ETV Bharat / state

શપથ વિધિમાં ધારાસભ્યો અલગ અલગ પોશાકમાં જોવા મળ્યા, ત્રણ આંદોલનકારીઓ જીન્સમાં - ધારાસભ્યો

ગુજરાત વિધાનસભા ગૃહમાં શપથ વિધિમાં ધારાસભ્યો (Gujarat Assembly House) અલગ અલગ લિબાસમાં જોવા મળ્યા હતા. જેમાં 53 ધારાસભ્યો મોદી કોટીમાં આવ્યા હતા. તેમજ રિવાબા જાડેજા અને ગીતાબા જાડેજાએ દરબારી પોશાકમાં  જોવા મળ્યા હતા. તો બીજી તરફ ત્રણ આંદોલનકારીઓ જીન્સમાં જોવા મળ્યા હતા. (Costume of MLAs in oath in Gujarat)

શપથ વિધિમાં ધારાસભ્યો અલગ અલગ પોશાકમાં મળ્યા જોવા, ત્રણ આંદોલનકારીઓ જીન્સમાં

author img

By

Published : Dec 19, 2022, 8:17 PM IST

Updated : Dec 19, 2022, 9:30 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોની શપથવિધિ આજે વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly House) યોજાઈ હતી. બપોરે 12 કલાકે શરૂ થયેલી શપથ વિધિમાં 4થી 5 જેટલા ધારાસભ્યો મોડા ગૃહમાં આવ્યા હતા. આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં મોદી કોટીનો ક્રેઝ જોવા મળ્યો હતો. જ્યારે શપથવિધિમાં પહેલા પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, ગણપત વસાવા પહેલા શપથ લીધા હતા, જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ધારાસભ્યોએ બેન્ચ ખખડાવીને મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું ન હતું.(Costume of MLAs in oath in Gujarat)

ધારાસભ્યો
ધારાસભ્યો

59 ધારાસભ્યો મોદી કોટી પહેરીને ગૃહમાં શપથ લીધા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની શપથ વિધિમાં વાત કરવામાં આવે તો 59 જેટલા ધારાસભ્યોએ મોદી કોટી પહેરીને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોટી પહેરી છે, ત્યાંથી મોદી કોટીના નામથી તે કોટી પ્રખ્યાત થઈ છે, ત્યારે આજે વિધાનસભા ગ્રુપની શપથવિધિમાં 59 જેટલા ધારાસભ્ય અને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ પણ કોટીમાં જોવા મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા, શૈલેષ પરમાર, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ મોદી કોટી પહેરી હતી. રાજયકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કુર્તા લેંઘા પર સ્વેટર કોટી પહેરી હતી. ગૃહના નેતા ભુપેન્દ્ર પટેલ સામાન્ય પેન્ટ શર્ટમાં જોવા મળ્યા હતા. (Gujarat Assembly House MLAs took oath)

રિવાબા અને ગીતાબા જાડેજા દરબારી પોશાકમાં જોવા મળ્યા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રિવાબા જાડેજા દરબારી પોશાકમાં જોવા મળ્યા હતા. તેઓએ વિધાનસભા ગૃહમાં પણ માથે સાડી ઓઢીને રાખી હતી. ક્ષત્રિય સમાજના પરંપરાગત વેશમાં જોવા મળ્યા હતા. 15 મહિલા ધારાસભ્યો પાટણના પ્રખ્યાત પટોળાના પહેરવેશમાં જોવા મળ્યા હતા.

સ્પોર્ટ્સ લુકમાં જોવા મળ્યા સોમનાથના ધારાસભ્ય 14મી વિધાનસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટી શર્ટ પહેરવાના મુદ્દે સોમનાથ ધારાસભ્યના વિમલ ચુડાસમાને ટકોર કરી હતી, ત્યારથી વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને ગૃહમાં આવતા ન થઈ જાય. જ્યારે આજે શપથ વિધિમાં વિમલ ચુડાસમા સ્પોર્ટ્સ લુકમાં જોવા મળ્યા હતા. જેમાં તેઓએ સ્પોર્ટ્સ શુઝ, જીન્સ અને ડેનિમ શર્ટમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ સ્પોર્ટ્સ લુકમાં ગૃહમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. જ્યારે ઇમરાન ખેડાવાલા પંકજ દેસાઈ અને રમણલાલ વોરા શૂટ બુટમાં જોવા મળ્યા હતા. વિધાનસભા ગૃહમાં નવા ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ હતી. જેમાં તમામ ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને તેમનો સ્વાગત કરવામાં આવ્યું હતું. (Gujarat Assembly MLAs Oath Ceremony)

