ફંટાય એવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. ગુરૂવારે સાંજે જ્યારે લેન્ડફોલ થયું એ સમયે સવારે 9.30 વાગ્યે એની આગળ વધવાની ગતિ 6 કિમી રહી હતી. જ્યારે અંતર જખૌ દરિયાઈ વિસ્તારથી 180 કિમી રહ્યું હતું. બપોરે 12.30 વાગ્યે 8 કિમીની આગળ વધવાની ગતી રહી જ્યારે અંતર 135 કિમી રહ્યું હતુ. બપોરના સમયે 2.30 વાગ્યે આગળ વધવાની ગતિ 6 કિમીની હતી જ્યારે જખૌથી અંતર 120 કિમીનું રહ્યું હતું.

બપોર પછી પરિવર્તનઃ વાવાઝોડું જેમ જેમ સાંજ ઢળે એમ વધારે ભયાનક રૂપ લઈ રહ્યું હતું. બપોરના 3.30 વાગ્યે એની આગળ વધવાની ગતિ 6 કિમી હતી જ્યારે જખૌનથી એનું અંતર 100 કિમી રહ્યું હતું. સાંજે 4 વાગ્યે આગળ વધવાની ગતિ 12 કિમી રહી હજ્યારે અંતર 80 કિમી રહ્યું હતું. જ્યારે સાંજે 6.30 વાગ્યે જખૌના દરિયાઈ વિસ્તારમાં સાયક્લોન લેન્ડ ફોલ થયું એ સમયે માત્ર 50 કિમી દૂર રહ્યું હતું. એટલે જેમ જેમ સમય આગળ વધતો જતો એમ અંતર ઘટતું હહતું અને ગતિમાં આંશિક વધારો થતો હતો.

લેન્ડફોલમાં છ કલાકઃ ગુરૂવારે સાંજે 6.30 વાગ્યા લેન્ડફોલ શરૂ થયું હતું. જે સતત છ કલાક સુધી ચાલ્યું હતું. જેમાં 140 કિમીની સ્પીડથી પવન ફૂંકાયો હતો. સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર કચ્છના પંથકમાં થઈ છે. ખાસ કરીને માંડવી તથા જખૌમાં ઘણું નુકસાન થયું છે. જખૌમાં કુદરતી રીતે કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે કોઈ માનવ નુકસાન થયું ન હતું. દરિયાકિનારે 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા.

ભારેથી અતિભારે વરસાદ: હવામાન ખાતાની આગાહી અનુસાર લેન્ડફોલ બાદ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો છે. ગુરૂવારની રાત સૌરાષ્ટ્ર કચ્છના કાઠાળા વિસ્તાર માટે કતલની રાત પુરવાર થઈ હતી. કચ્છ હાઈવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભચાઉમાં વીજળીના થાંભલાઓ પડી ગયા હતા. માંડવીના દરિયાકિનારે એક રૌદ્રરૂપ જોવા મળ્યું છે.

  1. Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી
  2. Gujarat Cyclone Biparjoy Landfall : ગુજરાતના કચ્છમાં જખૌ દરિયાકાંઠેથી બિપરજોય વાવાઝોડુ લેન્ડફૉલ થયું, અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.