ગાંધીનગર: વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની સલામતી માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને CPR તાલીમ અપાશે.
-
ISA (Indian Society of Anaesthesiologists) દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે મેગા CPR ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવા જઈ રહેલ છે ત્યારે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે(1/2) pic.twitter.com/HLCCUSRlhP
— Dr. Kuber Dindor (@kuberdindor) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ISA (Indian Society of Anaesthesiologists) દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે મેગા CPR ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવા જઈ રહેલ છે ત્યારે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે(1/2) pic.twitter.com/HLCCUSRlhP
— Dr. Kuber Dindor (@kuberdindor) November 22, 2023ISA (Indian Society of Anaesthesiologists) દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે મેગા CPR ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવા જઈ રહેલ છે ત્યારે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે(1/2) pic.twitter.com/HLCCUSRlhP
— Dr. Kuber Dindor (@kuberdindor) November 22, 2023
ડૉકટર તજજ્ઞો દ્વારા તાલીમ: 3જી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરના રોજ આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. સમગ્ર રાજયમાં સવારે 10થી સાંજે 5 કલાક સુધી યોજાશે. જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.
CPR વિષે રાજ્યના નાગરિકો વધુ જાગ્રત થાય એ આશયથી એક ખાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના શિક્ષકોને પણ તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. - શિક્ષણ મંત્રી, કુબેર ડિંડોર
હાર્ટ એટેકના કેસ અટકાવવા નિર્ણય: કુબેર ડિંડોરે જણાવ્યું કે કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુનો દર વધ્યો છે. જેને અટકાવવા રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી 108ને ત્વરીત બોલાવતા 5થી 10 મિનિટનો સમય જતો હોય છે અને આ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે. જેને લઈને આ CPR ટ્રેનિંગ અત્યંત મહત્વની છે. આજેમાં 2 લાખથી વધારે શિક્ષકોને આ CPR ટ્રેનિંગ આપવામાં આવશે.