આ પણ વાંચો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે બપોરે 2 વાગ્યે પ્રધાનપદની શપથ લિધા, જાણો આ મૂહર્તની ખાસિયત

3 આંદોલનકારીઓ જીન્સમાં જોવા મળ્યાં વર્ષ 2015ના પાટીદાર આંદોલનના મુખ્ય નેતા હાર્દિક પટેલ રાખોડી શર્ટ અને જીન્સમાં શપથ લીધા હતા. ઠાકોર સેનાના યુવા નેતા અલ્પેશ ઠાકોર સફેદ શર્ટ અને બ્લ્યુ જીન્સમાં શપથ લીધા હતા. ઉના દલિત કાંડ બાદ દલિત અધિકાર મંચના અધ્યક્ષ સ્થાને આંદોલન કરનારા જીગ્નેશ મેવાણીએ બ્લ્યુ ઝભ્ભો પહેરીને વિધાનસભાના ગૃહના ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. આમ વર્ષ 2015-16ના ગુજરાતના 3 આંદોલનકારી હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ ગૃહમાં ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. (gujarat assembly house mlas list)

આ રીતે લેવાયા શપથ ગુજરાત વિધાનસભાના શપથ વિધિની વાત કરવામાં આવે તો, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલની શપથ વિધિ રાજભવન ખાતે સવારે 10 કલાકે યોજવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 12 કલાકે વિધાનસભા ગૃહમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે અમુક ધારાસભ્યો 15 મિનિટ મોડા પડ્યા હતા. જેમાં પ્રથમ શપથવિધિ નિયમ મુજબ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપતસિંહ વસાવાએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા, ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન, રાજય કક્ષાના પ્રધાનો શપથ લીધા હતા, ત્યારબાદ તમામ મહિલા ધારાસભ્ય અને પછી વિધાનસભા ક્રમાંક મુજબ પુરુષ ધારાસભ્યોએ શપથ લીધા હતા. (Protem Speaker at Raj Bhavan)

આ પણ વાંચો મને રાત્રે 12.30 કલાકે ફોન આવ્યો હતો, 2 કલાકે શપથ લઈશ: બચુ ખાબડ

11 ધારાસભ્યોએ સંસ્કૃતમાં લીધા શપથ ગુજરાત વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથવિધિ પહેલા હિન્દી ગુજરાતી ઇંગ્લિશ અને સંસ્કૃત ભાષામાં શપથ લેવા માટેની જાહેરાત કરી હતી, ત્યારે કુલ 11 જેટલા ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. જેમાં કુબેર ડીંડોર સંતરામપુર, અનિરુદ્ધ દવે માંડવી, દર્શીતા શાહ રાજકોટ પશ્ચિમ, દર્શના દેશમુખ નાંદોદ, અનિકેત ઠાકર પાલનપુર, કિરીટ પટેલ(KK) ઊંઝા, અમિત ઠાકર વેજલપુર, અર્જુન મોઢવાડિયા પોરબંદર, પ્રદ્યુમાન વાંજા કોડીનાર, શંભુપ્રસાદ ટૂંડિયા ગઢડા, કનૈયા કિશોર દાહોદ, હિન્દીમાં શપથ લેનાર ધારાસભ્ય, દિનેશસિંહ કુશવાહ બાપુનગર અને સુરત પશ્ચિમમાંથી પુણેશ મોદીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. જ્યારે હિન્દી ભાષામાં બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશ કુશવા અને મોદીએ હિન્દી ભાષામાં શપથ લીધા હતા. જ્યારે જીગ્નેશ મેવાણીએ બંધારણના નામે અને વખતસિંહ ચૌહાણએ રામના નામે શપથ લીધા હતા. શપથ લીધા બાદ મહંત ડોડીયાએ જય માતાજી અને જેઠા ભરવાડ જય ખોડીયાર કરીને શપથ પૂરા કર્યા હતા. (MLAs in House of Assembly in Modi Koti)

Last Updated : Dec 19, 2022, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.