ગાંધીનગર: ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પણ રેસ્ક્યુ માટે અને વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદની કામગીરી માટેની તૈયારીઓ દર્શાવી છે. ઇન્ડિયન પોસ્ટ ગાર્ડના નોંધ વેસ્ટ રીઝનના ઇન્સ્પેક્ટર જનરલ એ. કે. હરબોલાએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે વાવાઝોડા બાબતે કોસ્ટ ગાર્ડ પણ એલર્ટ છે અને 6 જૂનથી જ્યારે વાવાઝોડાએ સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
6 જૂનથી સતત મોનીટરિંગ: કોસ્ટ ગાર્ડના અધિકારી અમિતકુમારએ નીવેદન આપ્યું હતું કે આ ખૂબ જ સિવિયર સાયકલોન છે અને છ જૂનથી અમે સતત મોટેરિંગ કરતા હતા અને એ જ સમયથી અમારા એરક્રાફ્ટ અને સક્રિય કર્યા હતા. માછીમારોને પણ સાયકલોન બાબતે તાત્કાલિક ધોરણે સજા કર્યા હતા એટલે જ કોઈ માછીમાર દરિયામાં ફસાયો નથી. આ ઉપરાંત સ્ટેક હોલ્ડર પોર્ટ અને મરીન પોલીસ સાથે મળીને અમે હાલમાં કામ કરી રહ્યા છે. 39 શીપ અમે ગઈકાલ સુધી પરત લાવવાની કામગીરી કરી છે.
અલગ અલગ જગ્યાએ હેલિકોપ્ટર એલર્ટ: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નોંધ વેસ્ટ ઇન્સ્પેક્ટર અમિતકુમારએ વધુમાં નિવેદન આપ્યું હતું કે વાવાઝોડાના ધ્યાનમાં લઈને કોસ્ટ ગાર્ડ દ્વારા અલગ અલગ જગ્યા પર આઠ સ્ટેશનમાં 15 જહાજ, 7 એરક્રાફ્ટ અને ચાર ડોનિયર અને ત્રણ હેલિકોપ્ટર પણ રાખવામાં આવ્યા છે. ગઈકાલે ત્રણ જહાજ દરિયામાં જોવા મળ્યા હતા એમાં એક જહાજમાં એન્જિનનો પ્રોબ્લેમ હતો અને પછી તે સાઉથ દિશા તરફ જતું રહ્યું હતું.
લાઈફ જેકેટ રેડી: વધુમાં નિવેદન આપ્યું હતું કે પૂર આવે અને જરૂર પડે તે માટે તે પણ ઓન બોર્ડ એન્જિન એક હજાર લાઈફ જેકેટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જખો ઓખા મુન્દ્રા વાદીનાર ખાતે પણ અમારી ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અત્યારે સાયકલોનના કારણે દરિયો ખૂબ જ રફ થઈ ગયો છે અને ટેકનિકલી ભાષામાં કહીએ તો હાલમાં 6 નંબરના સિગ્નલ સાથેનો આ દરિયો છે જે ખૂબ જ ખતરનાક ગણી શકાય છે. આ સમય દરમિયાન કોઈપણ બોટ કે સ્ટીમર આ પરિસ્થિતિમાં મધદરિયે રહી શકતા નથી.